પાગલ હંસ – દુલા ભાયા કાગ 14


તળાવ સુકાઈ જાય છે. બધાં પક્ષી ચાલ્યાં જાય છે. ફક્ત એક જ હંસ બાકી રહે છે. અને કાંકરી વીણીવીણીને ખાય છે. બીજો હંસ આવે છે, તે કહે છે  કેઃ  “તું ગાંડો થઈ ગયો લાગે છે ! બીજે પાણીવાળે તળાવે ચાલ, જ્યાં લાખો હંસો મોતી ચરે છે.” ત્યારે પહેલો હંસ ઉત્તર આપે છેઃ “જે તળાવે ખૂબ મોતી ખવરાવ્યાં તેને મૂકીને મારાથી ત્યાં અવાય નહિ. જરા જોતો ખરો, મારા માટે આ સરોવરનું  હ્યદય પણ ફાટી ગયું છે.” (પાણી સુકાય ત્યારે કાદવ ફાટી જાય છે.)

( ભૈરવી –  ગઝલ  )

ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ? 
યહ સરોવર તો સૂખ ગયા, અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈ?

ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા?
સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઈસ ઠાં રહા અબ.              ૧

ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે;
દિલદાર્ સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે . અબ.              ૨

“તૂમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને;
મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ.                 ૩

મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા;
જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગા, ના મેરા જિયા. અબ                    ૪

– દુલા ભાયા કાગ


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “પાગલ હંસ – દુલા ભાયા કાગ