મારે જીવન ત્યજી દેવુ હતું, પરંતુ….. 10


આજે મેં બધુંય છોડી દેવાનું નક્કી કર્યું…

મેં મારી નોકરી છોડી,

સંબંધો છોડ્યા

જવાબદારી છોડી,

આધ્યાત્મિકતા છોડી…

કારણ કે હું જીવન છોડી દેવા માંગતો હતો…

હું જંગલ તરફ ચાલ્યો, પ્રભુ સાથે છેલ્લી વાત કરવા

“પ્રભુ”, મેં કહ્યું, “શું તમે મને

એક કારણ આપી શકો

જીવન ન છોડવા માટે?”

“આસપાસ નજર કર” પ્રભુ બોલ્યા,

“શું તને ઘાસ અને વાંસ દેખાય છે?”

“હા” મેં કહ્યું,

“મેં તે બંનેને જમીનમાં રોપ્યા

તેમની ખૂબ કાળજી લીધી

બધુંય યોગ્ય પ્રમાણમાં આપ્યું

યોગ્ય પાણી

યોગ્ય સૂર્યપ્રકાશ અને યોગ્ય વાતાવરણ

ઘાસ તરત ઉગી ગયું અને

જમીનને તેની લીલી સુંદર ચાદર ઓઢાડી દીધી

પણ વાંસમાં થી કાંઈ ન ઉગ્યું,

તો ય મેં તેને ન છોડ્યું

બીજા વર્ષે ઘાસ ખૂબ ફેલાયું

અને હજીય વાંસમાં કાંઈ ન ઉગ્યું,

તોય મેં તેને ન છોડ્યું

ત્રીજા વર્ષે ઘાસ અનેકગણું વધી ગયું

અને વાંસમાં હજીય કાંઈ ન ઉગ્યું

તો પણ હજીય મેં તેને ન છોડ્યું

ચોથા વર્ષે પણ એમ જ થયું

અને પાંચમાં વર્ષે એક નાનકડું કુંપણ ફૂટ્યું,

ઘાસની સરખામણીમાં તે કાંઈ ન હતુ

પણ ફક્ત છ મહીના પછી

વાંસ સો ફીટ લાંબુ હતુ

તેણે તેના મૂળ મજબૂત કરવામાં પાંચ વર્ષ નાખ્યા

અને એ ઉંડા મૂળના પ્રતાપે તે આજે આટલુ ઉંચુ ઉગી શક્યું

મેં મારી કોઈ પણ રચનાને

એવી અઘરી કસોટી નથી આપી

જેમાંથી તે પાર ન ઉતરી શકે

તને ખબર છે, તારા કપરા સમયમાં

જ્યારે તને લાગ્યું કે તારા જીવનનો કોઈ અર્થ નથી

હકીકતમાં તું તારા મૂળ પ્રસારી રહ્યો હતો?

મેં વાંસ ને ન છોડ્યુ, હું તને પણ નહીં છોડું…

બસ પોતાની જાતને કોઈ સાથે સરખાવવી નહીં

ઘાસને જે કાર્ય માં મહીનો લાગે છે

તે જ કામમાં વાંસને પાંચ વર્ષ લાગે છે

પણ એ સમય તેને વધુ ઉંચા ઉઠવાની શક્તિ પણ આપે છે

ઘાસ અને વાંસ બંનેનો હેતુ અલગ છે

પણ બંને મારી સૃષ્ટી માટે જરૂરી છે

તારો પણ સમય આવશે

તું પણ ઉંચે ઉઠીશ” પ્રભુ બોલ્યા

“કેટલો ઉંચે?” મેં પૂછ્યું

“વાંસ કેટલુ ઊંચુ જાય છે?” પ્રભુએ પૂછ્યું

“જેટલુ જઈ શકે…”મેં કહ્યું..

“હા, જેટલુ જઈ શકે….” પ્રભુ હસ્યા

“તને જવાબ મળી ગયો હશે…”

“જીવન એ ઉકેલવાનો કોયડો નથી, એ તો માણવાલાયક ભેટ છે”

Gujarati translation of the infocube post wanted to quit my life but….


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “મારે જીવન ત્યજી દેવુ હતું, પરંતુ…..