ફેસબુકમાં લોગ ઈન વેળાએ… – જીજ્ઞેશ અધ્યારૂ 25


અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો,

ત્યારે તે બોલ્યા,

તમારું ફેસબુક એ તમારું ફેસબુક નથી.
પણ માર્ક ઝકરબર્ગની પોતાની પોતા માટેની જ કામનાનું તે અનૌરસ સંતાન છે.
તે તમારી દ્વારા ચાલે છે પણ તમારાથી ચાલતું નથી.
તેમાં તમારું ખાતું છે છતાં તે તમારું નથી.

કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, આઈફોન કે ટેબલેટ વગર જો તમે જીવી શકો તો કેટલું સારું?

પણ સોશિયલ નેટવર્કિઁગ માટે, ધંધાના પ્રચાર પ્રસાર અર્થે, મિત્રોમાં તમારા નામને સતત ફરતું રાખવા અને નાનકડી સિદ્ધિ પર અનેકોની શુભેચ્છાઓ ઉઘરાવવા જો તમે ફેસબુકનો ઉપયોગ કરતા હોવ તો તેમ ન કરીને તેનો ઉપયોગ ઈશ્વરના યજ્ઞ રૂપે કરો.

તમે તમારી સિસ્ટમને વેદી બનાવો, અને તેમાં નિર્ભિક થઈને બ્રોડબેન્ડના અને ઈલેકૃટ્રીસીટીના ચાર્જ સાથે તમારો સમય પણ અનાસક્ત થઈને વેડફો. એ વહી જતા સમયનો પાછળથી શોક કરશો નહીં.

જગત અને જગદાત્માના અનેક સર્જન જેવા યુવકો – પુરુષો – યુવતીઓ – સ્ત્રીઓની ચાલ સાથે તમારી ચાલ મિલાવવાના શુભ હેતુથી લોગઈન કરો. કારણ લોગઑફ રહેવું એટલે એ અપૂર્વ આનંદથી અનભિજ્ઞ રહેવું. અને જે ગૌરવયુક્ત તથા અભિમાનયુક્ત શરણભાવનાથી લોકોની મનોઈચ્છાઓ (ટર્ન્ડ વાસનાઓ) નું સરઘસ અહીં અનંત કૂચ કર્યા કરે છે તેમાંથી છૂટા પડી જવું. હવે ખરેખરી મજા તો સફરમાં છે, મંઝિલ પહોંચીને શું કરશો? માટે સતત તમારા અકાઊન્ટની સાથે વળગેલા રહો.

કોઈક સ્ટેટસ અપડેટ કરતી વખતે આમ મનમાં બોલજો, “જે અપડેટ કરવા માટે તે બંધાયેલો છે, એ જ અપડેટ કરવા હું પણ બંધાયેલો છું, અને હું યે અપડેટ કરીશ….. એનાથી એક વધારે વખત કરીશ.”

તો કોઈકના સ્ટેટસ અપડેટ, ફોટા અથવા લિન્કને લાઈક કરતા કે શૅર કરતા કરતાં મનમાં બોલજો, “મારું સ્ટેટસ પણ લાઈક થશે, મારા ફોટા પણ રી-શૅર થશે, અને આપણે સૌ ફેસબુકના આનંદને એકસાથે લૂંટશું.”

ફેસબુક એટલે અભિવ્યક્તિનું નિરાકાર સ્વરૂપ, આજની અપડેટ એક કલાક પછી વાસી થઈ જશે અને આવતીકાલે તો મળવી પણ અઘરી થઈ જશે. ફેસબુક નિરપેક્ષતા અને નિર્મોહિતાની પાઠશાળા છે, તેમાં સતત વિદ્યારત રહો.

સ્ટેટસ અપડેટ કર્યા પછીની ઘટનાઓ તદ્દન બિનજરૂરી છે, તેને ત્રીજો પુરુષ એકવચન બનીને નિરખો. જે ખાનામાં લખીને પોસ્ટ કરેલ સ્ટેટસ અપડેટ તમને અનેક લાઈક મળવાથી આનંદ આપે છે, એ જ ખાનામાં લખીને પોસ્ટ કરેલ તમારી શ્રેષ્ઠ સ્ટેટસ અપડેટ પર એક પણ લાઈક કે કોમેન્ટ ન મળે તો તમે દુઃખના ખાબોચીયામાં ડૂબી જશો નહીં. કારણ કે દુઃખનું નિર્વસ્ત્ર સ્વરૂપ એટલે જ સુખ. કોઈક કન્યાના “જય શ્રી કૃષ્ણ” પર મળેલી પચાસ કોમેન્ટ અને બસ્સો ત્રેવીસ લાઈક કૃષ્ણનો નહીં, એ કન્યાનો પ્રતાપ છે, તેથી એવી નિરર્થક બાબતોનો શોક કરી તમારા સુખને દીવાસળી ચાંપશો નહીં.

યાદ રાખો, તમારું ફેસબુક ખાતું તમારું રૂપ સંતાડી શકે છે, પણ તમારી આંતરીક વિરૂપતા છુપાવી શક્તું નથી. કર્મનો સિદ્ધાંત અહીં પાયામાં છે, સ્ટેટસ અપડેટ કરો અને લાઈક અથવા કૉમેન્ટની ચિંતા ન કરો, તમને દૂર દૂર સુધી લાગતુ વળગતુ ન હોય એવા ફોટા અથવા ફકરાઓમાં તમને ‘ટૅગ’ કરનાર પ્રત્યે અથવા ‘શ્રી ફલાણા જ્ઞાતિ ફલાણા ગામ ઢીકણા ઢીકણા સમાજ યુવક મંડળ’ જેવા ધ્યેય વગરના ગૃપ બનાવી તમને તેમાં તરત સદસ્ય બનાવી દેનારને ફ્રેન્ડ લિસ્ટમાં રાખવો / રાખવી કે નહીં એ તમારે જ નક્કી કરવાનું છે. પણ એ યાદ રાખો કે તેમાં નિરપેક્ષ રહેવાથી તમને પણ તમારા ફોટાઓમાં તેમને ટૅગ કરવાનું અને ગૃપમાં તેને ઉમેરવાનું બાનાખત મળી જાય છે.

જેમ જન્મ લેનારે જીવનકાળમાં અનેક વસ્ત્રો બદલવા પડે છે તેમ ફેસબુકમાં ખાતું ખોલાવનારે અનેક સ્થળોએ ટૅગ થવું પડે છે, તેને પણ નિરપેક્ષતાથી જોતા શીખો.

અને હું ફલાણે છું કે હું ઢીકણે જઊં છું એવુ લખીને ઘાતકી આનંદ લેશો નહીં, તમે ફેસબુક પરથી જઈ રહ્યા છો એ વાત તેને આનંદ આપશે જ! અને આમ પણ એવા કામ માટે ચારચોરસ (ફોરસ્ક્વેર) છે જ!

ફેસબુક મિત્રો સાથે જોડાવા માટે છે, મિત્રો બનાવવા માટે છે, મિત્રો વિશે વધુ જાણવા માટે છે, પણ મિત્રો બરફના ગોળા જેવા હોય છે, બનાવવા સહેલા પણ બનાવી રાખવા અઘરા, અને ફેસબુક મિત્રો બનાવી રાખી શકી હોત તો ઝકરબર્ગને તેના મિત્રો સામે લડવું ન પડ્યું હોત એ મૂળભૂત વાત પણ (શક્ય હોય તો) ધ્યાનમાં રાખો.

હકીકતે જ્યારે તમને પોતાનુ એકાંત અકળાવી મૂકે છે ત્યારે તમે ફેસબુકમાં આવો છો. એ તમને ભૂલીને અન્યને યાદ રખાવે છે. જ્યારે તમે તમારા એકાંતમાં રહી શક્શો તમારે બીજા કોઈ ફેસની કે કોઈ પણ બુકની જરૂરત નહીં પડે, તમારા આંતરિક ‘ટ્વિટ’ જ તમારા આનંદને લાઈક કર્યા કરશે.

કાળ અનંત અને અમાપ છે, પરમદિવસે યુએસએ.નેટ અને એઓએલનો કાળ હતો, ગઈ કાલે યાહૂ ચેટ અને ઑર્કુટ નો કાળ હતો, આજે ફેસબુક અને ટ્વિટર છે, આવતીકાલે બીજુ કાંઈક હશે – નવા સ્પંદનોમાં મસ્ત રહીને નવી સુવિધાઓમાં ખાતા ખોલાવતા રહો, જૂના ખાતા વપરાયા વગરના પડ્યા રહેવા દો – એ એમના અસ્તિત્વની બલિહારી છે. આજે જે (એ) રાજા છે આવતીકાલે તેને પૂછનાર કોઈ નથી. શબ્દના માધ્યમથી અર્થના આકાશમાં ઉગતા અક્ષરના અનંત નાદને તમે એક સ્ટેટસ અપડેટમાં બાંધવાનો નિરર્થક પ્રયાસ દિવસમાં કેટલી વાર કરો છો તેનો એક વિચાર કરજો અને પછી (અલબત્ત ખબર પડે તો) આ પોસ્ટની નીચે આપેલ ફેસબુકના લાઇક અથવા શૅર બટન પર ક્લિક કરજો.

બિલિપત્ર

ફાંસી અપાઈ રહી છે તેવા એક કેદીને જેલરે પૂછ્યું, “કોઈ અંતિમ ઈચ્છા”
કેદીએ કહ્યું, “હા, ફેસબુક પર સ્ટેટસ અપડેટ…”
જેલરે તેને પરવાનગી આપી. તેણે લખ્યું, “Being Hanged till death, my last update from planet earth”
અને થોડીક જ ક્ષણોમાં હજારો લાઈક નોંધાઈ ગઈ.

વિચાર… કાશ, પહેલો અપરાધ કર્યો ત્યારે તેને કોઈકે અનફ્રેન્ડ કર્યો હોત….

* * *

ફેસબુક વિશે અનેક લોકોનું ગાંડપણ આજકાલ જોઈ રહ્યો છું. એમાંથી ઘણાને તો ખબર પણ નથી કે એમ કરવાથી શું મળશે… મારી કંપનીની ગાડીમાં ડ્રાઈવર તેના મોબાઈલમાં દર મહીને સો રૂપિયાનું રીચાર્જ ફેસબુક માટે કરાવે છે, (પગાર ચાર હજાર રુપિયા) ચાલુ વાહને તે સ્ટેટસ અપડેટ કરે છે. બીજા ડ્રાઈવરને કહે છે કે મને ફ્રેન્ડ લિસ્ટમાં ઍડ કર. મારો એક પિત્રાઈ ભાઈ ભણવાનું છોડીને સતત મોબાઈલ અથવા સાઈબર કૅફેમાં જઈને કોમ્પ્યુટર દ્વારા ફેસબુક પર મંડ્યો રહે છે, ચોવીસ કલાક ઓનલાઈન જ દેખાય છે. ફેસબુક એવી તે કઈ વસ્તુ છે કે તેના માટે ગાડપણની સીમાઓ પાર કરાઈ રહી છે? આ વિશે લખવાની ઈચ્છા ઘણા વખતથી હતી, અને અચાનક ખલિલ જિબ્રાનનું “વિદાય વેળાએ’ હાથમાં આવ્યું, તેમના સમયમાં ફેસબુક હોત તો ‘વિદાય વેળાએ’ માં ફેસબુક વિશે તેઓ શું લખત? પછી શું? અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો…..


આપનો પ્રતિભાવ આપો....

25 thoughts on “ફેસબુકમાં લોગ ઈન વેળાએ… – જીજ્ઞેશ અધ્યારૂ

 • ઉમેશ પંડ્યા

  ફેસબુક એટલે પારકાને પોતાના કરવા અને પોતાનાને પારકા કરવા.

 • રાજેશ મચ્છર

  ફેસબુક એટ્લે ગામપંચાત. બીજાને જે ગમ્યુ એ તમને ગમ્યુ કે નહી પણ તમારે લાઇક કરવાનું, તમને જે ગમ્યુ તે બીજાને ન ગમ્યુ તો પણ તમારે એને unfreind નહી કરવાના. પારકી પંચાત કરવાના માનવ સ્વભાવ ની નબળાઇનો અહીં પરિચય મળે છે. વિવેકપૂર્વક ઉપયોગ થાય તો એકાંત ને દૂર કરવા માટે ઉત્તમ માધ્યમ છે.

 • nilesh dhandhala

  ફેસબુક એટલે બિજાનો કચરો ગમે કે ન ગમે છતાં લેવો

 • Bharat Kapadia

  FACE BOOK ADDICTION

  The 76-year-old woman walked down the hallway of Clear view Addictions Clinic, searching for the right department. She passed signs for the “Heroin Addiction Department (HAD),” the “Smoking Addiction Department (SAD)” and the “Bingo Addiction Department (BAD).” Then she spotted the department she was looking for: “Facebook Addiction Department (FAD).” It was the busiest department in the clinic, with about three dozen people filling the waiting room, most of them staring blankly into their Blackberries and iPhones. A middle-aged man with unkempt hair was pacing the room, muttering, “I need to milk my cows. I need to milk y cows.”

  A twenty-something man was prone on the floor, his face buried in his hands, while a curly-haired woman comforted him. “Don’t worry. It’ll be all right.” “I just don’t understand it. I thought my update was LOL-worthy, but none of my friends even clicked the ‘like’ button.” “How long has it been?” “Almost five minutes. That’s like five months in the real world.”

  The 76-year-old woman waited until her name was called, then followed the receptionist into the office of Alfred Zulu, Facebook Addiction Counselor. “Please have a seat, Edna,” he said with a warm smile. “And tell me how it all started.”
  “Well, it’s all my grandson’s fault. He sent me an invitation to join Facebook. I had never heard of Facebook before, but I thought it was something for me, because I usually have my face in a book.”

  “How soon were you hooked?”
  “Faster than you can say ‘create a profile.’ I found myself on Facebook at least eight times each day – and more times at night. Sometimes I’d wake up in the middle of the night to check it, just in case there was an update from one of my new friends in India. My husband didn’t like
  that. He said that friendship is a precious thing and should never be outsourced.”

  “What do you like most about Facebook?”

  “It makes me feel like I have a life. In the real world, I have only five or six friends, but on Facebook, I have 674. I’m even friends with Juan Carlos Montoya.”

  “Who’s he?”

  “I don’t know, but he’s got 4,000 friends, so he must be famous.”
  “Facebook has helped you make some connections, I see.”
  “Oh yes. I’ve even connected with some of the gals from high school — I still call them ‘gals.’ I hadn’t heard from some of them in ages, so it was exciting to look at their profiles and figure out who’s retired, who’s still working, and who’s had some work done. I love browsing their photos and reading their updates. I know where they’ve been on vacation, which movies they’ve watched and whether they hang their toilet paper over or under. I’ve also been playing a game with some of them.”

  “Let me guess, Farmville?”

  “No, Mafia Wars. I’m a Hitman. No one messes with Edna.”

  “Wouldn’t you rather meet some of your friends in person?”

  “No, not really. It’s so much easier on Facebook. We don’t need to gussy ourselves up. We don’t need to take baths or wear perfume or use mouthwash. That’s the best thing about Facebook — you can’t smell anyone. Everyone is attractive, because everyone has picked a good profile pic.
  One of the gals is using a profile pic that was taken, I’m pretty certain, during the Eisenhower administration.”
  “What pic are you using?”
  “Well, I spent five hours searching for a profile pic, but couldn’t find one I really liked. So I decided to visit the local beauty salon.”

  “To make yourself look prettier?”

  “No, to take a pic of one of the young ladies there. That’s what I’m using.”

  “Didn’t your friends notice that you look different?”

  “Some of them did, but I just told them I’ve been doing lots of yoga.”
  “When did you realize that your Facebooking might be a problem?”
  “I realized it last Sunday night, when I was on Facebook and saw a message on my wall from my husband: ‘I moved out of the house five days ago. Just thought you should know.'”

  What did you do?”

  “What else? I unfriended him of course!”

 • Kartik

  સરસ પોસ્ટ. ચાલો ત્યારે આને ફેસબુકમાં શેર કરીએ 😉 વેલ, મોટાભાગના ઘેલાઓ ફેસબુકને બહુ પર્સનલ લઈ લે છે. પેલું અસંબંધિત ટેગ કરવાનું તો ત્રાસ છે, પણ તેમાંથી હવે ટેગ રીવ્યુ સક્રિય કરી છુટકારો મેળવી શકાય છે. Restricted વગેરે વડે પ્રાઈવસી સેટ કરી શકાય છે, પણ એક વખત તમે ફેસબુકમાં મૂક્યું એટલે – એ વસ્તુ જાહેર બની જાય છે.

 • અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી

  હે પ્રભુ ! આ કેવી બુક બનાવી છે કે, જેમાં પારકાને પોતાના બનાવવા ના ચક્કરમાં, માણસ પોતાના સ્વજનનથી પારકો થઇ જાય છે.

  ખૂબજ સુંદર અને રસપ્રદ – જીવન ઉપયોગી લેખ !

 • MG Dumasia

  ફેસબુકનો વાંક નથી.પરંતુ ફેસબુક નો ઉપયોગ કરનાર નેતીઝાન પાસે કોઈ લક્ષ્ય નથી અને ટાઇમ પાસ છે તો વ્યર્થનો સમય અને નાણાં નો બગાડ છે અને જો કોઈ થીમ અથવા હેતુ છે તો ફેસબુક આધુનિક યુગ નું ઘણું શક્તિશાળી માધ્યમ છે.

  -એમ.જી.

 • Heena Parekh

  સરસ પોસ્ટ.
  “જ્યારે તમે તમારા એકાંતમાં રહી શકશો ત્યારે બીજા કોઈ ફેસની કે કોઈપણ બુકની જરૂરત નહીં પડે. તમારા આંતરીક ‘ટ્વિટ’ જ તમારા આનંદને લાઈક કર્યા કરશે.”…આવું જ કંઈક અનુભવું છું. ફેસબુક એકાઉન્ટ ડીલીટ કર્યાને થોડાં દિવસો થયા. ઘણું સારું લાગે છે અને પોતાના માટે ઘણો સમય પણ મળે છે.

 • Chiman Patel

  ફેસ બુકમાં જોડાવા બાહ્ય બળ કામ કરી ગયું અને આજ સુધી કોઇ ફાયદો જણાયો નથી!
  જુવાનીના જોસમાં જીવાદો જેને આ રીતે જીવવું છે.
  કડવા અનુભવો અને ઠોકર વાગ્યા વગર શિખાતું નથી!
  તમારો લેખ સમયસરનો અને કેટલાકની આંખ ખોલે એવો બની રહેશે.
  ધન્યવાદ.

  ચીમન પટેલ “ચમન”

 • La'Kant

  ‘ ” મને અમને સમય નથી ” માટે જવાબદાર મુખ્ય કારણોમાંનું એક આ ફેસબુક! મનોરંજન માટે કેટલો સમય આપવો એ બીજાઓ / અન્યો નક્કી કરે???? અન્ય ગેરફાયદા ? કયા અને કેટલા? રિસ્ક ફેકટર પણ ખરાજ ને?
  -લા’કાન્ત/ ૨૮-૪-૧૨

 • ramesh ahir

  જયારે માનસ દુખિ હોય ત્તયારે ફેસબુક ઉપયોગ આવે સે.

 • vimala

  “હકીક્તે તમને પોતાનુ એકાન્ત અકળાવી મુકેછે ત્યારે તમે ફેસબુક્મા આવોછો……..આન્તરીક ટ્વિટ જ તમારા આનંદને લાઇક કરશે.”
  બહુ સમજવા જેવુ ,સમજીને આચરણમા મુકવા જેવુ.

 • Lata Hirani

  excellent….

  અપડેટ અડધી મિનિટમા વાસી થઇ જાય છે.. કેટલા લાઇનમા હોય !!

  લતા હિરાણી

 • Vjoshi

  just like Shakespeare’s Hamlet, today every youth whether in India or any where else in the world in faced with the question- to facebook or not to facebook. Just watched Social Networking which is based on the life of Mark Zukerberg, the billionaire founder of Facebook and in his obssesive desire to get 1Billion subscribers, the question always will be asked is, it the generation X well served by all this or not- The change from time immomorial can not be avoided- The values and cultures of a society keep changing, degrading, upgrading- something that cannot be avoided- we know any thing in excess is not good but we also know that it is inevitable. What is needed is moderation not extreem.

 • Hemal Vaishnav

  People who uses Facebook without thinking about importance of privacy are almost like people who shares railway track in the morning to perform daily routine,where nothing remains private.unfortunately those people has no choice but to sacrifice there privacy for relief, but Facebook users do have choice to use it wisely.