અક્ષરનાદને મળ્યો ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity 2012-13’ 56


પ્રિય વાચકમિત્રો,

અક્ષરનાદને ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity ૨૦૧૨-૧૩’ આપવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે દિલ્હીના લોધી રોડ પર આવેલ ચિન્મય મિશનના ઑડીટોરીયમમાં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં અનેકવિધ વિભાગમાં પશ્ચિમ અને ઉત્તર વિભાગના લગભગ ૧૭૦૦થી વધુ નોમિનેશન્સમાંથી અને અનેકવિધ કેટેગરીના ૮૦ વિજેતાઓ સાથે અક્ષરનાદને પણ આ પુરસ્કાર મળ્યો. આ માટે અક્ષરનાદ અંતઃકરણપૂર્વક આભાર માને છે પોપ્યુલેશન ફર્સ્ટ એનજીઓ અને હરિતાબેન તલાટીનો. ઉપરાંત લાડલી મીડીયા એવોર્ડ જ્યુરી ડૉ. રઘુવીર ચૌધરી (નવલકથાકાર, કવિ, સાહિત્યકાર તથા ગુજરાતી સાહિત્યક્ષેત્રનું ખૂબ જાણીતું નામ), ડૉ. ઈલા જોશી (સેન્ટર ફોર કમ્યુનિકેશન ડેવલપમેન્ટ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ), બેલા ઠાકર (આસિસ્ટન્ટ એડીટર, નવગુજરાત સમય), વૃંદા મનજીત (લેખિકા, પત્રકાર) અને સુધીર રાવલ (‘આરપાર’ સાપ્તાહિકના તંત્રી) આ સર્વેનો પણ ખૂબ આભાર.

Laadli media award to aksharnaad Gujarati webportal

Getting award on behalf of aksharnaad from (left to right) Dolly Thakore, National Coordinator of Laadli Media Awards, columnist, social activist Ms. Sindhushree Khullar, Secy. Planning Commission and Dr. A L Sharada, Director of Population First.

સૌપ્રથમ તો આ એવોર્ડ માટે મારા સિવાય જે લેખકોની સ્ત્રી સંવેદનો અને સ્ત્રીઓની વાત મૂકતી જે કૃતિઓ અહીં પાઠવી હતી અને વિજેતા નીવડી એ સર્વે મિત્રો – નિમિષાબેન દલાલ, દુર્ગેશભાઈ ઓઝા, ડૉ. હાર્દિકભાઈ યાજ્ઞિકનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આભાર એ સર્વે વાચકોનો જેમના લીધે અક્ષરનાદ આજે એક રાષ્ટ્રીય મંચ પર આ એવોર્ડ સુધી પહોંચી શકી. સર્વે વાચકમિત્રો, પ્રતિભાવકો, લેખકમિત્રો અને શુભેચ્છકોનો અંતઃકરણપૂર્વક આભાર. તો આભાર એવા મિત્રોનો પણ જેઓ આજે અક્ષરનાદની સાથે નથી પણ તેમની પોતાની અંગત અપેક્ષાઓ અને આકાંક્ષાઓને લઈને વધારેલા દબાણને અક્ષરનાદે હકારાત્મક રીતે લઈને તેમની ગેરહાજરીને પણ આગળ વધવા માટે સ્વીકારી છે.

Laadli media award trophy to aksharnaad

Laadli media award trophy to aksharnaad

નોંધશો કે આ પુરસ્કારમાં, સર્ટિફિકેટમાં કે નોમિનેશનમાં – ક્યાંય ‘જીજ્ઞેશ અધ્યારૂ’નું નામ નથી, ફક્ત ‘અક્ષરનાદ’ છે. અક્ષરનાદ મારા કે પ્રતિભાના અંગત ગમાઅણગમા કે પ્રસ્તુતિની વિચારધારાને ક્યારનીય વટાવી ગઈ છે. એ સંપૂર્ણપણે વાચકોની વેબસાઈટ છે, લેખક નવોદિત હોય કે પ્રસ્થાપિત – અહીં બધાનાં લેખો પ્રસ્તુત કરવાનો યત્ન થાય છે, અક્ષરનાદ પોતાના લેખોથી અને ગુણવત્તાથી ઓળખાય એ જ અમારી અપેક્ષા છે અને એટલે જ તેને Best Web Story – Web Portal – Gujarat એવોર્ડ આપવામાં આવ્યો એ સર્વથા યોગ્ય થઈ રહે છે. પુત્રી જ્યારે પોતાના નામથી સમાજમાં ઓળખાય ત્યારે માતાપિતાને અવશ્ય આનંદ થાય, અક્ષરનાદ માટે આજે અમારા માટે એવો જ દિવસ છે.

આ મુલાકાતમાં ગુજરાતના અનેક મિત્રોને મળવાનો અવસર મળ્યો, ગુજરાત સમાચારના કૉલમિસ્ટ લલિતભાઈ ખંભાયતા, કચ્છમિત્રના ન્યૂઝ એડીટર નવીનભાઈ જોશી, ગુજરાત ગાર્ડીયનના ભરતભાઈ પટેલ, બ્લોગર મિત્ર મૌલિકાબેન દેરાસરી, મિડ-ડે ગુજરાતીના કિરણ કનકીયા, લેખિકા નીલા સંઘવી તથા દેશના અનેક અન્ય રાજ્યોના, અનેક સંસ્થાઓ, ચેનલો અને વર્તમાનપત્રોના મીડીયામિત્રો ઉપસ્થિત હતા. એક સિવિલ એન્જીનીયર માટે આ પ્રકારનો જેન્ડર સેન્સીટીવ મીડીયા એવોર્ડ મળ્યો એ સ્વપ્નથી પણ વધારે છે.

Winners in Gujarati language, Neela Sanghvi, Kiran Kanakia from Mid Day Gujarati, Maulika Derasari - Gujarati blogger, Friends from Gujarati E magazine Sahityasetu.co.in, Naveenbhai Joshi of Kutchmitra, Bharatbhai Patel from Gujarat Guardian, Lalitbhai Khambhayata from Gujarat Samachar and myself - Jignesh Adhyaru

Winners in Gujarati language, Neela Sanghvi, Kiran Kanakia from Mid Day Gujarati, Maulika Derasari – Gujarati blogger, Friends from Gujarati E magazine Sahityasetu.co.in, Naveenbhai Joshi of Kutchmitra, Bharatbhai Patel from Gujarat Guardian, Lalitbhai Khambhayata from Gujarat Samachar and myself – Jignesh Adhyaru

દિલ્હીથી આ અપડેટ કરી રહ્યો છું, આવતીકાલથી થોડાક દિવસ પરિવારને માટે ફાળવ્યા છે, એટલે પૂનાની આસપાસના કેટલાક ઓછા જાણીતા શાંત સ્થળોએ મિત્રો અને પરિવારની સાથે વીતાવવાનું આયોજન છે. અક્ષરનાદ આ મુલાકાત પછી જ અપડેટ થઈ શક્શે.

સર્વેનો આભાર, પ્રણામ, ધન્યવાદ.

જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક, અક્ષરનાદ.કોમ


Leave a Reply to AnandCancel reply

56 thoughts on “અક્ષરનાદને મળ્યો ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity 2012-13’