Between the Assassinations (પુસ્તક સમીક્ષા) – અશોક વૈષ્ણવ 1
Between the Assassinations ‘બે હત્યાઓ વચ્ચે’ જેવું આકર્ષક શિર્ષક અને અરવિંદ અડીગા જેવું જાણીતા લેખકનું નામ વાંચ્યા પછી, તે પુસ્તકને ઉઠાવી અને તેનાં આગળ પાછળનાં પાનાં વચ્ચે પુસ્તકનાં કવરની વચ્ચે શું છૂપાયું હશે તેટલું જાણવાની ઇંતેજારી તો ભાગ્યે જ કોઇ રોકી શકે.
હવે જેવું તેનું પહેલું જ પરિચયાત્મક પાનું વાંચીએ એટલે જાણે કોઇ પર્યટનસ્થળની ચટપટી જાહેરાત વાંચતા હોઇએ તેવું લાગે. – “શહેરના ઇતિહાસ અને કુદરતી સૌંદર્ય તેમ જ ધર્મ, જાતિ અને ભાષાનાં વૈવિધ્યને ધ્યાનમાં લેતાં ઓછામાં ઓછું એક અઠવાડિયાંનું રોકાણ કરવાની ભલામણ છે.”- હા, આ વાત થઇ રહી છે આ પુસ્તકનું કથાફલક જે શહેરને કેન્દ્રમાં રાખી રહ્યું છે તે, ભારતના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર કિનારા પર, ગોવા અને કાલીકટની વચ્ચે વસેલાં એક નાનાં, સાવ સાધારણ, સાવ જ સરેરાશ , એવાં “કિટ્ટુર”ની.