જીંદગી એક System છે,
તદ્દન નમાલી સિસ્ટમ …
નપાવટ, ને તોય
નકારી ન શકાય એવી,
સાવ કોમ્પ્યુટર જેવી,
નિખાલસ,
એટલી જ સરળ,
એટલી જ અટપટી,
એટલી જ, તરત જૂની થઈ જનારી …
ચહેરાના Screen પર
આશાનું કર્સર ફર્યા કરે અને
મનના Key Board ના ભાવ વિસ્તર્યા કરે.
ઘણાં તો એમાંય કારીગર
એક સાથે બે ત્રણ Application યૂઝ કર્યા કરે…
Network માં તો ઘણાંય છે
પણ લાગણીઓ LAN માં જાય નહીં
મહત્તમ સંબંધો તો Data Cable જેવા,
ક્યારે કનેક્શન કપાય કહેવાય નહીં,
ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા ને તૃષ્ણાના
ઢગલો Software અહીં ચાલ્યા કરે,
અને એની સાથે અવશ્યંભાવી
લાલચ ને વાસનાના
વણજોઈતા Virus મહાલ્યા કરે.
ક્યાંક કોઈ શ્રધ્ધાનો, આશાનો
પ્રેરણાનો Anti Virus ચાલે
તો નવા પ્રલોભનો ઉગ્યા કરે, એને પૂગ્યા કરે.
Shut Down વખતે જ અહીં
Start નું મહત્વ સમજાય છે,
Word માં જ જીવન પતી જાય છે,
Sentence માં ક્યાં કદી જવાય છે?
My (Computer), My (Documents) અહીં પણ
જીંદગી જેવું જ મતલબી
પણ જીવન જ્યારે Crash થાય,
ત્યારે એ કશુંય નથી રહેવાનું
અરે એ તો Restart પણ નથી થવાનું
શરીર છે System તો Data એ આત્મા
અને Admin Server એ સહુનો પરમાત્મા,
VNC એ પણ ચલાવ્યા કરે,
System ને System માં રાખ્યા કરે.
આંખોના Camera એ જોયું ઘણુંય તોય
Hard Disk માં બધુંય સંઘરાય નહીં
ને એ જ છે ફેર જીવન ને સિસ્ટમમાં
કે Back UP અહીં લઈ શકાય નહીં.
કાશ કાંઈક હોત જીવનમાં Refresh જેવું,
તો એની સાથે હું ય નવો થાતો,
Pirated Software જેવી આ જીંદગી
Open Source થઈને જીવી જાતો….
– જીજ્ઞેશ અધ્યારૂ
આજે શ્રી ઊષા ઉપાધ્યાય દ્વારા સંપાદિત પુસ્તક “શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ….” અંતર્ગત જૂન ૨૦૦૧ માં તાદર્થ્ય સામયિકમાંથી લેવાયેલા શ્રી ધ્વનિરાણી દેસાઈના કાવ્ય “બેક અપ્સની જેમ” વાંચીને ઉપરનું અછાંદસ ઉગ્યું, જો કે એમાં તો એ દર્શાવતી ફક્ત એક જ પંક્તિ છે,
“ઈન્સ્ટન્ટ રિઝલ્ટસનો જમાનો છે, હવે તો.
ક્રિકેટના રિઝર્વની જેમ
લોકોએ બેક અપ્સની વ્યવસ્થા રાખી છે”
જીવનને કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સરખાવતાં આવું અછાંદસ વિચારાઈ ગયું, કેટકેટલી વાતો સરખી ને તોય કેટલી અલગ? કી બોર્ડ જે છાપે એ સ્ક્રીન બતાવે, પણ મનના કી બોર્ડ અને આપણા ચહેરાના સ્ક્રીનનું શું? કેટલાક તો એક સાથે બે ત્રણ જીંદગી જીવી શકે છે, મહોરામાં જીવી શકે છે. કોમ્પ્યુટર માં જેમ My Computer, My Documents એમ જીવનમાંય મારું ઘર, મારા મિત્રો, મારા પૈસા……. પણ એ ક્યાં સુધી? બીજાની માન્યતાઓ અને ઈચ્છાઓ પર જીવતા આપણે કોઈકના બનાવેલા નિયમો પર જીવીએ છીએ તો આપણે Pirated Software જેવા નથી શું? આવી ઘણી વિચારધારાઓને અહીં વહેવા દીધી છે ને રહેવા દીધી છે…..
બિલિપત્ર
નવી કોમ્પ્યુટર કહેવતો
A journey of a thousand sites begins with a single click.
C:\ is the root of all directories
Fax is stranger than fiction.
Know what to expect before you connect.
There’s no place like ( http://www.)home(.com)
Three things are certain: death, taxes and lost data.
( – આભાર ઈન્ટરનેટ )
કોઈનો બ્લોગ, કોઈનો આર્ટીકલ, બંદાની કોમેન્ટ
શટ ડાઊન થાય ત્યારથી રાત
રોજ ક્રેશ થાય એને કોણ બૂટ કરે?
જે સ્ટાર્ટ થાય છે એ શટડાઊન પણ થવાનું છે.
બ્લોગિંગ કરે એના બોલ વેચાય
ન બ્લોગિંગમાં નવ ગુણ
સોફ્ટવેર પાયરેટેડ છે, પણ કોમ્પ્યુટર પારકું છે?
( – જીજ્ઞેશ અધ્યારૂ )
Pingback: Pirated Software જેવી જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ | વિજયનું ચિંતન જગત-
very nice , away some
ખુબજ સરસ્…
આવુ લખ્તા રેહજો
Pingback: Pirated Software જેવી જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ « ધર્મધ્યાન
ખુબજ સરસ.
અદભૂત….
બે શેર બદલીને – ગઝલને વધુ ગઝલ બનાવવાનો પ્રયાસ.
ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.
સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,
એ હવે એવું કહીને જીવતો સહેજે નથી,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.
આંગણું કાયમથી ઊભું છે હજી પણ ત્યાં ને ત્યાં,
બહાર કે અંદર જવું એ ક્યાંથી નક્કી થાય છે?
છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
‘Mood’ માફક અંત જેને જે ગમે વંચાય છે.
ખુબ સુંદર…..
No responsefrom Pirated System… Can’t comment correctly.. since updates for comments are missing….
Haa. Ha…Funny but touching….
Very fine and new thinking
એકદમ મસ્ત.
અફલાતૂન
Good one…. 🙂