મારામાં ત્રણ પ્રકારનું પાગલપણું છે. પહેલું પાગલપણું આ છે મારો દ્રઢ વિશ્વાસ છે કે ભગવાને જે કાંઈ ગુણ ઉચ્ચ સંસ્કારો, વિદ્યા અને ધન આપ્યું છે તે બધું ભગવાનનું જ છે. પોતાના કુટુંબના નિર્વાહ માટે તથા બીજી અત્યંત જરૂરી વસ્તુઓ માટે જેટલું જોઈએ તેટલું જ પોતાને અર્થે ખર્ચ કરવાનો માણસને અધિકાર છે. તે પછી જે બાકી રહે તે ભગવાનને પાછું સોંપી દેવુ જોઈએ. હું જો બધું જ મારા માટે, મારા સુખ માટે, મારા ભોગવિલાસ માટે વાપરી નાખું તો હું ચોર બનું. બીજું પાગલપણું મારામાં હમણાં પ્રવેશ્યું છે કે કોઈપણ રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરવો. એ માર્ગ ગમે તેટલો દુર્ગમ હોય પણ એ માર્ગે જવાનો મેં સંકલ્પ કર્યો છે. ત્રીજું પાગલપણું આ છે સામાન્ય લોકો સ્વદેશને એક જડ પદાર્થ – અમુક મેદાનો, ખેતરો, વનો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ સમજે છે. પણ હું સ્વદેશને માતારૂપે જોઉં છું, તેની ભક્તિ કરું છું, પૂજા કરું છું. હું જાણું છું કે આ પતિત દેશનો ઉધ્ધાર કરવાનું બળ મારામાં છે, શારીરિક બળ નહિં પણ જ્ઞાનનું બળ. ક્ષાત્રતેજ એ જ કાંઈ એકમાત્ર તેજ નથી, બ્રહ્મતેજ પણ ચે. એ તેજ પ્રભુના જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત છે. આ ભાવના લઈને તો હું જનમ્યો છું. મારા અણુંએ અણુંએ આ ભાવના ઓતપ્રોત છે. આ મહાધ્યેય સિધ્ધ કરવાને મને ભગવાને પૃથ્વી પર મોકલ્યો છે.
– શ્રી અરવિંદ
સૂન્દર અતિ સુન્દર
PRABHU JO TARO SAKSHATKAR NO THAY TO KAI NAHI.
PARANTU TARI PRATIKSHA SATAT THATI RAHE EVI SHAKTI PRADAN KAR.
મારા બાપુજેરે અમને ત્રણ વખત તેમના આશ્રમમાં લઈ ગયા હતા.
મારી કીશોરાવસ્થાની યાદગીરી
http://gadyasoor.wordpress.com/2007/09/08/divine_light/
FACT & REQUIRE TO PUT IT INTO DAILY ACTION
third one is unique & awesome….indeed, out of the box thought
શ્રી અરવિંદનો આખો લેખ ફાયરફોક્ષમાં અવાચ્ય રહે છે.
simply good.
thank you
hemant doshi
aavu paagalpan to sadaa aavakaaradaayak
સુંદર વાત…-gaurang / tejal / jiya
“good good”
સુંદર વાત… સંજોગોવશાત્ થોડા દિવસો પહેલાં જ આ વાત વાંચવામાં આવી હતી…