સમદ્દષ્ટા સંતના લક્ષણો – વિનોદ માછી 1
આ૫ણને સ્વાભાવિક જિજ્ઞાસા (પ્રશ્ન) થાય કે આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં ૫ણ તેમનાથી મુક્ત કઇ રીતે રહે છે? તે ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાક તે ગુણોમાં બંધાઇ જાય છે, આવું કેમ? બદ્ધ અને મુક્ત પુરૂષનો વર્તાવ કેવો હોય છે? તે કયા લક્ષણોથી જાણી શકાય? તે ભોજન કેવી રીતે કરે? અને શૌચ વગેરે ક્રિયાઓ કઇ રીતે કરે? તે કંઇ રીતે સૂવે, બેસે અને ચાલે? શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે “જે ધીર મનુષ્ય પોતાના સ્વરૂ૫માં સ્થિત રહે છે… સુખ-દુઃખને સમાન તથા જે માટી – પત્થર તેમજ સોનામાં સમાનભાવ રાખે છે, જે પ્રિય અને અપ્રિયમાં સમ છે, જે પોતાની નિંદા કે સ્તુતિમાં ૫ણ સમાન ભાવ રાખે છે, જે માન અને અ૫માનમાં સમ છે, મિત્ર અને શત્રુ ૫ક્ષમાં સમ છે તેમજ સંપૂર્ણ કર્મોના આરંભનો ત્યાગી છે તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે.”