કુપાત્રની પાસે – ગંગાસતી
કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે, સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ રે, પાત્રને જોઈને ઉપદેશ કરવો રે, સમજીને રહીએ આપણે ચુપ રે … કુપાત્રની પાસે —–> આ અર્પણ છે એ બધા ભારતીયોને જે તેમના નેતાઓને વોટ આપી, વિશ્વાસે તેમના લોકશાહીના સર્વોચ્ચ મંદિર એવા પાર્લામેન્ટ ભવનમાં મોકલે છે અને પછી તેમના વિશ્વાસના કટકા ક્યારેક રાજકારણીઓ પોતે કરે છે અને ક્યારેક આવા ત્રાસવાદીઓ જ્યારે દેશના અસ્તિત્વ પર હુમલો કરે છે ત્યારે કોઈપણ નિર્ણય લેવામાં વામણા પૂરવાર થાય છે.