મુખવાસ – સંકલીત 6


થયું કે ઘણાં બધાં દિવસથી પચાવવામાં ભારે એવો ખોરાક લીધા – આપ્યા કરું છું

તો આજે થોડો મુખવાસ ….

હે પ્રભુ ! હું જે ઈચ્છું તે નહીં,

પણ જે યોગ્ય હોય તે જ થજો…

 ***

જે ઉંડો સ્નેહ કરી જાણે છે તે માનવી કદી વૃધ્ધ થતા નથી

 ***

ચમત્કારો ક્યારેક થાય છે ખરા

પણ તેના માટે માણસે આકરી મહેનત કરવી પડે છે.

 ***

કેળવણી એ સરકારનું કોઈ ખાતુ નથી

પણ સરકાર એ કેળવણીની એક શાખા છે

 ***

ક્રાંતિ એ કોઈ મહેફિલ નથી, એ કોઈ કલાકૃતિ નથી. ક્રાંતિને હળવા હાથે, મુલાયમપણે, કાળજીપૂર્વક, સન્માનપૂર્વક, ગણતરીપૂર્વક અમલમાં મૂકી શકાતી નથી – માઓ ત્સે તુંગ

 ***

બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી દઈએ

એ એક જ્યોત છે જેને પેટાવવાની છે

***

સ્મરણ લીલું કપૂરી પાન જેવું,

હવામાં ચોતરફ લોબાન જેવું. – અદમ ટંકારવી

***

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો… – સુરેશ દલાલ

***

માટી તને મૃદુ ફૂલ બનીને મહેકવાનું સૂઝ્યું ક્યાંથી?

***

તને મેં ઝંખી છે –

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી… – સુન્દરમ

***

તારૂં કશું ન હોય તો છોડીને આવ તું

તારૂં જ બધું હોય તો છોડી બતાવ તું…. – મિસ્કિન

***

સ્વપ્નભ્રંશ એનો જ થાય છે જે સ્વપ્ન સેવે છે…

***

આ તો બીજ માં થી ફૂટે છે ડાળ,

કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

***

બધો આધાર ઈશ્વર પર હોય તેમ પ્રાર્થના કરો અને

બધો આધાર તમારા પર હોય તેમ કામ કરો….

***

અને છેલ્લે રવિન્દ્રનાથ ઠાકુર ની એક રત્ન કણિકા…

Every Child

comes with the message

that God is not yet discouraged of man…


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “મુખવાસ – સંકલીત