સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રીતેશ મોકાસણા


ચૂંદડી નીતરે તરબોળ.. (વાર્તા) – રીતેશ મોકાસણા 5

‘ચૂંદડી નીતરે તરબોળ’ એક માછીમાર ભાઈ બહેનની કથા છે. ગરીબી કે અભાવોની વચ્ચે પણ જીવન પ્રેમ અને સ્નેહ શોધી જ લેતી હોય છે, એકબીજાનો સહારો એવા આ ભાઈ બહેનના જીવનના કેટલાક પ્રસંગો, તેમની કસોટીની ક્ષણો અને હર્ષ-શોકના આંસુઓ વચ્ચે વહેતી આ વાર્તા એ જ ગ્રામ્ય ભાષામાં જીવનને ઉજાગર કરી આપે છે. રીતેશભાઈ મોકાસણા અક્ષરનાદ પર સમયાંતરે તેમની કૃતિઓ પ્રસ્તુત કરતા રહે છે, આ જ શ્રેણીમાં તેમની આ સુંદર વાર્તા આજે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


સંસ્કૃતિ (વાર્તા) – રીતેશ મોકાસણા 7

રીતેશભાઈની આ વાર્તા ઘણા સમય બાદ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. ગામડામાં જન્મીને ઊછરેલી સંસ્કૃતિને શહેરી જીવનનો લાગેલો ચસકો તેને અને તેના પરિવારને કઈ રીતે પરેશાન કરે છે, અને તેમાંથી તેઓ કઈ રીતે મુક્ત થઈ શકે છે એ જ આ વાર્તાનો મુખ્ય સાર છે. રીતેશભાઈ તેમની આ કૃતિઓ દ્વારા સર્જનના નવા પાઠ સતત શીખતા રહે, વાચકોના પ્રતિભાવો તેમને વધુ સરસ અને ઉપર્યુક્ત સર્જન કરવા પ્રેરતા રહે એ જ આશા સાથે આજે આ કૃતિ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા બદક રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


ભમરડો (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 8

ગામના પાદરે લીમડાનું ઘેઘૂર ઝાડ છે, અડીને તળાવ આવેલું છે. તળાવની પાળ ફરતે અનેક ઝાડની હાર ગામની શોભા વધારી રહ્યાં છે. નાના ભૂલકાઓ જ્યાં ત્યાં રમતા દેખાય છે. ગામ તો બહુ નાનું છે. પણ તેની શોભા ઘણી અનેરી માલૂમ પડે છે. ક્યાંકથી કોયલ નો અવાજ આવે છે તો ક્યારેક વળી મોરના ટહુકા પણ સંભળાય છે. સાંજે મનોહર આરતીની ઝાલર ને ઘંટારવનો નાદ દિલમાં અનોખી તૃપ્તિનો ભાવ પેદા કરે છે. સર્વે લોકો એકબીજા સાથે સંપ અને સહકારની ભાવનાથી રહે છે. આજે પણ તળાવની પાળ પર નાના ભૂલકાઓ રમી રહ્યા છે…..


પ્રેમ ઝંખના… – રીતેશ મોકાસણા 9

ઉત્તરાર્ધમાં મારી નજરો ઊંડે ઊંડે જાય છે પણ એ થોડી વાર માટે અટકી જાય છે. નિરીક્ષણ કરે છે ને વળી આગળ ધપે છે. લાંબી દોડાવેલી નજરોને પાછી વાળવા પ્રયત્ન કર્યો કારણ કે પછી સંકેલતા કંટાળો આવશે એમ માની એને સ્થિર કરી. દૂર દૂર ક્ષિતિજમાં કંઈ ને કંઈ ફેલાયેલું છે. એની પાછળ કુદરતનો જ હાથ છે પણ એમાં મારી નજરો વેરવિખેર કેમ? એને કોઈ સાંત્વન નથી. ઝંખના તો ઘણી છે પણ આશ્વાસન નથી, આકાંક્ષા ઘણી છે પણ તરફદારી નથી, કારણ નજરો લાચાર છે, ગરીબ છે, અસહાય છે. નજરોને મેં કેટલીયે વાર વિનવી છે કે બધી જીજ્ઞાસા છોડી દે, ફાની વિચારો મૂકી દે પણ એ તો માનતી જ નથી. બસ ઘૂરક્યા જ કરે છે.


માણી લઉં હું આજને… (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 12

સામાન્ય રીતે વાર્તાની ઝડપ એટલી હોવી જોઈએ કે તેના વિષયવસ્તુને પૂર્ણપણે વાચક સુધી પહોઁચાડી શકાય, અતિશય ઝડપથી વહેતા પ્રસંગો અને સંવાદો વાર્તાનું સ્વરૂપ થોડુંક ગૂંચવણભર્યું કરી શકે છે. રિતેશભાઈની વાર્તાઓ ઝડપી હોવા છતા આ બાબતોને સફળ રીતે સંભાળી શકે છે. જો કે આજની વાર્તામાં એક સમજદારી ભર્યા સંબંધ વિશેની વાત તેઓ અનોખી ધીરજથી અને તેમની કાયમી ઝડપી ગતિ વગર કહે છે, વાર્તામાં એક અનોખો ઠહેરાવ આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


ઉત્કંઠા (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 5

રીતેશભાઈની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકમિત્રોને પસંદ પણ આવે છે. આજે એક ખૂબ સાદી પૃષ્ઠભૂમીમાં ઉભી કરેલી આ વાર્તા સાચા પ્રેમની – વિશુદ્ધ પ્રેમની એક સરસ વાત લઈને આવે છે. આજના સમયમાં જ્યાં પ્રેમને સાવ તકલાદી, ચીલાચાલુ અને ઉપભોગની વસ્તુ ગણવામાં આવે છે ત્યારે આવી વાર્તાઓ એક સરળ અને સહજ માર્ગ તરફ આંગળી ચીંધે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


તનુ ડોશી (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 6

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત અને કલમ ચલાવવાનો આનંદ. લખવાનો તેમનો પ્રયત્ન આજે ફરી એક વાર આપણી સાથે તેઓ વહેંચી રહ્યા છે. આ પહેલા અક્ષરનદ પર તેમની એક વાર્તા આવી ચૂકી છે. આજની તેમની કૃતિ વર્ણવે છે એક યુવતીની વાતને, એક ઉંમરલાયક – જેલમાં જ જીવન વીતાવીને વૃદ્ધત્વ પામેલી વૃદ્ધાની લાગણીઓ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.


રે મન ! (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 10

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત ખરી. લખવાનો તેમનો પ્રયત્ન આજે સૌ મિત્રો સાથે તેઓ વહેંચી રહ્યા છે. તેમની કૃતિ વર્ણવે છે એક યુવતી પોતાના લગ્નની પહેલી રાત્રે પતિની રાહ જોવા દરમ્યાન મળેલી થોડીક ક્ષણોની વિચારધારા, એ પળોની લાગણીનું મિશ્રણ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.