Daily Archives: September 2, 2008


અંત નો આરંભ – હેમ્બર્ગ ૧૯૪૩

ક્યારેક શનિવારની મોડી રાત્રે કે રવિવારે સવારે મિસિ મને ઉઠાડતી. તે ઉપરના માળ પરથી બૂમો પાડતી  “તને સંભળાતુ નથી? જલ્દી કેમ ઉભો થતો નથી?” હું માંડ માંડ સુતો હોઉં….ફક્ત જ્યારે હવા ની દિશા તમારી તરફ હોય તો તમે દૂરના ગામડાઓ પર થયેલા હુમલાના લીધે વાગતા સાયરન સાંભળી શકો., પણ આ સિવાય, ઘણા સમયથી અમે આવા સાયરન વાગે તો ય પથારીમાં પડ્યા રહેવા ટેવાઈ ગયા હતા, અને ત્યાં સુધી ઉભા ન થતા જ્યાં સુધી એન્ટી એરક્રાફ્ટ ફાયર સૂચવે કે ખરેખર આપણા પર હુમલો થયો છે. આ આદતે હજારોનો ભોગ લીધો હશે… હું આવો ચીડાયેલો જવાબ જ આપવાનો હતો અને પડખું ફરવા જ જતો હતો કે જ્યારે મેં આવો અવાજ સાંભળ્યો, હું પથારી માં થી ઉભો થઈ ગયો, કહો કે કૂદી પડ્યો અને ખુલ્લા પગે દોડ્યો. જો કે આ સંજોગોમાં ફસાયેલા બધાને ખબર હતી કે ન ઉપર, ન નીચે, આનાથી બચવાનો કોઈ રસ્તો નથી….હું તેનો તાગ લેવા મથી રહ્યો. ઉતર પશ્વિમમાં એલ્બ ગામની બંને તરફના પહાડો શાંત ઉભા હતા, આકાશમાં પાતળી પ્રકાશ રેખા એક ગયેલા દિવસની ઝાંખી કરાવતી હતી, પહાડો પણ જાણે કે શ્વાસ રોકીને ઉભા હતા. બહુ દૂર નહીં એવી એક સર્ચલાઈટ હવામાં પ્રકાશના શેરડા રેલાવી રહી હતી, હુકમો છૂટ્યા અને સર્ચલાઈટ પૃથ્વી છોડીને આકાશમાં ભમવા લાગી, ક્યારેક તેના પ્રકાશનો શેરડો આવી જ કોઈક બીજા પ્રકાશને મળતો અને આકાશમાં સરસ ભૌમિતિક આકૃતિઓ રચાતી, અને વિખેરાઈ જતી. જાણે કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તેમનો પ્રકાશ ગળી જતો હોય તેમ તે સાવ અન્યમનસ્ક પણે ફર્યા કરતી, અજાણ્યા અંધારા ને ઉલેચતી એક સર્ચલાઈટ. વાતાવરણ એવું ભારે થઈ ગયું કે આવામાં જાણે કે કોઈ શ્વાસ […]