સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : અક્ષરપર્વ


શ્રી જશવંત મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૧ (Audiocast) 2

શ્રી જશવંતભાઈ સાથે સંપર્ક કરાવી આપવાનું સંપૂર્ણ શ્રેય શ્રી સૉલિડ મહેતાને જાય છે. જેટલી સબળ અને સુઘડ ગઝલ તેમણે પ્રસ્તુત કરી છે એટલું જ અર્થગાંભીર્ય તેમના શે’રમાં ઝળકે છે. અક્ષરપર્વમાં કવિ સંમેલનને શોભાવવા ઉપસ્થિત રહીને સૌને તેમના ગઝલરસમાં તરબોળ કરી મૂકવા બદલ શ્રી જશવંત મહેતાનો ખૂબ ખૂબ આભાર. આવો, આજે વાંચીએ અને સાંભળીએ તેમની એ ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં


શ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast) 16

આમંત્રણને માન આપીને અક્ષરપર્વને શોભાવવા ઉપસ્થિત થયેલ તાહાભાઈ સરસ રચનઓ લઈને છવાઈ ગયેલા. હાર્દિકભાઈએ જેમને પોતાના સંચાલન દરમ્યાન શ્રી આદિલ મન્સૂરી સાહેબના કાવ્યવંશજ કહ્યા છે તેવા તાહાભાઈ શ્રી આદિલ મન્સૂરી સાહેબના ભત્રીજા છે. તેમણે શુદ્ધ ઉર્દુમાં રણકતા સ્વરમાં સંભળાવેલી બે સુંદર ગઝલો હોય કે પરીક્ષા વખતની હાલતની બયાન કરતી કૃતિ, તાહાભાઈને ખૂબ દાદ મળી. અક્ષરપર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને આવી સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે અનેક જાનદાર રચનાઓ આપણને મળતી રહે તેવી આશા સાથે આવો સાંભળીએ અક્ષરપર્વમાં તેમણે રજૂ કરેલી ત્રણેય રચનાઓ તેમના જ સ્વરમાં.


શ્રી વિમલ અગ્રાવત દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૯ (Audiocast) 10

શ્રી વિમલભાઈ અગ્રાવત સાથે સંપર્ક આમ તો ઘણા સમયથી, ફોન પર ક્યારેક વાતો પણ થયેલી અને રાજુલા અને પીપાવાવ વચ્ચે પચીસેક કિલોમીટરનું અંતર હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ અક્ષરપર્વને લીધે મળ્યો. પીપાવાવ ચોકડીથી વડોદરા સુધીની અમારી સફર અનેરી મજા કરાવી યાદગાર થઈ તો અક્ષરપર્વમાં તેમની એક્કેક રચનાઓને શ્રોતાઓએ ખૂબ દાદ આપી. સ્વભાવે તદ્દન સરળ, રચનાઓની રીતે પૂરેપૂરા સબળ અને નિખાલસ એવા વિમલભાઈને મળ્યા પછી આટલો વખત ન મળ્યાનો અફસોસ થયો. રાજુલા – જાફરાબાદ – મહુવા વિસ્તારમાં સમયાંતરે કાવ્યપઠન અથવા ફક્ત સમરસીયા મિત્રોના મિલનનો કાર્યક્રમ ગોઠવવાની ઈચ્છાનો પડઘો પણ તેમણે એ સફર દરમ્યાન જ પાડ્યો. આજે પ્રસ્તુત છે તેમની જ ત્રણ રચનાઓ તેમના અવાજમાં.


શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast) 8

શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે. તા. ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા. તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે, તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ, આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ. અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૪ 2

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો સતત યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે, અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે ચોથા દિવસે પ્રથમ વિડીયોમાં હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા ‘સૂર ઉમંગી’ સંગીત સંધ્યા પર્વ અંતર્ગત મેં ગાયેલું શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની રચના એવું “ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ….” પ્રસ્તુત કર્યું છે.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૩ 5

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે, અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે ત્રીજા દિવસે પ્રથમ વિડીયો અંતર્ગત હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા ‘સૂર ઉમંગી’ સંગીત સંધ્યા પર્વ અંતર્ગત વડોદરાના મિત્ર શ્રી કિરણભાઈ નવાથે ના સ્વરમાં સાંભળીએ એક સરસ ગીત તથા બીજા વિડીયોમાં શ્રી જલ્પાબેન કટકીયા દ્વારા ગવાયેલી સદાબહાર ગઝલ ‘થાય સરખામણી તો….’ રજૂ કરી છે.


એક અવિસ્મરણીય ઉત્સવ ‘અક્ષર પર્વ’ – અક્ષરાંજલી 11

તારીખ ૧૪મી મે, ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન શ્રેયસ વિદ્યાલયના સભાગૃહમાં અક્ષરનાદ.કોમ વેબસાઈટના પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશને વધાવવા યોજાયેલ અક્ષરપર્વ ખૂબ જ સરસ અને એકથી એક ચડીયાતી પ્રસ્તુતિઓ સાથે આનંદ અને યાદગાર સંભારણાઓ આપી ગયું. આ સમગ્ર પ્રસંગનો વિડીયો અક્ષરનાદ પર આવશે જ, આજે ફક્ત શબ્દાંજલી આપવાનો યત્ન કરવો છે.