રાજકારણ… – સાગર ચૌહાણ 12


તરબોળ થઈ ગઈ છે આ યુવાની હવે નીચવી નાખો;
ઉપર સુધી ચડ્યું છે પાણી, હવે સીંચી નાખો.

ખાધી છે મીઠાઈ આ કારણ વગરના રાજકારણમાં
બહુ ચાલ્યા અમે, આ અણસમજુ સમાજમાં.

બનાવી છે સારી પ્રતિષ્ઠા અમે, માંગીને ભીખ ડેલીએ ડેલીએ;
અભણ તો હતા અમે, તમને પણ બનાવ્યા અમે.

ભાન ભૂલીને પીધી છે મદિરા, હવે મૂકશું નહીં તમને
રચ્યા પચ્યા છીએ અમે કામમાં, ગુલામને પણ બનાવશું એક્કો હવે

બનાવ્યા છે બંધારણો અમલ માટે; અમને ક્યાં તેનું જ્ઞાન છે;
જેને જ્ઞાન છે, તેને ક્યાં તેનું ભાન છે?

છેતર્યા છે અમે તમોને ઠગ બનીને, પૂજ્યા છે તમે અમને ભક્ત બનીને;
હવે ભૂલશો નહીં આ અતૂટ બંધનને, સમય આવે એટલે દબાવજો બટનને.

કેટલા ભોળા છો તમે એ માન્યુ અમે;
જ્યારે સાંભળવા અમને બનાવ્યું ટોળું તમે.

સત્ય અને હકીકત વચ્ચે પથ્થરની ગાદી પર તથ્ય બની બેઠા છીએ અમે,
રજૂ કરીશું લલચામણી યોજનાઓ ઢોલ વગાડી નચાવશું તમને.

રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વ્યક્ત કરી છે અમે ભ્રષ્ટ આચરણ કરીને..
સફેદ કપડાં પહેરીને કાળા કામ કર્યા છે, હવે ચાલશું માથુ ઉંચુ કરીને.

કર્યા છે આશાના અમીછાંટણાં ઘેરઘેર, નક્કી પાર પાડીશું તમારી જરૂરીયાતોને
આ વાયદો નથી હકીકત છે, પણ શું કરીએ, કાચિંડાની જેમ અમને પણ રંગ બદલવો પડે છે.

કોણ કહે છે અમે ખરાબ છીએ? તમારા થકી જ તો ચૂંટાયા છીએ અમે.
લાગણી અને ભાવનાથી દૂર છીએ અમે, બસ રૂપિયા કેમ બનાવવા એમાં મશગૂલ છીએ અમે.

તમારા સપનામાં આવીને કરીશું પેશાબ અમે, નોંધી લેજો આ વાત તમે,
જો ખોટા પડીએ તો કરજો બળવો, ખાતરી છે બરબાદ થશો તમે.

અરે વ્હાલા, અરે વ્હાલી, આ ક્યાં આજકાલનું છે? આ તો વર્ષો જૂનું છે.
પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ સાલો આ સંસાર જ રાજકારણથી બનેલો છે.

– સાગર ચૌહાણ

રાજકારણ વિશેની પ્રસ્તુત પદ્યરચના પદ્યના કયા પ્રકારને અવલંબે છે એ સવાલને અવગણીએ તો એમ કહી શકાય કે રાજકારણીઓ અને તેમના મનમાં સતત ચાલતા સત્તા, સંપત્તિ અને ખુરશીના મોહને અહીં રાજકોટના સાગરભાઈ ચૌહાણ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ સાગરભાઈનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “રાજકારણ… – સાગર ચૌહાણ