રાજકારણ… – સાગર ચૌહાણ 12


તરબોળ થઈ ગઈ છે આ યુવાની હવે નીચવી નાખો;
ઉપર સુધી ચડ્યું છે પાણી, હવે સીંચી નાખો.

ખાધી છે મીઠાઈ આ કારણ વગરના રાજકારણમાં
બહુ ચાલ્યા અમે, આ અણસમજુ સમાજમાં.

બનાવી છે સારી પ્રતિષ્ઠા અમે, માંગીને ભીખ ડેલીએ ડેલીએ;
અભણ તો હતા અમે, તમને પણ બનાવ્યા અમે.

ભાન ભૂલીને પીધી છે મદિરા, હવે મૂકશું નહીં તમને
રચ્યા પચ્યા છીએ અમે કામમાં, ગુલામને પણ બનાવશું એક્કો હવે

બનાવ્યા છે બંધારણો અમલ માટે; અમને ક્યાં તેનું જ્ઞાન છે;
જેને જ્ઞાન છે, તેને ક્યાં તેનું ભાન છે?

છેતર્યા છે અમે તમોને ઠગ બનીને, પૂજ્યા છે તમે અમને ભક્ત બનીને;
હવે ભૂલશો નહીં આ અતૂટ બંધનને, સમય આવે એટલે દબાવજો બટનને.

કેટલા ભોળા છો તમે એ માન્યુ અમે;
જ્યારે સાંભળવા અમને બનાવ્યું ટોળું તમે.

સત્ય અને હકીકત વચ્ચે પથ્થરની ગાદી પર તથ્ય બની બેઠા છીએ અમે,
રજૂ કરીશું લલચામણી યોજનાઓ ઢોલ વગાડી નચાવશું તમને.

રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વ્યક્ત કરી છે અમે ભ્રષ્ટ આચરણ કરીને..
સફેદ કપડાં પહેરીને કાળા કામ કર્યા છે, હવે ચાલશું માથુ ઉંચુ કરીને.

કર્યા છે આશાના અમીછાંટણાં ઘેરઘેર, નક્કી પાર પાડીશું તમારી જરૂરીયાતોને
આ વાયદો નથી હકીકત છે, પણ શું કરીએ, કાચિંડાની જેમ અમને પણ રંગ બદલવો પડે છે.

કોણ કહે છે અમે ખરાબ છીએ? તમારા થકી જ તો ચૂંટાયા છીએ અમે.
લાગણી અને ભાવનાથી દૂર છીએ અમે, બસ રૂપિયા કેમ બનાવવા એમાં મશગૂલ છીએ અમે.

તમારા સપનામાં આવીને કરીશું પેશાબ અમે, નોંધી લેજો આ વાત તમે,
જો ખોટા પડીએ તો કરજો બળવો, ખાતરી છે બરબાદ થશો તમે.

અરે વ્હાલા, અરે વ્હાલી, આ ક્યાં આજકાલનું છે? આ તો વર્ષો જૂનું છે.
પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ સાલો આ સંસાર જ રાજકારણથી બનેલો છે.

– સાગર ચૌહાણ

રાજકારણ વિશેની પ્રસ્તુત પદ્યરચના પદ્યના કયા પ્રકારને અવલંબે છે એ સવાલને અવગણીએ તો એમ કહી શકાય કે રાજકારણીઓ અને તેમના મનમાં સતત ચાલતા સત્તા, સંપત્તિ અને ખુરશીના મોહને અહીં રાજકોટના સાગરભાઈ ચૌહાણ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ સાગરભાઈનો આભાર તથા શુભકામનાઓ.


Leave a Reply to Chetan ThakerCancel reply

12 thoughts on “રાજકારણ… – સાગર ચૌહાણ

  • ભવ્ય રાવલ

    ખૂબ જ સરસ રચના.. સાગરભાઇ ટેકનોલોજી ક્ષેત્રે તો અવ્વલ હતા જ સાથે થોડા સમયથી સાહિત્ય ક્ષેત્રે જોડાય સ્પેરપાર્ટ સાથે શબ્દોને પણ જીવનઅંગ બનાવી તેમના સ્વભાવ જેવો જે રંગીલો વ્યાયામ કરી રહ્યા છે તે પ્રસંશનીય છે. સાથે આક્ષરનાથ.કોમનો પણ આભાર કે નવા કલમવીરોને મોકો અને મંચ આપતા રહ્યા છે.

  • tej

    ખુબ જ આભિનન્દન… આ કૃતિ રજુ કરેી, પ્રવર્તમાન પરિસ્થિતેી સાંકળવા બદલ્.

  • Shirish Mehta

    Rightly illustrated by Shri. Sagarbhai Chauhan in this poetry. More and more such poetries should come out by such eminent poets so as to inform to needy readers anxious to read and get it same to more amd more people.
    Sagarbhai needs appriciation from us for such poetry.

  • Mr.P.P.Shah

    You have rightly put up the real feelings of electoral people who always feel hapless and helpless against these lot of politicians who are printed as said original weights hurled upon us every time and we have no choice but to vote any one thinking as lesser evil. These guys do not show their face after getting win and do not pay any heed to genuine needs and issues of public. Kudos for painting the reality we guys are facing from these crooks. Yes, These guys make us to remind respected personalities like Sardar, Shastri, Gandhiji, and such other dreamlike persons.

  • Sumit Bijvani

    આ રાજકારણ વિષે તો ઘણું બધું સાંભ્ળ્યું હતું, આજે તો કવિતા પણ સાંભળી લીધી.

    ખુબજ સરાજ રજૂઆત બદલ ધન્યવાદ.

  • Chetan Thaker

    સાગર, રાજ્કારનિઓનિ લુચાઇ ને પોતનિ કવિતાના માધ્યમ થિ રજુ કરવામા સફળ થયા હોય એવુ લાગે છે તેમનિ પ્રથમ ક્રુતિ હોય તેમને ખુબ ખુબ અભિનન્દન

    ચેતન્

  • M.D.Gandhi, U.S.A.

    આ સંસારજ રાજકારણથી બનેલો છે, કેટલું સત્ય લખ્યું છે…..છેલ્લામાં છેલ્લો દાખલો… “આપ”ના બીન્નીનો……..ખુરશી ન મળે તો સેવા થાયજ નહીં…..?????