યંગક્લબનું નાટક “આત્માના આંસુ”; લેખક – દિર્ગદર્શક : બાબુભાઇ વ્યાસ 4
એક આંગતુક ઘરે આવે છે અને બાપ અને દીકરીના શાંત પ્રવૃત્તિમય જીવનમાં ઝંઝાવાત પેદા કરી જાય છે અને નાટકને અંતે પ્રેક્ષકોને પણ એક આંચકો આપી જાય છે. પાત્રો છે : પ્રોફેસર અભિજિત, તેની દીકરી બિંદુ, ઘરકામમાં મદદ કરતો રામુ, દૈનિક “અભ્યુદય”, “તાજા સમાચાર” અને “નયા દિન” અખબારના પ્રતિનિધિઓ અને એક આગંતુક,
પડદો ખુલતાં મંચ પર એક ગ્રહસ્થ કુટુંબના દિવાનખાનામાં થોડી બેઠકોની વ્યવસ્થા થતી નજરે પડે છે. પ્રોફેસર અભિજિતના મરણ પછીના જીવન અને આત્મા ઓળખ પર કરેલા સંશોધન આધારિત પેપર તાજેતરમાં પ્રસિધ્ધ થયા છે. આજે પ્રેસ કૉન્ફ્રરન્સ છે. સમય સવારનાં સાડાઆઠ પછીનો, પડદો ખુલે છે ત્યારે બિંદુ મોટા અરીસા વાળા ડ્રેસિંગ ટેબલ પર ફ્લાવરવાઝ સરખું કરતી નજરે પડે છે. ઓરડો – દિવાનખાનું હોઈ જરૂર પ્રમાણે ફર્નીચર છે, પાછલી દિવાલમાં એક બારી છે, ડાબી બાજુ ઘરનાં બાજુના રૂમમાંથી દિવાનખાનામાં આવવાનું બારણું છે. જયારે જમણી બાજુનું બારણું ઘરનું પ્રવેશદ્વાર છે.