સાહિત્યકાર મુજબ સંગ્રહ... : બાબુભાઇ વ્યાસ


“ટીડા જોશી” યંગક્લબનું એકાંકી; લેખક – બાબુભાઇ વ્યાસ 2

“ટીડા જોશી”
યંગક્લબ  ભજવાયેલું એકાંકી
લેખક શ્રી બાબુભાઇ વ્યાસ

૧૯૪૦ કે ૫૦ના દાયકાના સમયનું ગુજરાતનું એક ગામડું, જ્યાં બધા પોતાના હુન્નરથી ઓળખાય અને એ બધાની વચ્ચે એક અઠંગ જોષી મહારાજ, બધાને ઊંઠાં ભણાવી પોતાનું પેટીયું રળે. એવા એક ટીડાજોશીની આ વાત, યંગક્લબે પહેલી વખત ૧૯૫૦ના નવેમ્બરની ૨૦મી તારીખે ભાવનગરની એ. વી. સ્કૂલના ખંડમાં ભજવ્યું…

આ નાટક વિષે: એક આઇરિશ નાટક પરથી આ નાટકને અસ્સલ કાઠિયાવાડી રંગમાં બાબુભાઈએ લખ્યું છે. ૧૯૫૦ની સાલમાં પહેલી વખત યંગક્લબે ભજવ્યું ત્યારે પ્રેક્ષકોને ઘણું પસંદ પડેલું, તેમાં પણ “ટીડા જોશી” ની ભૂમિકામાં શ્રી નરહરિભાઈ ગુલાબરાય ભટ્ટ અને નિર્મળા તરીકે ડો. નિર્મળાબેન મહેતાનો અભિનય લાજવાબ હતો. જો કે આખી ટીમે સરસ કામ કરેલું. કલાકારોની આવડત અને અભિનય શક્તિ – જાણે એમ જ લાગે કે તેઓ આ ભૂમિકા માટે જ સર્જાયેલાં છે. પછી તો ઘણી વખત ભજવાયું. શામળદાસ કોલેજ અને ત્યાર બાદ ભોગીલાલ કોમર્સ કોલેજે પણ વાર્ષિક ઉત્સવોમાં મંચસ્થ કરેલું.


એકાંકી “હાલરડું” – બાબુભાઇ વ્યાસ 8

એકાંકી નાટક: “હાલરડું”, લેખક શ્રી બાબુભાઇ વ્યાસ

આ નાટક દિર્ગ્દર્શક, ભજવનારાઓ અને સ્ટેજ પર ની પ્રકાશ અને અવાજની વ્યવસ્થા કરવાવાળી વ્યક્તિઓ માટે એક પડકાર રૂપ છે, સમય સર સંવાદ અને રેડીઓ પર થતી ઉદઘોષણાઓ પણ નાટકનું એક મહત્વ નું અંગ છે. ૧૬ ઓક્ટોબર ૧૯૫૨ ના રોજ,ભાવનગર ની એ.વી. સ્કૂલના મધ્યસ્થ ખાંડમાં પહેલી વખત ભજવાયું.

સમય: સને ૧૯૦૦ થી ૧૯૫૨
સ્થળ: હિન્દની કોઈ પણ માંનો ઓરડો

પાત્રો: માં, માસ્તર, વેપારી, સમાજ સુધારક, છાપાવાળો, રેડીઓ એનાઉન્સર, મુસાફર અને માંભારતી

પડદો ખૂલેછે ત્યારે સ્ટેજ ના એક ભાગ પર સ્પોટ લાઈટ ના અજવાળે એક માં તેના બાળક ને પારણામાં ઝૂલાવતી નજરે પડે છે. સ્ટેજ ના બાકીના ભાગ માં અંધારું છે,
માં હાલરડું ગાતી હોઈ છે, “ઓ જશોદાજી આવડો લાડકવાયો લાલ ન કીજીયે”

માં નું હાલરડું ધીમે ધીમે શાંત થતું જાય છે. માં પારણામાંના બાળકને જુવે છે, ફરી હાલારડું ગંગાને છે.. …માં ઝોકે ચડે છે…સ્ટેજના બીજા ભાગ માં અજવાળું થાય છે અને માં નું સ્વપ્નું શરૂથાય છે.


યંગક્લબનું નાટક “આત્માના આંસુ”; લેખક – દિર્ગદર્શક : બાબુભાઇ વ્યાસ 4

એક આંગતુક ઘરે આવે છે અને બાપ અને દીકરીના શાંત પ્રવૃત્તિમય જીવનમાં ઝંઝાવાત પેદા કરી જાય છે અને નાટકને અંતે પ્રેક્ષકોને પણ એક આંચકો આપી જાય છે. પાત્રો છે : પ્રોફેસર અભિજિત, તેની દીકરી બિંદુ, ઘરકામમાં મદદ કરતો રામુ, દૈનિક “અભ્યુદય”, “તાજા સમાચાર” અને “નયા દિન” અખબારના પ્રતિનિધિઓ અને એક આગંતુક,

પડદો ખુલતાં મંચ પર એક ગ્રહસ્થ કુટુંબના દિવાનખાનામાં થોડી બેઠકોની વ્યવસ્થા થતી નજરે પડે છે. પ્રોફેસર અભિજિતના મરણ પછીના જીવન અને આત્મા ઓળખ પર કરેલા સંશોધન આધારિત પેપર તાજેતરમાં પ્રસિધ્ધ થયા છે. આજે પ્રેસ કૉન્ફ્રરન્સ છે. સમય સવારનાં સાડાઆઠ પછીનો, પડદો ખુલે છે ત્યારે બિંદુ મોટા અરીસા વાળા ડ્રેસિંગ ટેબલ પર ફ્લાવરવાઝ સરખું કરતી નજરે પડે છે. ઓરડો – દિવાનખાનું હોઈ જરૂર પ્રમાણે ફર્નીચર છે, પાછલી દિવાલમાં એક બારી છે, ડાબી બાજુ ઘરનાં બાજુના રૂમમાંથી દિવાનખાનામાં આવવાનું બારણું છે. જયારે જમણી બાજુનું બારણું ઘરનું પ્રવેશદ્વાર છે.


યંગક્લબનું નાટક “વિવેચક અથવા મુનળ” 7

સને ૧૯૪૮, ૬ નવેમ્બરના રોજ ભાવનગરની એ.વી. સ્કુલના મધ્યસ્ત ખંડના મંચ ઉપર આ નાટક યંગક્લબની ટીમે પહેલી વખત ભજવ્યું, પ્રેક્ષકોને ઘણું ગમ્યું, પછી તો “વિવેચક અથવા મુનળ” ઘણી વખત ભજવાયું, ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિકોત્સવમાં પણ મંચસ્થ થયું.

નાટકમાં વાત ગઈ પેઢીના અગ્રતમ ગુજરાતી સાહિત્યકારો અને તેમને રચેલાં અમર પાત્રો વચ્ચેના વિવાદની છે. પાત્રો છે : મુનિકુમાર, ઋષી, કાક, નાયક, બાદશાહ, બીરબલ, દેવદાસ, મુનળ , ક. મા. મુનશી, ર. વ. દેસાઈ, ગોકુલદાસ રાયચુરા, ધૂમકેતુ વગેરે..
નાટકનું સ્થળ છે મુનિકુમારનું ઘર, તેઓ ગુજરાતી સાહિત્યના વિવેચક છે.


નાટ્યકાર બાબુભાઈ વ્યાસની ડાયરીમાંથી . . . 3

૧૯૩૫ થી ૧૯૬૫ ના વર્ષોમાં જેમના નાટકો ભાવનગરના ‘યંગ ક્લબ’ દ્વારા ભજવાતાં એવા નાટ્યલેખક શ્રી બાબુભાઈ વ્યાસે ૪૫થી વધુ નાટકો લખ્યા છે અને તેના ત્રણ પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં છે. તેઓ પોતાની ડાયરી સતત લખતાં, એ ડાયરી તેમના વ્યવસાયિક અને અંગત જીવનનો સરસ પરિચય આપી જાય છે, સાથે સાથે એ સમયના સમાજજીવનના અનેરા પાસાઓ પણ આપણને ઉઘાડી આપે છે. આજે એમની ડાયરીના ચાર પ્રસંગો અને તેમણે વિવિધ ઘટનાઓ પ્રત્યે દર્શાવેલ વિચારો અહીં પ્રસ્તુત કર્યા છે. આશા છે અક્ષરનાદના વાચકમિત્રોને શ્રી બાબુભાઈ વ્યાસની ડાયરીના માધ્યમથી અદના ગુજરાતી નાટ્યકારના ભૂતકાળમાં ડોકીયું કરવાની તક ગમશે. અક્ષરનાદને આ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી બાબુભાઈ વ્યાસના પુત્ર શ્રી નિતિનભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર.