ગામડે પાછી વળી.. – સં. સુરેશ જાની 4
હું દિવ્યા – દિવ્યા રાવત. મારું વતન ઉત્તરાખંડના પર્વતોની ગોદમાં પોઢેલું, નાનકડું પણ રળિયામણું, સરિયાધર ગામ. અત્યારે મારા એ માદરે વતનમાં અમારું જૂનું મકાન તોડાવી પાયાથી ચણાવેલા નવા નક્કોર મકાનના મારા એરક્ન્ડિશન્ડ રૂમમાં નવા જ બનાવડાવેલા ટેબલની સામે, નવી જ ખરીદેલી એક્ઝિક્યુટિવ ખુરશીમાં આરામથી બેસીને હું આ લખી રહી છું.
આમ તો હું સરિયાધર, દહેરાદૂન અને દિલ્હી વચ્ચે ફરતી રહું છું. પણ દિલ્હીની મારી નાનકડી ઓરડીની તે રાતની યાદ હું કદી ભુલી નહીં શકું. આખા દિવસના રઝળપાટ પછી થાકી પાકી હું પલંગમાં પડી હતી. પણ નિંદર મારી વેરણ થઈ ગઈ