મરીઝ ના બેહતરીન શેર 31
આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે઼ *** એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’, આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે *** એણે આપી તો ક્ષમા એ રીતે કંઈ જ સૂઝી નહીં સજા જાણે *** એનાથી તો સરસ તારી અવહેલના હતી આ તારી આંખમાં જે ગલત આવકાર છે *** એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ ! *** એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં *** કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી *** કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે ! *** કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ પોતે ન દે, બીજા કને માગવા ન દે *** ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે, ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને *** ચાલો કે ગતિની જ મજા લઈએ, કે અમને મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ. *** જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. *** જિંદગી ના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’ એક તો ઓછી મદિરા છે, ને ગળતુ જામ છે. *** જીવનની સત્ય ઘટના એમ સાંભળતુ નથી કોઈ, બધે કહેવુ પડે છે કે કહાની લઈને આવ્યો છું. *** ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર, દુનિયાનો છે ખયાલ કે પાર ઉતરી ગઈ === મરીઝ – ગીત એક ગાયું ને વાયરે વાવ્યું….પુસ્તક __________________________________________ OTHER RELATED POST : […]