શ્રી ધ્રુવભાઈ ભટ્ટના આ અદ્વિતિય કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની પરવાનગી આપવાના ઋણસ્વીકાર અને અક્ષરનાદ પ્રત્યેના તેમના સ્નેહને વંંદન સહ પ્રસ્તુત છે મારી અતિપ્રિય કથા.. ‘તત્ત્વમસિ’
આ પુસ્તક ઑનલાઇન ખરીદવા અહીં ક્લિક કરો… https://amzn.to/3nYyVyB
Tatvamasi
by Dhruv Bhatt
dhruv561947@gmail.com
COPYRIGHT © DHRUV BHATT
All rights reserved.
The copyrights of this book are owned by the person(s) mentioned in the above notice. No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means, mechanical, electronic, photocopying, recording or otherwise without the prior written permission of the copyright holder(s). e-Shabda can identify and legally challenge any such infringement viz. illegal distribution / copies / usage of this restricted material.
ISBN: 978-93-84604-17-2
ભારતવર્ષના ઉત્તર અને દક્ષિણ ભાગને
સાંધતી-બાંધતી, ઉભયાન્વયી,
ભુવનમોહિની મહાનદી
નર્મદાને…
આ લખાણ વિશે..
નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદાતટે રહેનારાં – રહેલાં ગ્રામજનો, મંદિર-નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો, મારી કલ્પના ઉપરાંત, સમાવેશ કર્યો છે. સાઠસાલીની વાત પશ્ચિમ આફ્રિકાની ડૉગૉન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે.
આ દેશને, તેની પરમસૌંદર્યમય પ્રકૃતિને અને તેનાં માનવીઓને હું અનહદ ચાહું છું. હું આ દેશનું, મારી ઇચ્છા છે તેટલું અટન – દર્શન કરી શક્યો નથી. જેટલું ફર્યો છું એટલા-માત્રમાં પણ મને માણસે-માણસે જીવનના જુદાજુદા અર્થો મળ્યા છે. બીજા દેશો મેં જોયા નથી. જોયા હોત તો ત્યાં પણ આવો જ અનુભવ થાત તેવો વિશ્વાસ ઊંડે ઊંડે છે.
કિશોર-અવસ્થાથી મને બે પ્રશ્નો મૂંઝવતા આવ્યા છે:
જે માનવીઓ કદી પણ શાળાએ કે ગુરુ પાસે ગયા જ નથી તેમણે જ ભારતીય જ્ઞાનનાં આધારરૂપ મનાતાં લખાણોને સર્જનબળ પૂરું પાડ્યું હોય અને તેને જીવંત રાખવામાં સિંહભાગ પણ તેમનો જ હોય તેવું મને કેમ લાગે છે?
અલગ ભાષા, જુદાં રીતરિવાજો, જુદા ધર્મો અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભાતીગળ પ્રજામાં કંઈક એવું છે જે દરેક માણસમાં સરખું જ જડે છે. તે શું છે? – આનો ઉત્તર મને કદીક, ક્યારેક તો મળશે… કદાચ મારી આ જિજ્ઞાસા આ લખાણનું નિમિત્ત બની હોય.
આથી વધુ આ લખાણ વિશે નથી મારે કંઈ કહેવાનું, નથી કોઈ પાસે કંઈ કહેવરાવવાનું.
– ધ્રુવ ભટ્ટ
* * *
તત્ત્વમસિ
જોઉં છું મને સતત…
પારદર્શક પવનના અગોચર આયામની જેમ
ફેલાતી જાય છે તું
અનંતમાં.
દૃશ્ય-અદૃશ્ય તરંગલીલામાં
લહેરાઈ-વહેરાઈને
સર્જન-વિસર્જન પામતાં
અસંખ્ય રૂપ-સ્વરૂપોને જોઉં છું
પણ ઓળખી શકતો નથી.
પાંપણની પાછળ ઊઘડતી અજાણભૂમિ પર
શુભ્રતમ પુષ્પો ને અશ્રુતપૂર્વ અવાજોની
ગૂઢ વનરાજિમાં
પીછો કરું છું તારો.
દોડું છું, ઊડું છું, તરું છું
થઈ પાષાણ ઊભો રહું છું
ને કોઈ દિવ્ય પળે
વેરાઈ જાઉં છું રેત બની.
ઊપસે પગલાંની છાપ, લાગે હળુ ભીનો ભાર
પણ પકડી શકતો નથી એક પણ વાર.
કણકણમાં ઊઘડે છે કથાનું એક પડ
ને અક્ષરે-અક્ષરે ઊછળે છે એ જ તારું જળ.
- મહેન્દ્ર ચોટલિયા
ઋણસ્વીકાર…
મારા આ લખાણને ધારાવાહિક-સ્વરૂપે પ્રકાશિત કરનાર ‘નવનીત-સમર્પણ’, ભારતીય વિદ્યાભવન તથા શ્રી દીપક દોશીને આ પળે યાદ કરું છું.
શ્રી મહેન્દ્ર ચોટલિયાએ સાથે બેસીને, ચર્ચા કરીને મારા લખાણને મઠારવામાં એટલો મોટો ફાળો આપ્યો છે કે તેનો સમાવેશ સર્જનપ્રક્રિયામાં થઈ શકે.
શ્રી નરેશભાઈ વેદ અંગત રસ લઈને મને માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમનાં સૂચનો મને ઘણાં ઉપયોગી થયાં છે.
શ્રી અંજનીબહેન નરવણે, જેમણે મારા અગાઉના લખાણ ‘સમુદ્રાન્તિકે’નો મરાઠી અનુવાદ કર્યો છે, તેઓએ આ લખાણ ‘નવનીત-સમર્પણ’માં વાંચીને, પૂનાથી પત્રો લખીને મને ઉપયોગી માહિતી અને સૂચનો આપ્યાં છે.
મારાં અંગત સ્વજનો શ્રી રેખાબહેન મહેતા, શ્રી જયંતભાઈ ઓઝા, શ્રી અશોકપુરી ગોસ્વામી મારી કૃતિઓ વાંચી-સાંભળીને મને પ્રોત્સાહન આપતા રહ્યા છે.
આ પુસ્તકનું મુખપૃષ્ઠ તૈયાર કરવા માટે ફોટોગ્રાફર શ્રી સુરેશ પારેખ તથા અક્ષરાંકન કરનાર શ્રી કનુ પટેલનું હું આદરથી સ્મરણ કરું છું.
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય વતી શ્રી મનુભાઈ શાહે તથા શારદા મુદ્રણાલય વતી શ્રી રોહિતભાઈ કોઠારીએ મને ઘણી સહાય કરી છે.
કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન ગણાય તે સાથે હું સહમત થઈ શકતો નથી. એક માણસને મળેલા જાણ્યા-અજાણ્યા માણસો, તેના કામ માટે બળ પૂરું પાડતા પ્રસંગો અને અન્ય કેટલાંય પરિબળોની અસર તળે કૃતિનું પોત બંધાય છે.
આ રીતે આ લખાણ પણ એક સહિયારું સર્જન છે.
– ધ્રુવ ભટ્ટ
અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાંચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે. |
---|
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai |
Name of the Bank HDFC bank |
Account number : 01831930001854 |
IFSC : HDFC0000183 |
Branch : Lambhvel Road, Anand. |
Type of Account : Saving |
વાચકોની સુગમતા માટે અમે તત્ત્વમસિ નવલકથાને નીચેની કડીઓ મુજબ ઓનલાઈન મૂકી છે. નીચે આપેલી ક્રમ મુજબની કડી પર ક્લિક કરીને આખી નવલકથા વાંચી શક્શો. (કડીઓ – આખી નવલકથા ઓનલાઈન)
Thanks for this Tatvamasi Book. Read it today in one seating. Experienced like real tour visit of Maa Narmada- REVA.I had visited Chanod and Malsar in past. had also attended “Gyan yagna Shivir – “Narad Bhakti Sutra by Swamini Vimalanandini ji of organized Chinmay Mission.-
‘Mafat ma na vanchay. (Ful nahi pan ful ni pankhadi -sent in Your HDFC Bank A/c today 11 January 2021 by online NEFT from Bank Of India. Just check-confirm having it received.
R K Patel-Miami, FL, USA.
ધ્રુવદાદા અને અક્ષરનાદનો આભાર માનીએ એટલો ઓછો કે આવી સર્વોત્કૃષ્ટ રચનાઓ નેટના આંગણે પહોંચાડે છે. દિલથી આભાર.
sir
we ( with Family ) have seen movie REVA.very much impressed.
i assumed that REVA is the copy of your Great book TATAVMASHI.
If Film maker has the missed some stuff by some reason or not. Then only to cover up the subject Tatavmashi is to be repeat again by enjoying reading.
Lot of Thanks that Dhruve shab had contributed for MAA NARMADA.( holy river of Gujarat-India )