હૈયે થઈ છે ભારે હલચલ
મનડું જાણે ઝરણું કલકલ
તારા પ્રેમના પરમ ઉજાસે
અંતર મેળે, ઉમંગો છલછલ
તારી તલબ ને તારા વિચારો
વેરણ નિંદ્રા, સપના હરપલ
તારી ઝુલ્ફો, તારૂ આંચલ
તારા કાતિલ નયનો નિર્મલ
મનડાની આ વાતો છાની
જાણે બસ, તારો પ્રેમી પાગલ
જીવનનો સાથ, હાથોમાં હાથ
કેમ મૂકુ મારી પ્રેમ પ્રપોઝલ
– જીગ્નેશ અધ્યારૂ
nice poem
દલડાની છાની વાતોને આમ જગજાહેરમાં…..
આવી પ્રપોઝલ વિશ્વ આખા સમક્ષ …..
પ્રથમ વરસના અભિનન્દન…..
nice
photo & poem both are nice
Such a beautiful feelings. I appriciate yr honest try to make gujarati world wide popular.
Nice one.
it was a nice experience to go through yr blog
યોગાનુયોગ આટલા વર્ષો પછી આ સાઈટ પર પ્રતિભાવ વાચી તમારા પણ વખાણ કરવા મન થયુ.
વડોદરા આવો તો અવશ્ય મળીશુ.