Daily Archives: April 25, 2012


ફેસબુકમાં લોગ ઈન વેળાએ… – જીજ્ઞેશ અધ્યારૂ 25

ફેસબુક વિશે અનેક લોકોનું ગાંડપણ આજકાલ જોઈ રહ્યો છું. એમાંથી ઘણાને તો ખબર પણ નથી કે એમ કરવાથી શું મળશે… મારી કંપનીની ગાડીમાં ડ્રાઈવર તેના મોબાઈલમાં દર મહીને સો રૂપિયાનું રીચાર્જ ફેસબુક માટે કરાવે છે, ચાલુ વાહને તે સ્ટેટસ અપડેટ કરે છે. બીજા ડ્રાઈવરને કહે છે કે મને ફ્રેન્ડ લિસ્ટમાં ઍડ કર. મારો એક પિત્રાઈ ભાઈ ભણવાનું છોડીને સતત મોબાઈલ અથવા સાઈબર કૅફેમાં જઈને કોમ્પ્યુટર દ્વારા ફેસબુક પર મંડ્યો રહે છે. ફેસબુક એવી તે કઈ વસ્તુ છે કે તેના માટે ગાડપણની સીમાઓ પાર કરાઈ રહી છે? આ વિશે લખવાની ઈચ્છા ઘણા વખતથી હતી, અને અચાનક ખલિલ જિબ્રાનનું “વિદાય વેળાએ’ હાથમાં આવ્યું, પછી શું? અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો…..