મારા મનપસંદ શે’ર – સંકલિત 12


આપણા મોટા શબ્દો ઓછા પડે છે,
એમના મૌનનો એટલો રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ

કભી કભી હમને યૂં ભી અપને દિલકો બહલાયા હૈ
જિન બાતોં કો ખુદ નહીં સમજે, ઔરોં કો સમજાયા હૈ,
કિસે મતલબ હૈ યહાં અલ્ફાઝકી ગહરાઈસે,
સસ્તે ગીતોંકો લિખલિખકર હમને ઘર બનવાયા હૈ.
– નિદા ફાઝલી

બાળપણની શેરીમાં કેવી રીતે પાછો ફરૂં?
આંખમાંથી ક્યાં હવે વિસ્મય ટપકતું હોય છે.
– ઉર્વિશ વસાવડા

આંખ કોરી ને ભીનો રૂમાલ રાખે
રામ જાણે દોસ્ત કેવું વહાલ રાખે?
– વજેસિંહ પારગી

ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ.
– મકરન્દ દવે

ઐરે ગૈરે લોગ ભી પઢને લગે હૈ ઈન દિનોં,
આપકો ઔરત નહીં, અખબાર હોના ચાહીયે.
– મુનવ્વર રાણા

આ પથ્થરોમાં કૂંપણ કેવી રીતે ફૂટી?
બાળકના હાથ એને અડકી ગયા હશે
– નિનાદ અધ્યારૂ

જ્યાં સૂકાવા નાખી એણે ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ.
– અદમ ટંકારવી

વેંત ઉંચી વાડ છે વિખવાદની
આપણાથી એ ય ઠેકાતી નથી.
– ચન્દ્રેશ મકવાણા

હોઉં ભલે હું આખી દુનિયાની ભેળો
તારા વિનાનો તોય સાવ સૂનો મેળો.
– ગિરીશ પરમાર

આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછું ઝાડ નહીં થાય?
– ગૌરાંગ ઠાકર

મજા જે વિરહના પરિતાપમાં છે,
ભલા એ મજા ક્યાં મુલાકાતમાં છે!
– ‘બેજાન’ બહાદુરપુરી

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં
– મરીઝ

ખોલી શકે તો ભીતરી દ્વારો જ ખોલજે,
નહીંતર હથેળી અન્યને નાહક બતાવમાં.
– દેવ સોલંકી

છે પાંખ ભાગ્યમાં કિંતુ ગગન નથી એથી,
ખરી રહ્યાં છે પીછાં ઉડ્ડ્યન નથી એથી.
– પંકજ વખારીયા

આજે પ્રસ્તુત છે કેટલાક ગમતીલાં સંકલિત શે’ર. આ પંક્તિઓ ફક્ત શબ્દોનો માળો નથી, એમાં તો અર્થના પંખીઓ અંતરનાદનો ચહેકાટ રેલાવે છે. એક એક પંક્તિ મનની વાત કહે છે, હ્રદયને સ્પર્શે છે. આશા છે આપને આ સંકલન ગમશે.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “મારા મનપસંદ શે’ર – સંકલિત

 • shirish o shah

  અમે તમારા આગનિયામા ફુલ બનેીને ખિલશુ
  ઉમ્બરા ઉપર કન્કુ ચોખા સ્વસ્તિક થઇ ચિતરઇશુ

  શિરેીશ શાહ જંબુસર

 • Ramesh Champaneri valsad

  મારી પાપણે તો પાણી છે, આંસુ તો તમે કહો છો
  દુખના દરિયા છલકાયા ચોમાસું તો તમે કહો છો
  કાપું કાપુંને અટકે નહિ જેમ નખો મારાં વધ્યા કરે
  રસમંજન ઘાવ સોનાના છે કાંસુ તો તમે કહો છો

  વાહ…………મેં માસની ઉઘડતી સવાર સુધરી ગઈ. ખુબ સરસ રચનાઓ વાંચવા મળી. પણ આપણી કમનશીબી એ છે કે, પૈસાનું દાન કરે એને બધાં દાનેશ્વરીથી બિરદાવે છે. સાહિત્યનું પ્રદાન બુદ્ધેશ્વરીની ઓળખમાં નથી લેવાતુ. આવી રચનાઓ પણ મુકો.ખુબ આનંદ આવે છે. આવું વાંચવાથી સવાર તો સુધરી, અને દિવસ સુધારવાની શરૂઆત પણ મળી.

  ============રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન)

 • Hemal Vaishnav

  જિગ્નેશ ભાઈઃ
  હુ પણ મારી બે પન્ક્તિ સંભળાવુ ?

  પીઠની પાછળ શું કે પીઠની આગળ
  મિત્રોએ ઘા કરવામાં કરી બહુ ઉતાવળ

  મુરજાયેલા સંબંધો હવે જાણે ઠુંઠો બાવળ
  ખંઙેર હૈયામાં લાગણીની ભટકે ભુતાવળ

 • Vjoshi

  બહુ જ સરસ – અપ્રતિમ સન્કલન કરવમ મતે અનેક ધન્યવાદ- બધા કવિઓની ક્રુતિઓ વાચીને યાદ આવી મારી લખેલી બે પન્ક્તિઓ –
  પન્ખી અને કવિ ઉડે બન્ને
  ઍક આન્ખથી, બીજો પાન્ખથી

 • Harshad Dave

  સ-રસ સંકલન, સમજવા જેવા અને સમજાવવા જેવા, ન સમજાય (જો કે સમજવા ઈચ્છીએ અને ન સમજાય તેવું ન બને) તો પણ સમજાવવા જેવા શેર વિચારપ્રેરક છે. -હદ.