પ્રિય મિત્રો,
અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો સતત યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે, અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે ચોથા દિવસે પ્રથમ વિડીયોમાં હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા ‘સૂર ઉમંગી’ સંગીત સંધ્યા પર્વ અંતર્ગત મેં ગાયેલું શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની રચના એવું “ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ….” પ્રસ્તુત કર્યું છે.
બીજું ગીત વડોદરાના શ્રી પ્રેરણાબેન વૈદ્ય દ્વારા તથા ત્રીજું અને સંગીત સંધ્યાનું અંતિમ ગીત મિત્ર શ્રી કિરણભાઈ નવાથે ના સ્વરમાં રજૂ કર્યું છે. સૂર ઉમંગી – સંગીત સંધ્યાના વિડીયો આ સાથે પૂર્ણ થાય છે. આવતીકાલથી કવિ સંમેલનના વિડીયો માણી શકાશે.
વિડીયો ૧ –
વિડીયો ૨ –
પ્રતિભાવો આવકાર્ય છે.
જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
આ પ્રકારની પોસ્ટ એ ખરેખર એક ઉત્તમ પ્રયાસ છે અને હું તે માટે અક્ષરનાદ ને બિરદાવું છું.
પરંતુ જો AUDIO ની સાથે સાથે ગીતો ની SCRIPT એટલે કે લેખીત લીપીમાં પણ જો આપવામાં આવે તો મારા જેવા ઘણા ને તે ખુબ જ ઉપયોગી થઈ પડે. તો તે બબત વિચારવા મારી નમ્ર વિનંતી.
dost tamara nijanandma amaro bijanand chhe dr.rajnikantpatel