એક અવિસ્મરણીય ઉત્સવ ‘અક્ષર પર્વ’ – અક્ષરાંજલી 11


તારીખ ૧૪મી મે, ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન શ્રેયસ વિદ્યાલયના સભાગૃહમાં અક્ષરનાદ.કોમ વેબસાઈટના પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશને વધાવવા યોજાયેલ અક્ષરપર્વ ખૂબ જ સરસ અને એકથી એક ચડીયાતી પ્રસ્તુતિઓ સાથે આનંદ અને યાદગાર સંભારણાઓ આપી ગયું. આ સમગ્ર પ્રસંગનો વિડીયો અક્ષરનાદ પર સોમવારથી સમયાંતરે આવશે જ, આજે ફક્ત શબ્દાંજલી આપવાનો યત્ન કરવો છે.

ડાબેથી – ગૌરાંગી પટેલ, તહા મન્સૂરી, અલ્પ ત્રિવેદી, હાર્દિક યાજ્ઞિક, જગદીપ ઉપાધ્યાય, સોલિડ મહેતા, શકીલ કાદરી, જસવંત મહેતા, વિમલ અગ્રાવત તથા જિતેન્દ્ર પ્રજાપતિ કવિ સંમેલનમાં          Akshar Parva Kavi Sammelan in Full Swing …. Click on the image to see full size image

અક્ષરપર્વને સતત આશિર્વાદ, શુભેચ્છાઓ અને પ્રોત્સાહન બદલ ડૉ. નિરંજન રાજ્યગુરૂ, ગૌરાંગભાઈ ઠાકર, ધ્રુવભાઈ ભટ્ટ, અરુણભાઈ અને મીરાબેન ભટ્ટ, ખલિલ ધનતેજવી સાહેબ, શકીલ કાદરી સાહેબ, હરીશભાઈ ત્રિવેદી ‘અલ્પ’ એ સૌનો અંતઃકરણપૂર્વક આભાર. આ સૌ વડીલોના આશિર્વાદ અને પ્રોત્સાહન સતત મળતા રહ્યાં છે.

આ ઉપરાંત ‘સોલિડ’ મહેતા, જસવંતભાઈ મહેતા, જગદીપભાઈ ઉપાધ્યાય, ડૉ. દીનાબેન, તહા મન્સૂરી, વિમલ અગ્રાવત, જીતેન્દ્ર પ્રજાપતિ, ગૌરાંગીબેન પટેલ, અશ્વિનભાઈ તથા મીનાક્ષીબેન ચંદારાણા, આ સૌએ પોતાનો કીમતી સમય ફાળવી, ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી છે. અક્ષરનાદના અવિભાજ્ય સંપાદક ગોપાલભાઈ પારેખ, આમંત્રણપત્રો તૈયાર કરી કોઇ પણ વળતર વગર છાપી આપનાર મિત્ર અને સૂરતથી પ્રસિદ્ધ થતાં જીવનયાત્રી સામયિકના તંત્રી શ્રી મનોજ ખેની, કાર્યક્રમના આયોજનમાં મહેનત કરનાર અને કપરા સંજોગોને લઇને ઉપસ્થિત ન રહી શકનાર શ્રી તરુણ મહેતા, વડોદરાના ડૉ. અંકુરભાઈ દેસાઈ, આખાય કાર્યક્રમના સૂત્રધાર અને સંચાલનમાં પોતાના મખમલી અવાજ વડે જાદૂ પાથરનાર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક, વાંસળીવાદક શ્રી પ્રસાદભાઈ સાઠે, સુરીલા કંઠે આ સંધ્યા દિપાવનાર શ્રી રાહુલભાઈ રાનડે તથા અવસર વડોદરાના કિરણ નવાથે, પ્રેરણાબેન વૈદ્ય અને જલ્પાબેન કટકીયા, સતત મદદ બદલ પૌલિન શાહ, કુશ, જૈમિન, જનકભાઈ, શ્રેયસ વિદ્યાલયના આચાર્ય શ્રી હિરેનભાઈ જાની, આ કાર્યક્રમ માટે અમુક અંશે આર્થિક મદદ આપનાર ચિરાગ કન્સ્ટ્રક્શનના મિત્રો તથા હોલના ભાડાખર્ચમાં અડધું ભારણ ઘટાડવા બદલ બાબજી જ્વેલર્સવાળા શ્રીમતી એસ. એમ પારેખ, વાહનવ્યવસ્થા બદલ શ્રી બાબુભાઈ, વિડીયોગ્રાફી બદલ રંગોલી સ્ટૂડીયો વડોદરાના મિત્રો, અનેક આયોજનમાં મદદ કરનાર પ્રશાંત સોમાણી તથા જિજ્ઞેશ પારેખ ‘માનવ’, પીપાવાવના મિત્રો શ્રી માયાભાઈ વાઘ અને મૂળૂભાઈ વાધ તથા

Akshar Parva Kavi Sammelan in progression…

સાઊન્ડ સિસ્ટમ અને કીબોર્ડ તથા તબલા પર સંગત આપનાર મિત્રોનો આભાર માનવા શબ્દો જડે તેમ નથી. વડીલ કવિમિત્રોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અક્ષરનાદની શોભા વધારી છે અને તેમની સહ્રદયતાનો સતત અહેસાસ કરાવ્યો છે. તો સાથે પોતાના પ્રસંગ જેવો ઉત્સાહ બતાવીને આયોજનને પરીણામે થયેલ ગૂંચવણ અવગણનાર મિત્રયુગલ શ્રી હિરેન શાહ અને સ્નેહા શાહનો આભાર પણ કયા શબ્દોમાં વ્યક્ત કરવો.

આ ઉપરાંત જેમની વિશેષ ઉપસ્થિતિએ આનંદ આપ્યો તેમાં ઈ-મેલ / બ્લોગર મિત્ર વડીલ શ્રી માર્કંડભાઈ દવે તથા અક્ષરનાદ પર શિવસૂત્ર પૂર્વભૂમિકા અને જ્ઞાનનો ઉદય – એ બે પુસ્તકો આપનાર શ્રી મહેન્દ્રભાઈ નાયકનો આભાર તથા પાકટ ઉંમર હોવા છતાં આ બંનેએ અહીં ઉપસ્થિત રહેવા તેમણે લીધેલી તકલીફ અને દર્શાવેલી સહ્રદયતાને શબ્દોમાં વ્યક્ત કરી શકીશ નહીં. આ ઉપરાંત મારા સમગ્ર પરિવારે આ સમયે પડખે રહીને જે રીતે મદદ કરી છે તે પણ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.

અક્ષરનાદ પાસેથી અમને ઘણી અપેક્ષાઓ છે, અને આ વડીલો – મિત્રોના માર્ગદર્શનથી એમાં ઘણું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળશે. અક્ષરનાદ આપના સહયોગથી આમ જ સતત ચાલી શકે તે જ અભ્યર્થના સાથે ઈ-મેલ, ફેસબુક અને ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવનાર મિત્રો અને એ સિવાય પણ અહીં જેમના નામ નથી લઈ શક્યો તે સૌ શુભેચ્છકોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

આ આખોય કાર્યક્રમ સોમવારથી અક્ષર સ્વરૂપે તથા વિડીયો સ્વરૂપે સમયાંતરે આપ અક્ષરનાદ પર માણી શક્શો.

આભાર,

જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
અક્ષરનાદ


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “એક અવિસ્મરણીય ઉત્સવ ‘અક્ષર પર્વ’ – અક્ષરાંજલી

 • mazhar parekh

  તમે જે કૈ કરિ રહ્યા તે કરો, સફલતા તમને મલે તેવિ પ્રાર્થના

  મઝહર પારેખ ના અભિનનદન.

 • NIRMIT DAVE

  Dear Jigneshbhai,
  Heartly congratulations to all Aksharnaad team and the members for 5th “birthday” of our highly FAVORABLE SAHITYA website…missing this programme is very much painfiul….

 • Markand Dave

  પ્રિય શ્રીજિજ્ઞેષભાઈ,

  આપ સહુ સાહિત્યરસિક મિત્રોને મારી શત-શત શુભેચ્છાસહ.

  બાય ધ વૅ,થાક ઓગળ્યો?

  માર્કંડ દવે.

 • himanshu patel

  અધધધ કવિતા કાવ્યો અને ઉત્સવ-હતો શબ્દનો આનંદ.ચોક્કસ ગમશે તેમને સાંભળવાના.

 • Capt. Narendra

  હાર્દિક અભિનંદન, જીજ્ઞેશભાઇ.
  ‘અક્ષરનાદ’ પરિવારના સમ્મેલનની સફળ અને સુંદર ઉજવણીનો આનંદ દૂરથી માણ્યો. આપના અભિયાનની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા!

 • Yogesh Chudgar-Chicago US

  જિજ્ઞેશનભાઇ,
  અક્ષરપર્વ ની શાનદાર ઉજવણી બદલ અભિનંદન. પ્રત્યક્ષ તો માણી ન શકાયું, પરંતુ તસ્વીરો જોઇ લાગે છે કે કાંઇક ગુમાવ્યું. છતાં વીડીયો મારફતે પ્રસંગ માણી શકાશે તે જાણી ઉત્સુકતા વધી ગઇ.

  અક્ષરનાદની ભાવી યાત્રાને શુભેચ્છાઓ.

 • Kalpesh

  Jigneshbhai,

  Congratulation,

  Aape to Amantran apyu hatu, parantu marathi j avi sakayu nahi e badal apni kshama magu, ane me ek saras maja no karyakam khoyo

  one again Jigneshbhai I am heartly Sorry

  Kalpesh