તમારે લગ્ન કરવા છે? …. પૂર્વશરતો અને પૂર્વધારણાઓ …
તમને સાડીઓના ઢગલા સહેતા આવડે છે?
તો કરો….
તમને મેક અપ સાથે સમયની જેમ વહેતા આવડે છે?
તો કરો….
તમને સાસુ વહુના ધારાવાહીકો જોતા આવડે છે?
તો કરો….
તમને રસોઈ પછી કચરો વાસણ પોતાં આવડે છે?
તો કરો….
તમને અખતરા ભર્યા ભોજનો પચાવતાં આવડે છે?
તો કરો….
તમને સવાર બપોર સાંજ રાત મનાવતા આવડે છે?
તો કરો….
તમને કેશ ચેક અને ક્રેડીટકાર્ડ બચાવતાં આવડે છે?
તો કરો….
તમને સાળીઓના ટોળાને હસાવતાં આવડે છે?
તો કરો….
તમને ખૂબસૂરત કન્યાઓને “નહીં જોતા” આવડે છે?
તો કરો….
તમને રેગ્યુલર પ્રિસ્ક્રિપ્શન મુજબ રોતાં આવડે છે?
તો કરો….
તમને લોકોની વચ્ચે પત્નિની પાછળ રહેતા આવડે છે?
તો કરો….
તમને વાંક વગર પ્રવચન સાંભળવાનું સહેતા આવડે છે?
તો કરો….
તમને હેન્ડસમ માંથી રાઈટ હેન્ડ થતાં આવડે છે?
તો કરો….
તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે ?
તો કરો….
(શ્રી સુરેશ દલાલની ક્ષમાયાચના સાથે તેમની ખૂબજ સુંદર રચના “તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?” નું પ્રતિકાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
અમારા સહકાર્યકર અને મિત્ર અને વ્યવસાયે સિવિલ ઇજનેર શ્રી ભરત માલાણીના શુભલગ્ન તા. ૧૫ મે ના રોજ છે, આ પ્રસંગે તેમને આ રચના સપ્રેમ પ્રસ્તુત કરી છે. પ્રભુ તેમના સહજીવનને આનંદ-ઉલ્લાસભર્યું, સફળ અને સુખદ બનાવે તેવી પ્રાર્થના. જો કે મિત્રોને લગ્નપ્રસંગે આવા કાવ્યો આપવા એવી કોઈ પ્રથા પાડી નથી પરંતુ એક મિત્રના લગ્નપ્રસંગે લખેલી રચના તારા Marriage થઇ જશે પછી આ બીજી એવી જ રચના થઈ રહી છે. ભાભીઓ મને ક્ષમા કરે.
એકદમ બંધબેસતું કાવ્ય છે – ખરેખર તો આને લગ્નોત્સુક માટે નું ચેકલીસ્ટ કહેવાય, અને લગ્નોપનીષદ પણ કહી શકાય 🙂
My dear…..
Tamari kavita khubaj saras se hu vanchi ne
khubaj khush thayo su…Tamaro khoob khoob aabhhaarr….!!
(Hello Mobile,kodinar)
મુરબ્બી અને આદરણીય ઉમાશન્કર જોશીની ક્ષમાયાચના સાથે કહુ તોઃ
ગયા લગ્ન તેતો ખબર જ ન પડી
રહ્યા લગ્ન(દીકરાના)તેમા મનભર સૌદર્ય જગનુ
ભલા માણી લે.
બીજુ,
એક જમ્યા પછી અને લગ્ન કર્યા પછી આ રવાડે કોઈ ન ચડે તેવુ સહજભાવે કહેવાય જાય છે.
જયસુખ તલાવિયા
Absolutely Hilarious 🙂 5/5
Bahuj saras kavita che jignesh bhai.
સરસ હાસ્ય કવિતા. આજ્કાલ લોકોને આવું વધુ માફ્ક આવે છે. આ પ્રકાર તમને ફાવે એવું લાગે છે. લખવાનું ચાલુ રાખો.
સુંદર હાસ્ય રચના.
પત્ની ઉપાસક – જયકાંત જાની (USA)
રાગ ; (થોડા થોડા ઓ ભાભી તમે થોડા થાવ વરણાગી)
હવે વેલ્હા વેલ્હા, તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી
ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી
લગ્નની ઘર ઘર શરણાઇ ઓ વાગી,
ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી.
બીબીકા બિંદાસ ગમતા ગુલામ બનો,
રોજ કપડા પોતા ને વાસણ ઘસો,
કુવારાપણા નો ભ્રમ જાય જલ્દી ભાગી,
ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી.
શીખો થોડુ થોડુ રાંઘતા ને જુઓ સ્વાદ ઇન્ડિયા વેબ સાઇટ
જુઓ કેવા તમે ઘર કામ મા જાવ લાગી
ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી
હવે વેલ્હા વેલ્હા, તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી
ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી
પતની ઉપાસના થી નથી ઘ ર મ કોઇ મોટો
જોરુ કા ગુલામ નો નહી જડે કાંઇ જોટો
હવે ખોટી બઘી શ ર મ દ્યો ત્યાગી
ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પ્રણાગી
હવે વેલ્હા વેલ્હા, તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી
ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી
બ્યુટી પાર્લર ના ટેબલીયા મંડાવો
પાટણ શહેર ના પટોળા મંગાવો
પત્ની ના રુપની વાંસલડી વાગી
ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી.
હવે વેલ્હા વેલ્હા, તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી
ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી
🙂 હાસ્ય કવિતા લખવાનું ચાલું રાખો, જિજ્ઞેશ !
🙂