મા મારી પહેલી મિત્ર
અને શ્રેષ્ઠ મિત્ર
અને છેલ્લી પણ
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થનું, નહીં તો અપેક્ષાનું
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય,
પછી લસરકો, ઉઝરડો, તિરાડ
ઉદારતાથી ક્ષમા કરીએ
કે કોઈ આપણને ક્ષમા કરી દે
તે વાત જુદી
પણ થીંગડુ અને ભીંગડુ બંને ઉખડે,
સ્ત્રી પુરૂષની મૈત્રી ઘણું ખરું પ્રેમમાં પરિણમે
અને પ્રેમીજનો પતિ – પત્નિ બને, ન પણ બને,
પતિ – પત્નિનો મિત્ર કે મિત્ર જેવા બનવું,
આદર્શ તો પણ અતિ દોહ્યલું,
ચડસા ચડસી, હું પદ, આળાપણું,
ચામડીની જેમ ચીટક્યા તે ચીટક્યા,
નખ જરાક અડી જાય,
કે લોહી નીકળ્યું જ સમજવું
હીંડોળાની ઠેસમાં, પાનનાં બીડામાં,
ખબે મૂકાતા હાથમાં,
બાળકો પ્રત્યેની મીટ માં,
નેજવાની છાજલીમાં,
પતિ – પત્નિ પણું ઓગળે તો ઓગળે
નહીંતર પરસેવાની ગંધ નોખી તે નોખી
મા ને તો આકાશ જેટલુ ચાહી શકાય,
દેવમૂર્તિ જેમ પૂજી શકાય
પણ એ એવું કશું માગે – ઈચ્છે – વિચારેય નહીં !
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝઘડીયે શકાય
આપણાં હોઠો પરની દૂધિયા ગંધ,
એની છાતીમાં અકબંધ,
એના ખોળામાંની
આપણા પેશાબની દુર્ગંધ
એ સાથે લઈને જ જાય,
ભગવાનની પાસે
અને સ્વયં ભગવાન સુગંધ સુગંધ,
(ભગવાનની યે માં તો હશે જ ને?)
– ભગવતીકુમાર શર્મા
Pingback: ( 239 ) માતાનું ઋણ- સ્વ. ડો.સુરેશ દલાલનું એક સુંદર પ્રવચન , મધર્સ ડે -ભાગ -2 | વિનોદ વિહાર
ભગવતિ કુમાર તમને લાખ લાખ્ વન્દન્……..
ભગવાનની યે માં તો હશે જ ને ?
કેટલી કટાક્ષ ભરી વાત છે કે
જગતનો નાથ જગન્નાથ સ્વયં અનાથ છે.
જગતમાં કોઇ અનાથ નથી પણ જગતના નાથ નો નાથ કોણ ?
તેને એમ થાય મારે માથે હાથ ફેરવવા વાળુ કોઇ નહી.
એટલે તો એ અવતાર લઇને આવે છે.
અને પ્છી કહે છે જુઓ હુ અનાથ નથી મારેય માં છે.
જનેતાના હાથની જે શીતળતા હોય છે એ જગતના કોઇ ખુણે નથી મળતી.
ભગવાન પ્ણ આ જગતમાં હરીને માધ્યમ બનાવીને આવ્યો ત્યારે એ જેવો પુજાણો છે એવો બીજા અવતારમાં નથી પુજાયો.
maa te ma baki waga da na vaa.
maa ma evu bal chhe ke ishwar pan teni pase hari jai .
wah bahuj pasand aavi
Superb. Maa jevu duniya ma ki jjjjjjjjjjjjjjjjjjj nahi.
ખૂબ સરસ. કાવ્યની છેલ્લી પંક્તિ (ભગવાનની યે માં તો હશે જ ને?) બહુ ગમી.
It is an excellent!!It is very difficult to express mother’s love by words but he has done it.gr8
માઁ એ જ ખરેખર આપણી સાચી મિત્ર છે.
વધુ વાંચો : માઁ – આપણી જીંદગી ની સૌથી અગત્ય ની વ્યકતી
દિવ્યેશ પટેલ
Dear Jignesh
great tribute!
salute to Bhagavtikumar Sharma……..n u too as u published here!
VERY GOOD no words!
Darshan
“મા એતો મા બીજા બધા…..!”