દુખી થવું છે?….આ રહ્યા રસ્તા – ચંદ્રકાંત કાજી 10


તમારી જ વાત કર્યા કરો

તમારો જ વિચાર કર્યા કરો

‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો

કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો

કોઈનો ય વિશ્વાસ ન કરો

તમારી ફરજમાં થી છટકતા રહો

‘હું’ શબ્દનો મહત્તમ ઉપયોગ કરો

બીજા માટે બને એટલું ઓછું કરો

તમારી મહેરબાની બદલ કોઈ આભાર ન માને તો સમસ્યા કરો

દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો

(આના પરથી સુખી થવાના રસ્તા શોધવાની છૂટ છે)

 – ચંદ્રકાંત કાજી


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “દુખી થવું છે?….આ રહ્યા રસ્તા – ચંદ્રકાંત કાજી