અંત નો આરંભ – હેમ્બર્ગ ૧૯૪૩


ક્યારેક શનિવારની મોડી રાત્રે કે રવિવારે સવારે મિસિ મને ઉઠાડતી. તે ઉપરના માળ પરથી બૂમો પાડતી  “તને સંભળાતુ નથી? જલ્દી કેમ ઉભો થતો નથી?” હું માંડ માંડ સુતો હોઉં….ફક્ત જ્યારે હવા ની દિશા તમારી તરફ હોય તો તમે દૂરના ગામડાઓ પર થયેલા હુમલાના લીધે વાગતા સાયરન સાંભળી શકો., પણ આ સિવાય, ઘણા સમયથી અમે આવા સાયરન વાગે તો ય પથારીમાં પડ્યા રહેવા ટેવાઈ ગયા હતા, અને ત્યાં સુધી ઉભા ન થતા જ્યાં સુધી એન્ટી એરક્રાફ્ટ ફાયર સૂચવે કે ખરેખર આપણા પર હુમલો થયો છે. આ આદતે હજારોનો ભોગ લીધો હશે…

હું આવો ચીડાયેલો જવાબ જ આપવાનો હતો અને પડખું ફરવા જ જતો હતો કે જ્યારે મેં આવો અવાજ સાંભળ્યો, હું પથારી માં થી ઉભો થઈ ગયો, કહો કે કૂદી પડ્યો અને ખુલ્લા પગે દોડ્યો. જો કે આ સંજોગોમાં ફસાયેલા બધાને ખબર હતી કે ન ઉપર, ન નીચે, આનાથી બચવાનો કોઈ રસ્તો નથી….હું તેનો તાગ લેવા મથી રહ્યો.

ઉતર પશ્વિમમાં એલ્બ ગામની બંને તરફના પહાડો શાંત ઉભા હતા, આકાશમાં પાતળી પ્રકાશ રેખા એક ગયેલા દિવસની ઝાંખી કરાવતી હતી, પહાડો પણ જાણે કે શ્વાસ રોકીને ઉભા હતા. બહુ દૂર નહીં એવી એક સર્ચલાઈટ હવામાં પ્રકાશના શેરડા રેલાવી રહી હતી, હુકમો છૂટ્યા અને સર્ચલાઈટ પૃથ્વી છોડીને આકાશમાં ભમવા લાગી, ક્યારેક તેના પ્રકાશનો શેરડો આવી જ કોઈક બીજા પ્રકાશને મળતો અને આકાશમાં સરસ ભૌમિતિક આકૃતિઓ રચાતી, અને વિખેરાઈ જતી. જાણે કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તેમનો પ્રકાશ ગળી જતો હોય તેમ તે સાવ અન્યમનસ્ક પણે ફર્યા કરતી, અજાણ્યા અંધારા ને ઉલેચતી એક સર્ચલાઈટ.

Photo courtesy Wikipedia

Photo courtesy Wikipedia

વાતાવરણ એવું ભારે થઈ ગયું કે આવામાં જાણે કે કોઈ શ્વાસ પણ લેવાની હિંમત ન કરે…..કારણ કે આ અવાજ હતો અઢારસો ફાઈટર પ્લેનો નો જે હેમ્બર્ગ પર દક્ષિણ તરફથી આક્રમણ લાવી રહ્યા હતા અને એ પણ માન્યામાં ન આવે એટલી ઉંચાઈ પરથી…આમ તો અમે બસ્સો…કે તેથી ય ક્યાંય વધારે હવાઈ આક્રમણ ખમી ચૂક્યા છીએ પણ આટલું મોટું આક્રમણ નવું હતુ. પણ જાણે કે આ આક્રમણ સાથે બધાને જૂની ઓળખ હતી, બધાએ આની ધારણા કરેલી, આ એ જ હતું જેની ચર્ચાઓ કેટલાય મહીનાઓથી થતી, જે અમને ચિંતિત કરતું. તે અંત હતો, અંત કદાચ એક સંસ્કૃતિનો, એક શહેરનો, એક કસ્બાનો, કદાચ મારો…

અવાજ સાંભળી હું તરત ઘર તરફ દોડ્યો, મિસિએ કદાચ ઉપરથી મારા માટે બૂમ પાડી હશે … મેં જવાબ આપ્યો કે નહીં મને યાદ નથી. રાત્રીના એકાદ વાગ્યો હશે. કેબીનની બારીઓ પડદાવાળી  ન હતી એટલે અમે બત્તી કરી શક્તા ન હતા, અમે અંધારામાં અથડાતા ભોંયરાનું બારણું શોધવા લાગ્યા, મેં કડી ઉંચકી નાનકડી બખોલ જેવા અમારા ભોંયરાનો દરવાજો ખોલ્યો, હું ફક્ત મારૂં માથું ઉપર રહે તેમ ભોંયરામાં ઉતર્યો અને મિસિએ મને જે આપ્યું બધુંય મેં નીચે નાખ્યું, , મિસિ એક બેગ તેમાં નાખી પોતે પણ તેમાં ઉતરી. અંધારામાં અથડાવાથી ટેબલ પડ્યું અને તેના પર કાચનો વાટકો હતો તે તૂટ્યો, મિસિએ એક નાનકડી મીણબતી સળગાવી પણ પછી મીણ બચાવવા તે તરત ઓલવી નાખી. પછી હું ઉપર આવી ગયો, તેણે મને અંદર રહેવા કહ્યું પણ હું ઉપર આવતો રહ્યો. તેણે ભોંયરાનો દરવાજો બંધ કર્યો, કદાચ આમ કરવાથી તેને સુરક્ષાનો અનુભવ થતો હોય, પણ સુરક્ષા શેનાથી?

અમારી વચ્ચેનું આ એક પાટીયું શું ફરક કરી શકે? આ બધુંય મૂર્ખામી જેવુ હતુ અને આના વિશે આજે વિચારતા હૈયું બધા માટે ખૂબ લાગણી અને દયાથી ભરાઈ જાય છે, અને આપણે મૂંગા થઈ જઈએ છીએ કારણકે શબ્દો પણ ક્યારેક ખૂંચે છે. આજે પણ અમે સંગીત માણી શક્તા નથી, અમારે ઉભા થઈ જતું રહેવુ પડે છે. અમે એવા સૈન્યની દયા પર હતા જે અમને મારવા, વિનાશલીલા આચરવા તલાપાપડ હતું. તે રાતોમાં હું જીવનની આવી અનિશ્ચિતતાઓ વિશે વિચારતો શાકભાજીની વાડી અને તારની વાડ વચ્ચે આમ થી તેમ ચાલ્યા કરતો.

આંખોને જોવા માટે કાંઈ ખાસ નહોતુ, જે હતું તે કાયમ સરખું, હેમ્બર્ગ ઉપર ના આકાશમાં કેટલાય તણખા ઝરતા, અગનજ્વાળાઓ ફરતી, જેને લોકો ક્રિસમસ ટ્રી કહેતા. ક્યારેક દસ, ક્યારેક એક કે બે વિમાનો તે રચતા, ક્યારેક તો આકાશમાં એકેય વિમાન ન હોય અને તમને થાય કે હાશ ! હવે આ પૂરૂં થયું અને ત્યાં પાછું નવું ફાઈટર અને નવી લડાઈ…આવાં બોંબ જાણે આકાશમાં થી ગરમ લોખંડ વરસતું હોય તેમ પડતા, અને તમે તે ક્યાં પડે છે તે ચોખ્ખું જોઈ શક્તા, પણ પછી તે ફક્ત લાલ ધુમાડાના પર્વતમાં ખોવાઈ જતા જે હેમ્બર્ગ શહેરના સળગતા મકાનો અને ઈમારતો માંથી નીકળતો. ધુમાડાનું આ વાદળ પૂર્વ તરફ વધી રહ્યું હતું, પણ મેં ધ્યાન ન આપ્યું. સર્ચલાઈટ અને એન્ટી એરક્રાફ્ટ ગનના ફૂટવાથી થતા શેરડા તરફ પણ મેં ધ્યાન ન આપ્યું. નાની એન્ટી એરક્રાફ્ટ ગન ના શેરડા ભાગ્યે જ દેખાતા હતા અને આર્ટીલરી શેલના ભારે જથ્થા બધી તરફ ફૂટી રહ્યા હતા. જ્યારે મારા માથા ઉપર જ અવાજ થયો, તે એક એન્ટી એરક્રાફ્ટ ગનના ફાયરીંગનો અને એક પ્લેન ને વાગવાનો, ત્યારે હું ઘરમાં ભાગ્યો.

એક પછી એક ઘણા વિમાનો સળગ્યા અને ટપોટપ પડવા લાગ્યા જાણે કે આકાશમાં થી ઉલ્કાઓ ન પડતી હોય. પણ આના થી શિકારીની મનોવૃતિમાં જે પડવો જોઈએ તેવો કોઈ ફરક પડ્યો નહીં. જ્યાં આ વિમાનો પડ્યા ત્યાં થોડીક વાર અજવાળું રહ્યું, પણ આના થી મને એક ઘાતકી સંતોષ ન થયો કે અમે એક શત્રુને મારી પાડ્યો. પાસેના મકાનના ઉપલા માળે ઉભેલી કોઈક સ્ત્રીએ તાળી પાડી ખુશી વ્યક્ત કરી પણ તેને સાથ આપવા કોઈ ન હતું. અચાનક એક દૂધીયા પ્રકાશનો શેરડો મને ઘેરી વળ્યો અને એક ફાઈટર પાછળ, મેં તેનાથી બચવા કૂદકો માર્યો, અને પછી કુદરત પણ જાણે પેલી સ્ત્રીની વિરુધ્ધમાં હતું. નાળચા વગરની બે તોપ જાણે ધાણી ફૂટે તેમ તે મકાન પર વરસી પડી, અને એ મકાનને ધૂળ અને કચરાનો ઢગલો કરી દીધું, જેમાં કોઈક માનવીના પણ અવશેષ હતા.

Translated By Jignesh Adhyaru

Translation of a chapter from Book written by Nossack, Hans Erich titled : “The end – Hamburg 1943”


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “અંત નો આરંભ – હેમ્બર્ગ ૧૯૪૩

 • chandra.

  tamara Gujarati sahiya ni amo ne khubj jarur chhe tamara lakhan thhi khubaj janwa male chhe
  navi navi wangio malti rahe chhe.Aabhar.
  comment by ::
  Chandra.

 • Heena Parekh

  આપે કરેલા તમામ અનુવાદો ખૂબ જ ભાવસભર છે. વાંચતી વખતે એવો અહેસાસ થતો જ નથી કે અનુવાદ વાંચી રહ્યા છે. અનુવાદની કળા આપે સિધ્ધહસ્ત કરી છે તે બદલ અભિનંદન.

 • સુરેશ જાની

  બહુ જ સરસ અનુવાદ.
  હેમ્બર્ગનો બોમ્બમારા વિશે આપણે બહુ જાણતા નથી, પણ એમ કહેવાય છે કે, હીરોશીમા અને નાગાસાકી જેવો જ વિનાશ વેરાયેલો અને આખું શહેર, પરંપરાગત બોમ્બમારાથી નાશ પામ્યું હતું.

  આમ જ ગુજરાતી સમાજને ખબર ન હોય તેવી વાતો આપતા રહેજો. ચીલાચાલુ લખાણોથી અલગ, આવી સત્યકથાઓથી સૌને ઘણું જાણવા મળશે.