સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મનોજ ખંડેરિયા


1 comment
આજે પ્રસ્તુત છે ફક્ત ત્રણ વર્ષાકાવ્યો, દેવિકા ધૃવ, પ્રજારામ રાવળ અને મનોજ ખંડેરિયાની આ સુંદર રચનાઓ છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલા વર્ષાકાવ્યોની આ મજલિસને અનોખા રંગે રંગીને તરબરત રસસભર કરશે એ ચોક્કસ. આપને આ ઈ-વર્ષાઋતુ કેવી લાગે છે તે ચોક્કસ કહેશો.

ત્રણ વર્ષાકાવ્યો (ભાગ ૬) – સંકલિત


3 comments
શ્રી રાજેન્દ્ર શુક્લ જેમના માટે કહે છે, 'કરતાલ, કરતાલ વિષે જબ અલખની ખોજ હશે, દેખાય ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.' એવા આપણી ભાષાના પ્રયોગશીલ કવિતાના - ગઝલના એક અગ્રગણ્ય સર્જકની બે ગઝલો આજે પ્રસ્તુત છે. પ્રથમ ગઝલ 'સાચવી રાખો...' માં અંતરના સૂક્ષ્મતમ ભાવોને ટકાવી રાખવાની સરસ લાગણીશીલ વાત તેઓ કરે છે. દરેક પ્રકારના ભાવની, લાગણીની પોતાની આગવી જરૂરત છે અને એ જરૂરતોને જાળવેલી સંવેદના વડે પૂરી કરવાની વાત અહીં ખૂબ સરસ રીતે રજૂ થઈ છે, તો બીજી ગઝલમાં 'શું ચીજ છે' શબ્દોના અનોખા ઉપયોગથી એ જ આંતરીક ભાવોની અભિવ્યક્તિ તથા કલ્પનાની - રૂપકોની મનોહર રજૂઆત દરેકે દરેક શે'ર પર ભાવકને 'વાહ..' કહેવા મજબૂર કરી દે છે.

બે ગઝલો – મનોજ ખંડેરિયા


5 comments
છલકતું તળાવ એમ છલકાય ટહુકો પળેપળને ભીની કરી જાય ટહુકો. મહકતો રહે ફૂલ-ગજરની માફક હવામાં શી તાજપ ભરી જાય ટહુકો. તુટી પડશે તરડાઇને નીલિમા કંઇ જરા પણ જો નભ સાથે અફળાય ટહુકો. તમે મૌન દોરા સમું જો કરીને પરોવી શકો તો પરોવાય ટહુકો. ફૂટી નીકળે પાંખનું પીછું થઇને વિહગના ગળામાં જો રહી જાય ટહુકો. બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો. કોઇ મોરપીંછાંને મૂંગું કરી દો હવે મુજથી એકે ન સચવાય ટહુકો.  -મનોજ ખંડેરિયા

ટહુકો – મનોજ ખંડેરિયા