કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૦ 22


અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા સમયની પ્રતિકૂળતાઓ વચ્ચે અટકતી ચાલતી રહી છે, જો કે સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહે છે. કેટલીક ઉપયોગી, માહિતિપ્રદ અને અવનવી વેબસાઈટ્સ વિશે આજે થોડીક માહિતિ પ્રસ્તુત છે. આ યાદીમાંની અમુક વેબસાઈટ્સ વેબવિશ્વમાં અગ્રગ્ણ્ય છે અને ખૂબ જાણીતી છે તો કોઈક નવી પરંતુ આશાસ્પદ પણ છે. આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો. આ શૃંખલાની હવે પછીની કડીઓમાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ વ્યવસ્થાની વિવિધ એપ્લિકેશન્સ વિશે જોઈશું.

Vdownloader

વીડાઉનલોડર એપ્લિકેશનના નિઃશુલ્ક વર્ઝનમાં પ્રમુખ વિડીયો વેબસાઈટ્સ જેવી કે YouTube, Facebook, Blip, Vimeo, Metacafe, DailyMotion, Google Video, Yahoo Video અને Break જેવી અનેક વેબસાઈટ્સ પરથી વિડીયો ડાઉનલોડ કરી શકાય છે વળી તેમને AVI, MPEG જેવા અનેકવિધ ફોર્મેટમાં સંગ્રહી શકાય છે. આ ઉપરાંત આ જ એપ્લિકેશનને થોડાક ડોલર ખર્ચીને અપગ્રેડ કરાવી શકાય છે જેમાં અનેકવિધ સગવડો જેવી કે બફરીઁગ સિવાયનું ઝડપી વિડીયો ડાઉનલોડ, સિસ્ટમ આપમેળે ઓછા વપરાશના સમયે વિડીયો ડાઉનલોડ કરે, એક સાથે દસથી વધુ વિડીયો ફાઈલ ડાઉનલોડ તથા એચ.ડી વિડીયો ડાઉનલોડની સગવડો મળે છે. જો કે વીડાઉનલોડરનું નિઃશુલ્ક સંસ્કરણ પણ ખૂબ જ ઉપયોગી છે અને વિડીયો વેબસાઈટ્સ પરથી ડાઊનલોડની મૂળભૂત જરૂરતને સંતોષે છે.

I O U mate

મિત્રો – સબંધીઓને આપણે આપેલી અથવા તેમણે આપણને આપેલી રકમ અથવા વસ્તુઓ જેવી કે પુસ્તકો, ડીવીડી વગેરેને યાદ રાખીને પરત મેળવવું / આપવું મુશ્કેલ છે. સમયાંતરે આપેલી / લીધેલી વસ્તુઓ ભૂલાઈ જતી હોય છે. આવી વસ્તુઓ પરત થાય તે માટેની યાદી બનાવવાની ઓનલાઈન પદ્ધતિ એટલે આઈઓયુમેટ. અહીં કોઈ પણ એક નાનકડા રજીસ્ટ્રેશન પછી સરળતાથી માસિક ભાડુ, અઠવાડીક ખર્ચાઓ, બાળકોનો ખિસ્સાખર્ચ વગેરેનો તથા અન્ય વસ્તુઓનો લેવડ દેવડનો હિસાબ રાખી શકાય છે.

Instapaper

દિવસમાં સામાન્ય રીતે ઘણાં વેબપાનાઓ આપણે જોઈએ છીએ. આપણે જે વેબસાઈટ / બ્લોગ્સ સબસ્ક્રાઈબ કરેલ હોય તે બધા પણ વાંચવાનો સમય આપણી પાસે હોતો નથી. તો ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈક વેબ પાનું જોઈ રહ્યા હોય અને તેના પરનું લખાણ રસપ્રદ અને ઉપયોગી લાગે છતાંય એ સમયે તેને વિગતે વાંચવાનો સમય ઉપલબ્ધ ન હોય, એ પછીથી વાંચવા માટે તેની વેબકડી યાદ રાખ્યા સિવાય સાચવી રાખવાનો અને ફુરસદે વાંચી શકવાનો સૌથી સારો ઉપાય એટલે ઈન્સ્ટાપેપર. એક નાનકડી કડી જેને તમે બુકમાર્ક બારમાં સેવ કરી શકો છો. પછીથી કોઈ પણ વેબપાનું જોતી વખતે તેને પછીથી વાંચવા માટે સાચવી રાખવા ફક્ત એ કડી પર ક્લિક કરવાથી એ આપમેળે તમારા ઈન્સ્ટાપેપર ખાતામાં જમા થઈ જશે, સંગ્રહેલી એ કડીઓ ફુરસદે વાંચી શકાય છે. વળી આ સંગ્રહેલ વેબપાનાઓ કિન્ડલ રીડર, આઈ ફોન અને આઈ પેડ પર પણ વાંચી શકાય છે.

Sound Cloud

મનમાં ઉગીને તરત ગણગણવાનું મન થાય એવું સંગીત અથવા અન્ય કોઈ પણ ગમતા ઓરીજીનલ અવાજને કોઈ લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા વગર એકદમ સરળતાથી રેકોર્ડ કરીને તેને સોશિયલ નેટવર્ક જેવા કે ટ્વિટર, ટમ્બલર, ફેસબુક અને ફોરસ્ક્વેર પર મિત્રો સાથે વહેઁચી શકવાની સરળ અને ખૂબ જ ઉપયોગી સુવિધા એટલે સાઉન્ડક્લાઉડ. રેકોર્ડ થયા પછી તેને વહેઁચતી વખતે સરસ વેવફોર્મ પ્લેયર દ્વારા તેને સાંભળી શકાય છે. ઉપરાંત એક વિશેષ સુવિધા તરીકે એ અવાજ સાભળતી વખતે કોઈ વિશેષ સમયે અથવા ક્ષણે તેના પર પ્રતિભાવ આપવાની સગવડ પણ અહીં અપાય છે. આઈ ફોન, એન્ડ્રોઈડ ફોન અને કોમ્પ્યુટર એમ બધે જ આ સુવિધાને લગતી એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. ટૂંકમાં આ વેબસાઈટ એક ખૂબ જ સરસ સુવિધા આપે છે.

Evolution of web

૧૯૯૧ના એચટીએમએલ ૧.૦ થી લઈને આજની વેબજીએલ, સીએસએસ૩ વગેરે જેવી પ્રોગ્રામ અને વેબ ડેવલોપમેન્ટ દરમ્યાન ઉદભવેલી વેબ ટેકનોલોજીની વિવિધ ઉપલબ્ધિઓ અને વિવિધ બ્રાઊઝરોનો ક્રમબદ્ધ વિકાસ, જેમ કે ૧૯૯૩ના મોઝેઈકથી લઈને આજના ગૂગલ ક્રોમ સુધીના વિવિધ સ્તરે વિકસતા બ્રાઉઝરોનું મિશ્રણ દર્શાવતી સરસ ચિત્રરૂપ સરખામણી એટલે વેબનો વિકાસ દર્શાવતી આ વેબસાઈટ. ખૂબ સરળ, માહિતિપ્રદ અને ઉપયોગી એવી આ વેબસાઈટ એક વખત અવશ્ય જોવા જેવી છે.


Leave a Reply to NIRMIT DAVECancel reply

22 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૦