સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જે. કૃષ્ણમૂર્તિ


તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો? – જે. કૃષ્ણમૂર્તિ, અનુ. હર્ષદ દવે 8

જીવનની મઝા તેને જીવવામાં છે, જ્યારે જીવનમાં ભય, અનુકરણ કરવાની તાલીમ મળી હોય ત્યારે આપણે ખરેખર જીવન જીવતા નથી હોતા. કોઈનું દાસત્વ કે આધિપત્ય સ્વીકારી તેને અનુસરવું એ જીવન નથી. તમે જાતે નિરીક્ષણ કરશો તો જણાશે કે આપણે બીજાને અનુસરીએ છીએ અને તેને ‘જીવન’ કહીએ છીએ. મન શા માટે કોઈને અનુસરે છે? તે પ્રક્રિયાને સમજવામાં તેનાથી મુક્તિ મળે છે. કારણ કે આપણે ગૂંચવણમાં છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણે શું કરવું તે આપણને બીજું કોઈ કહે. તેથી જ આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક ગુરુઓ દ્વારા આપણું શોષણ થાય છે. સફળતાની પાછળ પડવું એ જીવન નથી. આપણે જીવનના મહત્વને જાણતા નથી. આપણે જાણીએ છીએ માત્ર ભયને અને સિદ્ધાંતોને.
જીવન અસાધારણ ચીજ છે. જીવનનો હેતુ શો છે તેની ચર્ચા કરતાં આપણે એ શોધવાનું છે કે આપણે જીવનનો શો અર્થ કરીએ છીએ. શબ્દકોશ પ્રમાણે નહીં. જીવનમાં રોજીંદી ક્રિયાઓ, રોજના વિચારો, લાગણી વગેરે છે. તેમાં સંઘર્ષ, પીડા, દુખો, છળ-કપટ, ચિંતા, ઓફિસનું કામ પણ છે. આ બધાનો સરવાળો એટલે જીવન. જીવન માત્ર ચેતનાનું પડ નથી. તે લોકો અને વિચારો સાથેનો આપણો સંબંધ છે.


અન્વેષણ – જે. કૃષ્ણમૂર્તિ, અનુવાદ : હર્ષદ દવે / ભરત કાપડીઆ 1

જે. કૃષ્ણમૂર્તિના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. થિયોસોફીકલ સોસાયટીના એન્ની બેસન્ટે કૃષ્ણમૂર્તિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો, જેમના મતે શ્રી કૃણમૂર્તિ વિશ્વ સમક્ષ સાચા જ્ઞાનનો પ્રચાર કરનાર વાહક બનવાના હતાં. વિશ્વભરમાં કૃષ્ણમૂર્તિ એક મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર પામ્યા છે. તેમણે કોઈ પણ ધર્મ કે ફિલસૂફીને સવિસ્તાર સમજાવવાનો યત્ન નથી કર્યો, પરંતુ આપણને રોજીંદા જીવનમાં લાગૂ પડતી વાતો, હિંસા અને ભ્રષ્ટાચારના વ્યાપ સાથે જીવન જીવવા આડે આવતા વિઘ્નો અંગે તેમણે વાતો કરી. માનવજાતને ડર, ગુસ્સો અને દુઃખોથી મુક્ત થઈને જીવવાની જરૂરત પર ભાર મૂક્યો. કોઈ પણ ધર્મ કે રાજકીય ક્ષેત્રની વાત ન કરતા તેમણે એવા તત્વોને માણસજાતને વિભાજીત કરતા પરિબળો ગણાવ્યા. બહુ ઓછા વાચકો જે. કૃષ્ણમૂર્તિથી કે તેમના બોધથી પરિચિત હશે અને તેથી પણ ઓછા લોકોને એ ખબર હશે કે તેમણે એક સમયે કાવ્યો પણ લખ્યા હતાં. આજે તેમનું એક કાવ્ય – શાશ્વતીનું – સમજીએ. આ કાવ્યનો અનુવાદ શ્રી હર્ષદ દવે અને શ્રી ભારત કાપડિયાએ કર્યો છે જે ‘નવનીત સમર્પણ’ એપ્રિલ ૧૯૮૯ માં પ્રકાશિત થયો હતો.