જે હતા મિત્રો – સારસ્વત


ભીના ભરપૂર કાંટાળા, લીલેરા જે હતા મિત્રો;
હવે ખડકો અને રણ રણ, ગયા બદલાઈ સૌ મિત્રો.

અમારી સહેજ અમથી લાગણી આંબા થઈ ફળતી;
લઈ સોગંદ ખારાપાટના રઝળાવતા મિત્રો.

કદી ડુંગર નથી માંગ્યા, ન માગ્યા ધોધમારો કંઈ;
મૂઠી બે હાસ્ય, ખોબો જળ, છતાં ટટળાવતા મિત્રો.

અમારી પણ હતી દુનિયા, હતી ધૂળનેય મહેકાવી;
પડી છે એ જ આંખોમાં, સમજતા કેમ ના મિત્રો.

– સારસ્વત


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “જે હતા મિત્રો – સારસ્વત