મરીઝ ના બેહતરીન શેર 19


આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,

જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે઼

 ***

એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’,

આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે

 ***

એણે આપી તો ક્ષમા એ રીતે

કંઈ જ સૂઝી નહીં સજા જાણે

 ***

એનાથી તો સરસ તારી અવહેલના હતી

આ તારી આંખમાં જે ગલત આવકાર છે

 ***

એવી તો બેદિલીથી મને માફ ના કરો,

હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ !

 ***

એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો,

જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં

 ***

કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,

કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી

 ***

કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી

કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે !

 ***

કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ

પોતે ન દે, બીજા કને માગવા ન દે

 ***

ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે,

ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને

 ***

ચાલો કે ગતિની જ મજા લઈએ, કે અમને

મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

 ***

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,

અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

 ***

જિંદગી ના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’

એક તો ઓછી મદિરા છે, ને ગળતુ જામ છે.

 ***

જીવનની સત્ય ઘટના એમ સાંભળતુ નથી કોઈ,

બધે કહેવુ પડે છે કે કહાની લઈને આવ્યો છું.

 ***

ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર,

દુનિયાનો છે ખયાલ કે પાર ઉતરી ગઈ

=== મરીઝ   – ગીત એક ગાયું ને વાયરે વાવ્યું….પુસ્તક

__________________________________________

OTHER RELATED POST : 

હોય છે – મરીઝ

મરીઝ ની રચનાઓ


Leave a Reply to સુનીલ શાહ Cancel reply

19 thoughts on “મરીઝ ના બેહતરીન શેર

 • અનિલ શાહ. પુના.

  વિચારધારા મારી નિર્મલ, સ્વચ્છ ને સુંદર રાખું છું,
  પ્રભુ એટલે તો તારી નજરમાં નજરો રાખું છું,

  • અનિલ શાહ. પુના.

   જિંદગી નો નશો એવો રહ્યો હતો કે હોંશ ના આવ્યો,
   મરણ પથારીએ બેહોશ થવા ગયો ને હોંશ ના ગયો,

 • અનિલ શાહ. પુના.

  તું હવે મને પ્રેમ કરવાની જીદ ના કર,
  હદ કરતાં વધારે બદનામ થઈ ગયો છું,
  હમણાં અંહી આવ્યો છું આ કેદમાંથી મુક્ત થઈ,
  હું મારી રીતે સમજો આજે આબાદ થઈ ગયો છું,

 • અનિલ શાહ. પુના.

  છુપાવી શકાય એવી વસ્તુ તો નથી ઉમળકા નો દોષ છે,
  વગર સમજે કહીં દઉં છું, પ્રેમ પણ મારા જેવો નિર્દોષ છે,

 • અનિલ શાહ. પુના.

  રાજી મારી ખુશી રાખી લઉં તું વાત મળવાની તો કર
  થોડી છેટે ઉદાસી મુકી દઉં તું વાત મળવાની તો કર,

  • અનિલ શાહ. પુના.

   કંઈ ના હોય પણ કોઈ હોય એવું જીવતર આપી દે,
   પળવારમાં પરોવી દઉં સોય, એવું ઘડતર આપી દે,
   શોધી નથી શક્યો તોય તારા ભરોસે હજુયે છું,
   અનિલ નિરખી શકું માનવી માનવી માં એવો ઈશ્વર આપી દે,

  • અનિલ શાહ. પુના.

   એમની નજરે કિનારો જોયો,મૌજાઓનો નજારો જોયો,
   લહરે, લહેરે ઊછળતો,સાગરનો આંખમાં ઇશારો જોયો,
   પ્રણય માં પણ કેવા કેવા અંદાજ બદલાતા રહ્યા,
   એમની આસપાસ ફરતો એક પ્રેમી બિચારો જોયો,

   • અનિલ શાહ. પુના.

    વેળા વિદાય વેદના આપતી ગઈ,
    ફરી મળવાની ઝંખના આપતી ગઈ,

 • Heena Parekh

  મરીઝની તમામ પંક્તિઓ એક એકથી ચઢિયાતી છે.આપે ઘણું સરસ સંકલન કર્યું છે. માણીને આનંદ થયો.

 • Priti

  sundarne sundear khevun yatharth chhe
  kintu
  sundarne manavu lhavo chhe
  (ahi “manavu” no arth anubhavavun thay chhe)
  ae lhavani lhani mate Abhinandan

  • અનિલ શાહ. પુના.

   ધુમાડે ને લોકો ફુક મારીને જેમ આંધી કરી નાખી,
   દશા મારી પણ લોકો એ ધુમાડા જેવી કરી નાખી,

  • અનિલ શાહ. પુના.

   જીવન ને સાચવી ને લાવ્યો છું મરણના દ્વાર સુધી,
   જેનું રાહ જોતું હતું ક્યારનું મરણ અત્યાર સુધી,