ટહુકો – મનોજ ખંડેરિયા 5


છલકતું તળાવ એમ છલકાય ટહુકો

પળેપળને ભીની કરી જાય ટહુકો.

મહકતો રહે ફૂલ-ગજરની માફક

હવામાં શી તાજપ ભરી જાય ટહુકો.

તુટી પડશે તરડાઇને નીલિમા કંઇ

જરા પણ જો નભ સાથે અફળાય ટહુકો.

તમે મૌન દોરા સમું જો કરીને

પરોવી શકો તો પરોવાય ટહુકો.

ફૂટી નીકળે પાંખનું પીછું થઇને

વિહગના ગળામાં જો રહી જાય ટહુકો.

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત

લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો.

કોઇ મોરપીંછાંને મૂંગું કરી દો

હવે મુજથી એકે ન સચવાય ટહુકો. 

-મનોજ ખંડેરિયા


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ટહુકો – મનોજ ખંડેરિયા

 • jagdish soni

  adil shaheb visha ja lekhia ta thodu cha. last sunday in ahm sradhanjel sabha was organised by sahitya chora at ashram road.many well khown personaliies has paid their homage to Sir Adilji . the sabha was stated by few well known ghazals performed by shi Nayenesh JAni & shoumil Minshi. try to arrnge such sabaha in your city will be actual shradhanjali to this great syarer thankyou for the ghazal in your blog
  jhsoni

 • bhargav

  સરસ!! શબ્દે શબ્દે સાહિત્ય નો ટહુકો.
  જીગ્નેશભાઈ, ગઈકાલે મારા મિત્ર તરફ થી ઈ-મેલ મળી. શું આ વાત સાચી છે?

  ફરીદ મહંમદ ગુલામનબી મન્સૂરી એટલે કે ‘આદિલ’ મન્સૂરી ગઈકાલે હૃદયરોગનાં હુમલાને કારણે જન્નતનશીન થયાં છે. ‘નદીની રેતનું નગર’ અમદાવાદ આજે ડૂસકે ચઢ્યું છે કારણ તેને ખબર છેકે ‘આદિલ’ની ગઝલ હવે મળે ન મળે……એવી શક્યતા પણ તેઓ મૂકી નથી ગયાં. તેમનાં જન્મદિન(૧૮-૫-૧૯૩૬)નાં જ તેમને વર્ષ ર૦૦૮ નો ‘વલી’ ગુજરાતી ગઝલ ઍવોર્ડ અર્પણ કરવામાં આવ્યો અને તે નિમિત્તે ભાઈકાકા હૉલ, અમદાવાદ ખાતે યોજાયેલ સમારંભમાં હાજરી આપવા આવેલાં ત્યારે તેમની કલમ અમદાવાદનો પ્રેમ ફરી કાગળ પર ઉતારે છે. ન્યુયોર્કથી અમદાવાદ પ્લેનમાં આવતાં ૧૬ મે, ૨૦૦૮ના લખેલ તેમની એક ગઝલ …!! ખુદા તેમનાં આત્માને શાંતિ બક્ષે તેવી દુઆ….!!

  પહેલાં અહીં ગઝલની અવરને જવર હતી,
  ચાલો છો આપ ત્યાં તો વલીની કબર હતી.

  નીચી નજર કરી અમે બેસી રહ્યાં હતાં,
  નારાજગી તમારી તો કારણ વગર હતી.

  એનાં હજાર હાથનું રક્ષાકવચ ને હૂંફ,
  ને દેખરેખ રાખતી એની નજર હતી.

  સંકેલવા મથી રહ્યો લંબાતી વારતા,
  થોડી ઈધર હતી ને થોડી ઉધર હતી.

  કૂત્તે પે સસ્સા આયા તો એક શહર બસ ગયા,
  માટીના મૂળમાં જ નિરાળી અસર હતી.

  ‘આદિલ’ વતનમાં તાણી લઈ આવી આખરે
  ગુર્જરગિરાની કેવી તિલસ્મી અસર હતી.

  – ‘આદિલ’ મન્સૂરી

  જો આ વાત સાચી હોય તો એમના વિષે કાંઈ લખવુ ઘટે.

  ભાર્ગવ.