સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હરનિશ જાની


બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની 10

ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ ની પ્રસ્તાવનામાં ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે, ‘હાસ્યની નવ્વાણું તરકીબ અસ્તિત્વ ધરાવતી હોય તો હરનિશભાઈ એકસો આઠ જાણે છે.’ હાસ્યરચનાઓના એમના બે સંગ્રહમાંથી પસંદ કરેલી રચનાઓની ભાવસૃષ્ટિના પરિચયને નિમિત્ત બનાવીને ડાયસ્પોરા વિભાવને કલાત્મક અભિવ્યક્તિ અર્પવાના એમના દ્રષ્ટિપૂર્ણ પ્રયત્નને અવલોકવાનો અનુક્રમ ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાં થયો છે. હરનિશભાઈ હવે ફક્ત ડાયસ્પોરા વર્તુળ પૂરતાં જ નહીં, સમગ્ર ગુજરાતી વાંચકવર્ગ માટે અદના હાસ્યલેખક પૂરવાર થયા છે. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાંથી આજનો લેખ સાભાર લેવામાં આવ્યો છે. ‘ક’ ભાઈનું પાત્રનિરુપણ, તેમની સેવાવૃત્તિ, ઉપકારનો બદલો વાળવાની તેમની મહેચ્છા અને એ નિમિત્તે થતી પ્રસંગશૃંખલાઓ દ્વારા હાસ્યનિરુપણ અહીં કરાયું છે. તરવાનું આવડતા હોવા છતાં ડૂબવાનો ઢોંગ કરતા લેખકને બચાવવા તરતા ન આવડતું હોવા છતાં કૂદી પડવુ એ તેમની સેવાવૃત્તિની ચરમસીમા દર્શાવે છે અને એ પ્રસંગ હાસ્યરસ પણ પૂરે છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘પાર્શ્વ પબ્લિકેશન’ નો ખૂબ આભાર.


ભાષણ વિશે ભાષણ… – હરનિશ જાની 5

ભાષણ વિશે ભાષણ… ભાષણ કેટલું લાંબું હોવું જોઇએ? ભાષણની અસર લોકો પર કેવી છે? ભાષણનો વિષય, ભાષણ સાંભળવાની મઝા જેવા ભાષણને લગતા અનેક વિષયો પર લેખિતમાં ભાષણ આજે પ્રસ્તુત કર્યું છે. સૂરતમાં તાજેતરમાં યોજાઈ ગયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના અધિવેશનને લક્ષમાં રાખીને આ કૃતિ પ્રસ્તુત કરવાની ઇચ્છા થઈ. આ જ વિષયને લગતો અન્ય એક લેખ પણ ટૂંક સમયમાં પ્રસ્તુત થશે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હરનિશભાઈનો આભાર તથા શુભકામનાઓ.


એ તો એમ જ ચાલે.. – હરનિશ જાની 17

હેમિલ્ટન, ન્યૂ જર્સીમાં રહેતા શ્રી હરનિશભાઈ જાનીનું નામ ગુજરાતી વાચકો માટે અજાણ નથી, અનેક સામયિકોમાં તેઓ લખે છે, તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ ને ૨૦૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે અને ગુજરાતી સાહિત્ય અકૅડમિનો પુરસ્કાર મળ્યો છે. તેમના વાર્તાસંગ્રહ ‘સુધન’ને ગુજરાતી સાહિત્ય અકૅડમિનું વર્ષ ૨૦૦૭નું બીજું પારિતોષિક પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત લેખમાં તેઓ ભારતીય વાહનવ્યવહારને અને અહીંની સિસ્ટમની વાતોને એકમેકસાથે સુંદર રીતે સાંકળે છે. કાયદેસર – ગેરકાયદે જેવા ભેદભાવોથી પર ચાલતી આ સિસ્ટમની વાત તેઓ સહજતાપૂર્વક અને સૂક્ષ્મ હાસ્ય સાથે મૂકી રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી હરનિશભાઈ જાનીનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


(મહમ્મદ ગઝનવી) ફ્રિક્વન્ટ રાઈડર – હરનિશ જાની 12

“માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય, માણસામાંથી ગુજરાત નીકળતું નથી.” એમ કહેનારા હરનીશભાઈ જાની ભલે અમેરિકા વસે છે, પરંતુ તેમના સર્જનોને એવી કોઈ સરહદો બાંધી શક્તી નથી. શ્રી રતિલાલ બોરીસાગર તેમના માટે કહે છે તેમ, “સંવેદનશીલતા, સર્જકતા ઉપરાંત હાસ્ય પ્રેરવાની મૂળભૂત શક્તિ ધરાવતા ત્રિગુણમૂર્તિ સર્જક એટલે હરનીશ જાની. એમના લોહીમાં હાસ્ય ઘોળાયેલું છે, એટલે હાસ્યના ઉપલક્ષ્યમાં લોહીની તપાસ થાય તો તેમનું ગ્રૃપ H Positive નીકળે.” તેમની હાસ્યવાણી એક અમેરીકન ગુજરાતીની પ્રેમાળ, સંવેદનશીલ મજાક સાથે શિષ્ટ મિષ્ટ હાસ્યરસ સતત પીરસતી એક અમેરીકન ગુજરાતીની દ્રષ્ટિ છે, અને એક ગુજરાતી અમેરીકનનો દ્રષ્ટિકોણ. આજે તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ માંથી પ્રસ્તુત રચના અહીં સાભાર લીધી છે.