હું ઓફીસથી આવીને ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતો હતો, અને મારી પત્ની રસોડામાં રસોઈ કરી રહી હતી. મારી દોઢ વર્ષની દીકરી તેના રમકડાં સાથે રમી રહી હતી. હું ટીવી પર કોઈક સારો કાર્યક્રમ શોધવાની પેરવીમાં હતો કે અચાનક મારી પુત્રી મને પૂછી બેઠી,
“પાપા આ શું છે?” હું અવાચક થઈ ગયો. અમે તેને શીખવતા હતા કે આને હાથ કહેવાય, આને પગ કહેવાય, કે હાર્દીની આંખો ક્યાં છે ને હાર્દીના કાન ક્યાં છે, વગેરે વગેરે અને તે અમને ઈશારાથી જવાબ આપતી. પણ આમ તેના મોઢે પહેલી વાર આવો પ્રશ્ન સાંભળ્યો, મારી પત્ની ખુશ થતી રસોડામાં થી ત્યાં આવી ઉભી અને ખેલ જોઈ રહી.
મેં તેને જવાબ આપ્યો, “બેટા એને હાથ કહેવાય”. ફરી તે જ પ્રશ્ન, “પાપા આ શું છે?”
અને મેં ફરી એ જ જવાબ આપ્યો “આ હાથ છે.” મને તેના હાવભાવ જોવાની મજા આવવા લાગી.
તેને કદાચ સંતોષ નહીં થયો હોય એટલે તેણે પાછું ફેરવ્યું
“પાપા, આને હાથ કહેવાય?” એને એમ કે આમાં એવુ તો શું છે કે આને હાથ કહેવો પડે?
ડોકીને ઉંચી નીચી કરી, ઝાટકો મારી આવા પ્રશ્નો પૂછવાની તેની આવડત પહેલી વાર જોઈ રહેલા અમે તેના જવાબો આપવા તત્પર હતા.
“હા આને હાથ કહેવાય……”
થોડા સમય પછી ફરી “પપ્પા આ શું છે?”,
મેં જવાબ આપ્યો “આને રીમોટ કહેવાય”,
તો તે ફરી પૂછે “મીમોટ કહેવાય?”
“હા દીકરા” મેં કહ્યું.
જમતી વખતે “પપ્પા આ શું છે?”
“બેટા આ રોટલી કહેવાય”
“રોતલી?”
“હા રોટલી” તેની મમ્મી એ જવાબ આપ્યો. અને તેને ખવડાવવાનો પ્રયત્ન પાછો શરૂ કર્યો.
એકવાર મકોડાને પકડીને પૂછે “પપ્પા આ શું છે?”
તેની મમ્મી તેને ખીજાઈ ને કહે “ફેંકી દે …. મકોડાને ફેંકી દે…”
“આને મતોદો કહેવાય?”
તેની મમ્મીએ તેના હાથમાંથી મકોડો મુક્ત કરાવ્યો…
સમયની સાથે હવે તેના “આ શું છે” એવી રીતે ફૂટવા માંડ્યા જાણે મશીનગન ની ગોળીઓ….નાના બાળક માટે તો આ શું છે પૂછવા જગતમાં એટલી બધી વસ્તુ છે કે પાર ન મળે, એટલે હવે આ રોજની આદતથી અમે કંટાળવા માંડ્યા, શરૂઆતની મજા હવે કંટાળાનું સ્વરૂપ લેવા લાગી અને પ્રેમ ભર્યા જવાબો તેને ટાળવા માટેના રસ્તા બનતા ગયા. ટીવી, કાંસકો, મારૂ આઈડી કાર્ડ, બાઈક, ગાય, ગેસ સ્ટવ, બીજા નાના બાળક, કોલ્ડડ્રીંક્સની બોટલ, નાસ્તો કે કચરો, તેના આ શું છે સર્વત્ર વ્યાપી રહ્યા.
એક દિવસ મહેમાન આવ્યા હતા, ચા બની રહી હતી અને અમે વાતોમાં મશગૂલ હતાં. મારી પત્ની ચાની પ્લેટ લઈને આવતી હતી કે તે વચ્ચે આવી અને તેની આદત મુજબ દોડીને મારી પત્નીને પકડવા તેના પગ તરફ વધી, “મમ્મી આ શું છે?” એમ પૂછતા પૂછતા તેના પગ જોરથી પકડી લીધા અને આ હુમલાથી અજાણ મારી પત્નીના હાથમાંથી ગરમ ચા નો અભિષેક મારી દીકરી પર થઈ ગયો…
ગરમ ચા ઢોળાવાથી તે રડવા લાગી, અને બધાંય તેની સેવામાં લાગી ગયા….બર્નોલ, ઘી થી લઈ ડોક્ટર સુધી પ્રોગ્રામ થયો…..અને છેલ્લે ઈલાજ પછી ઘરે પાછા ફરતા હતા કે તેના માથા પર, કપાળ પર જ્યાં ચા ઢોળાયો હતો ત્યાં હાથ કરી તે કહે “પપ્પા આ શું છે?”
મેં કહ્યું “હાર્દી ને બાઉ થયુ છે ને ?…ત્યાં ન અડાય”
પોતાની તરફ આંગળી કરીને કહે “પપ્પા આ શું છે?” …..
હવે હું તેના સવાલોને અવગણી શક્તો નથી, કારણ કે તેના છેલ્લા આ શું છે નો જવાબ મેં હજી તેને આપ્યો નથી
—–
મારી વહાલસોઈ દીકરી સાથેના મારા અનુભવો લખવા બેસું તો આવા કાંઈ કેટલાય પાના ભરાય … મારો આ પ્રયત્ન કેવો લાગ્યો તે જરૂરથી કહેશો…
જીગ્નેશ અધ્યારૂ
______________________****_______________________
મારી દીકરી વિષેની આ પોસ્ટ સાથે એક ખુશ ખબર….આ બ્લોગના સહલેખક અને મારા મિત્ર વિકાસ બેલાણીના ઘરે પારણું બંધાયું છે અને તેને પ્રભુએ એક પુત્રીરત્ન આપ્યું છે…….વિકાસને તે માટે ઘણી ઘણી શુભકામનાઓ….કર્ક રાશી (ડ, હ) પરથી નામ સૂચવશો…
saras hu ma nathi bani sakti.apn tamari varta thi.aanubhav thayo.che.nice .i like this
please tell me name from tula (libra)(R or T)rashi for girl baby
very nice………..
Jignesh,
When our kids will grow and we will become young.. I think we shall continue on each and every new adventures of them…”WHAT IS THIS ????”… aa shu chhe…
I wrote only two lines but just try to repeat these lines 10 times in your mind… then you realize my feelings… aa shu chhe…
Too late to comment… but you know.. Jignesh…Old is Gold…
Dear bhai
A very good sharing experiemce.
I ahve also two daughter.In today’s world ,daughter will stay like a son.
If u know the website/Adress of Only daughter’s parent club which was established in Ahmedabd then please post me and oblige.
‘Keep Writting”
Minanshu
suggested name – HARITA
સમયની સાથે હવે તેના “આ શું છે” એવી રીતે ફૂટવા માંડ્યા જાણે મશીનગન ની ગોળીઓ….નાના બાળક માટે તો આ શું છે પૂછવા જગતમાં એટલી બધી વસ્તુ છે કે પાર ન મળે,
very true. kharekhar emana masoom savalo na javab aapvani bahu j maza aave che.
Ketan
Hi
Congretulation to your friedn and to you as well for your writing just keep it up.
Jay
એમની દિકરી માટે Dolly અને holy holly Harini નામ સૂચવું છું.
બાળકોની કાલીઘેલી વાતો કરવા બેસીએ તો સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર ના પડે. જ્યાં સુધી “આ ચું ચે?”નો પશ્ન ચાલુ રહેશે ત્યાં સુધી જવાબ આપવાની કોશિશ કરતા રહો. આપના મિત્ર વિકાસભાઈના ઘરે પણ લક્ષ્મીજી પધાર્યા છે તો એમને મારા તરફથી અભિનંદન પાઠવશો.
આ ટું ટે? ઇઇઇઇ…
— કવિન તરફથી.
જિગ્નેશભાઇ,
આપનો પુત્રિ વિશેનો લેખ વાન્ચી ખુબ આનન્દ થયો, આઠમ ના મેળા ની યાદ આવી ગઈ અને જુના સમ્ભરાણા તાજા થયા.
બાળકોની ભાષા, આપણે ભુલી ગયેલી ભાષા.
Dear,
Jigneshbhai
Balya avsta bhagvane adbhut banavi che
nana balako na bol moti na dana svarup che.
temna atpata sawalo ma temni aaturta raheli hoy che. temaj hardi na komal man par
aavij jignyasa raheli che.
Tamara Mitra na ghare Svayam Laxmiji e Avtar Pamya che to mara taraf thi temne Abhinandan.
Temana Suputri Nu nam { HEENA , HETA.}
shree Jigneshbhai,
nana balko ni kali kali bhasha nu to ramayan
jevu pustak bani jai ,khubaj tamari dikari ni
kali bhasha bhasha lakhi mokalwa badal.tame mari chalish varsh juni yaad taji kari didhi.
comments by ::
Chandra.
sundar lekh jigneshbhai .. !!
Internet par dil ni lagnio vanchi ne ghano aanand thayo.
but i like hasini because i in that character of it support the name as she smiles everytime
name should be hitakshi,hasini,harini(last two name i heard in film)
હાર્દીના ફોટોગ્રાફની કમી છે. બાકી બાળકોની કાલીઘેલી વાતો કરવા બેસીએ તો સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર ના પડે. જ્યાં સુધી “આ ચું ચે?”નો પશ્ન ચાલુ રહેશે ત્યાં સુધી જવાબ આપવાની કોશિશ કરતા રહો. આપના મિત્ર વિકાસભાઈના ઘરે પણ લક્ષ્મીજી પધાર્યા છે તો એમને મારા તરફથી અભિનંદન પાઠવશો. એમની દિકરી માટે હેલી અને હેત્વી નામ સૂચવું છું.