સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વિનોબા


સબસે બડા રૂપૈયા – વિનોબા 2

આપણી મુખ્ય ખામી એ છે કે આપણે આસપાસના ગરીબો સાથે પૂરા એકરૂપ થઈ શકતા નથી, અને મારા મતે એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી આપણે પૈસાનો આધાર છોડતા નથી અને શરીરશ્રમ પર ઊભા થતા નથી. આમ તો આપણે થોડો પરિશ્રમ કરતા હોઈએ છીએ, પણ તેટલો પૂરતો નથી. આપણે શરીર શ્રમથી રોટી કમાવાનું વ્રત લેવું જોઈએ અને પૈસાથી મુક્ત થવું જોઈએ. તેના વિના શક્તિશાળી અહિંસા પ્રગટ નહીં થાય. ઈશુ જે કહી ગયા છે, તેને હું અક્ષરશ: માનું છું કે સોયના છેદમાંથી ઊંટ પસાર થઈ શકશે, પરંતુ પૈસાનો મોહ રાખનાર અહિંસાનો સાક્ષાત્કાર નહીં કરી શકે.


જીવનની પ્રયોગશાળાઓ – વિનોબા

વિનોબાજીએ ‘અહિંસાની ખોજ’ માં લખ્યું છે, ‘તેર વર્ષો સુધી ભારતમાં સતત પદયાત્રા ચાલી. કંઈક શાશ્વત કાર્ય આગળ ચાલતું રહે એ દ્રષ્ટિએ મેં છ આશ્રમોની સ્થાપના કરી. આ આશ્રમોએ સારાં લોકોપયોગી કામો કર્યા છે એ કહેતાં મને ખુશી થાય છે. આશ્રમોને મેં ‘લેબોરેટરીના પ્રયોગ’ કહ્યા છે. પ્રયોગશાળા બજારમાં નહીં, એકાંત સ્થાનમાં ખોલાય છે, પરંતુ એમાં જે પ્રયોગ થાય છે એમના માટે જે સામગ્રી એકઠી કરાય છે તે બધી સામાજિક હોય છે. પ્રયોગ તો ‘કંડિશન્ડ’ પરિસ્થિતિમાં કરાય છે પરંતુ એમાંથી નીકળનારા પરિણામ આખા સમાજને લાગુ પડાય છે.’ આવા જ બે આશ્રમો વિશે તેમના વિચારો પ્રસ્તુત છે.