હૉલકાસ્ટ : કત્લેઆમની લોહીયાળ તવારીખ – વિમળા હીરપરા 6


આ ધટનાના ભોગ બનનાર જુઇસ કે યહુદી જાતિ છે. ઇતિહાસમાં એમનો પ્રવેશ રોમન સામ્રાજ્યના ગુલામો તરીકે થાય છે. સદીઓ સુધી તેઓ આ જુલ્મો સહન કરે છે ને છેવટે એમના મસીહા ‘મોઝીસ‘ એમને ઉગારે છે. બેઘર ભટકતી પ્રજાને ગુલામીની ઝંઝીરમાથી છોડાવીને અલગ રાજ્ય સ્થાપે છે.’બેનહર ને ટેન કમાંડમેંડ’ જેવી ફિલ્મોએ આઝાદી માટેનો એમનો સંધર્ષ આબાદ દર્શાવ્યો છે. એ જ સમયે મધ્ય એશિયામાં આ ઇસાઇ ધર્મ ઉપરાંત ખ્રિસ્તી ને ઇસ્લામનો પણ ઉદય થાય છે. એક જ સ્થાન જેરુસલેમમાંથી. એના પ્રણેતાઓએ માનવસમાજને શાંતિ ને પ્રેમભાવનાનો સંદેશ આપ્યો હતો એ જ લોકો એના જ સંતાનો એવા બીજા ધર્મના અનુયાયીઓના ક્રુરતાનો ભોગ બની ગયા. જીસસને વધસ્તંભ પર ચડાવવા માટે જુઇસ લોકો જ જવાબદાર એવું ખ્રિસ્તી લોકોને લાગ્યું એમાંથી કાયમ માટે વેરના બીજ રોપાઇ ગયા. તો આ ત્રણે ધર્મના નીતિનિયમો અલગ ને પરસ્પર વિરોધી હતા અથવા એકબીજાને એવુ લાગતુ હતું. એમાથી માણસ કરતા માન્યતા વધારે મહત્વની સાબિત થઇ ને આજે પણ આટલા લોહીયાળ સંધર્ષ પછી પણ એનું કોઇ સમાધાન મળ્યું નથી.

કાળક્રમે જુઇસ પ્રજાએ વતન ગુમાવ્યુ ને યુરોપના દેશમાં નિર્વાસીતો તરીકે સ્થાયી થયા. મહેનતકશ ને બુધ્ધિશાળી પ્રજા હતી એટલે મૂળ વતની કરતા આર્થિક સ્તરે સદ્ધર બની. એ સમયે યુરોપ હજુ આટલુ વિકસ્યું નહોતું. આમ જુઓ તો દરેક પ્રજાને પોતાના ડી.એન.એ. હોય છે. માણસનીં માફક એમની ખાસીયત કે વિશિષ્ટતા, સદગુણો કે નિર્બળતા હોય છે. એને આધારે એની ઓળખ નક્કી થાય છે. એને આપણે પૂર્વગ્રહ પણ કહી શકીએ. જેમ કે મારવાડી હોય એટલે લોભી જ હોય, બધા એવા ન પણ હોય. પરંતુ માણસજાતને જ્યોતિષના નવ ગ્રહ ઉપરાંત પૂર્વગ્રહ એ દસમા ગ્રહ તરીકે નડે છે જેનું નિવારણ કોઇ જ્યોતિષ આગળ નથી. તો જુઇસ લોકોને આ દસમો ગ્રહ નડી ગયો. બન્યુ એવું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપ અને ખાસ તો જર્મની બેહાલ થઇ ગયુ ને એમાં આખી દુનિયા મંદીમાં સપડાઇ ગઇ. લોકો બેકાર થઇ ગયા. ભૂખમરો ને રોગચાળો ફાટી નીકળ્યો. એ સમયે જુઇસ લોકો યુરોપમાં જામી ગયા હતા. મૂળ તો વેપારી ને બુદ્ધિશાળી એટલે પૈસાપાત્ર હતાં. યુદ્ધના સમયમાં ને પછી ઉભી થયેલી હાલાકીમા મદદરુપ થવાને બદલે લોકોને શરાફી વ્યાજથી એક રીતે લૂંટવાનું શરુ કર્યુ. આવા કટોકટીના સમયે સમાજમાં પાસેથી મળેલુ પાછુ વાળવું જોઇએ એ વિવેક ચૂકાઇ ગયો. પછી તો નાઝી પાર્ટીની સ્થાપના થઇ. જુઇસ લોકો આવી રીતે અળખામણા થઇ ગયા. એમાં પણ એનો નેતા હિટલર પોતાને શુદ્ધ આર્યન માનતો ને ફરીથી એવી શુદ્ધ જાતિ પેદા કરવા જર્મન સિવાય બાકીની જાતિઓનું નિકંદન કાઢી નાખ્યું.

બહુ યોજનાબંધ રીતે એણે પ્રથમ તો નબળા, અશક્ત, બિમાર, વૃદ્ધ અને માનસિક વિકલાંગ લોકો કે જે સમાજના અનઉત્પાદક સભ્યો ગણાયા એને પકડીને ગેસ ચેમ્બરમાં નાખી તેમનો નિકાલ કરી નાખ્યો. યુવાન ને સશક્ત લોકોને લેબર કેમ્પમાં કાળી મજૂરી કરાવી ખલાસ કરી નાખ્યા. યુવાન સ્ત્રીઓને મેડીકલ પ્રયોગોમાં ગિનિપિગ તરીકે વાપરી. ઉપરાંત એક શુદ્ધ આર્યન જાતિ પેદા કરવા પોતાની પાર્ટીના સશક્ત અને બુધ્ધિશાળી સભ્યોને બાળકો પેદા કરવા ઉતેજન આપ્યું. જર્મન યુવતી કોઇપણ પ્રભાવશાળી પુરુષને સાથી તરીકે પંસદ કરતી. એ બાળક રાજ્યની જવાબદારી ગણાતી. એને માટે રાજ્ય તરફથી બનાવાયેલ ‘ક્રેડલ હાઉસ’ એટલે નર્સરી આ બાળકોને ઉછેરતી. એ બાળકના મા કે બાપ કોણ છે એનું કોઇ મહત્વ નહોતું. આમ જુઇસલોકોનું સામુહિક નિકંદન નીકળી ગયું.

તો એ કપરા કાળમાં જુઇસ તરીકે ઓળખાવુ કે જીવવું એ શ્રાપ સાબિત થયો. પણ એ સમયે માનવતાના થોડા ઉજ્જવળ ઉદાહરણો સાક્ષી પૂરે છે કે માનવતા સાવ મરી પરવારી નહોતી. જાનનું જોખમ ખેડીને રાજદ્રોહના આરોપના ભય સામે ઝઝૂમીને નામી અનામી લોકોએ જુઇસ લોકોના જાન બચાવવાની કોશિશ કરી છે. એમાં એકાદ બે નામ, શિન્ડલર ને બીજો જવાર્મદ એ વોલનબર્ગ, સ્વિસ ડિપ્લોમેટ, લાખો લોકોને બચાવે છે પણ કુદરતનો ન્યાય તો જુઓ, વોલનબર્ગ જાસૂસ તરીકે પકડાય છે ને રશીયાની જેલમાં રિબાઇને મરે છે. કોઇ સામાન્ય માણસને પણ કુદરતના ન્યાયમાંથી શ્રધ્ધા ઉડી જાય, ત્યારે બરકત વિરાણીની ગઝલ યાદ આવી જાય,

‘ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
સારા હોય છે એની દશા સારી નથી હોતી’

આવા બનાવો અનેક વિચારો જન્માવે. આ હત્યાકાંડ પહેલો કે છેલ્લો નથી. ચંગીઝખાનથી માંડી તૈમુરલંગ સુધી ને એ પછી પણ દુનિયામાં પ્રજાના એક સમૂહનો બીજા સમૂહપર અત્યાચાર ચાલુ જ રહ્યો છે. લોકો સુખ, સંપતિ ને સગવડ માટે સ્થળાંતર કરતા જ રહે છે. ઈતિહાસનું પુનરાવર્તન થતું જ રહે છે. માનવજાતની યાદદાસ્ત આ બોધ યાદ રાખવા નબળી સાબિત થઇ છે એટલે આવી કમનસીબ ઘટનાઓ બનતી રહે છે. એમાં સ્થાનિક પ્રજા જેટલો વાંક આગંતુક પ્રજાનો પણ હોય છે. આપણા ભારતીયો સદીઓથી આફ્રિકામાં વેપારધંધા એટલે પૈસા રળવા જતા. એ વખતે ત્યાની સ્થાનિક પ્રજા ગરીબ ને એકદમ પછાત હતી. આપણા આ વેપારી બંધુઓએ એમનું બહુ શોષણ કર્યુ છે આ વાત ત્યાથી હિજરત કરીને અમેરીકા આવેલા અનેક લોકો પાસેથી સાંભળી છે. આપણા લોકોએ એમના ભોગે વતનમાં સંપતિ ભેગી કરી. ત્યાં મહાલયો બનાવ્યા ને મંદિરો તો ખરા જ. પણ જે સમાજમાંથી મેળવ્યું છે એમાથી નાનો સરખો હિસ્સો પણ ત્યાની પ્રજા માટે વાપર્યો નથી. ઉપરાંત રાતદિવસ રળતા જ રહ્યા પણ કોઇ રાજકીય વગ ઉભી કરવાની કે સ્થાનિક પ્રજા માટે કશું નોંધપાત્ર કરવાની દાનત નહોતી. પરિણામે એ પ્રજામાં આપણા લોકોની છાપ સ્વાર્થી અને લુચ્ચા તરીકેની જ હોય. એટલે જ્યારે પ્રજાનો રોષ ફાટી નીકળે ને જાગૃતિ જ્વાળા બનીને આ પરદેશીઓને ભરખી લે ત્યારે એનો બચાવ કરવા રાજા કે પ્રજા કોઇ આગળ આવતું નથી. આફ્રીકામાંથી આપણા લોકોને ત્રણચાર પેઢીઓના વસવાટ પછી પણ રાતોરાત પહેર્યે કપડે ભાગવું પડ્યું હતું.

આ સત્ય કોઇપણ આગંતુક પ્રજા માટે સરખું જ છે. જે સમાજમાંથી તમે સંપતિ એકઠી કરો છો એમાથી અમુક ભાગ ચેરીટી કે એવી સામાજિક અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ માટે વાપરવો જોઇએ. એના સુખમાં ને એના દુઃખમાં પણ ભાગીદાર થવું જોઇએ. જુઇસ લોકોએ આજે અમેરીકામાં મોટા મોટા ઉદ્યોગો પર પકડ જમાવી છે. પૈસાના જોરે એ પોલીટીશયનોને નચાવી શકે છે. સંસદમાં એમની પાવરફુલ લોબી છૈ. ઇઝરાયલ ઉભુ કરવા ને રક્ષણ કરવા અમેરીકાએ સારો એવો ફાળો આપ્યો છે. એટલે જ આટલા આરબ દેશો વચ્ચે ટચકડુ ઇઝરાયલ ટકી શક્યું છે. જો કે એ મહેનતકશ ને બુદ્ધિશાળી પ્રજા છે એમાં કોઇ શંકા નથી. આ જ વાત આપણા ઈમીગ્રન્ટને પણ લાગુ પડે છે. જ્યાં સુધી સરકાર મજબૂત હોય ત્યાં સુધી બધુ સલામત લાગે છે. પણ આર્થિક મંદી આવે કે રાજકીય અંધાધૂંધી ફેલાય ત્યારે લોકોની હતાશાનો પહેલો ભોગ બહારના લોકો બને છે. એમા પણ આપણો દેખાડો કરવાનો સ્વભાવ, લગ્નપ્રસંગો ને નવરાત્રી જેવા તહેવારોમાં સરાજાહેર રસ્તા પર કીમતી વસ્ત્ર-અલંકારોનો ઠઠારો ઇર્ષા ઉભી કરે છે ને આવા વિપરીત સંજોગોમાં પરદેશીઓ સહેલુ નિશાન બની જાય છે. આજે આટલા સમયે પણ રાજકીય ક્ષેત્રે આપણી નોંધપાત્ર ઓળખ નથી એટલે કટોકટીના સમયે સહાય કે રક્ષણ મળવાની શક્યતા ઓછી રહે.

ઈઝરાયલની એક સિધ્ધિ એ એની જાસૂસી સંસ્થા ‘મોસાદ’ આ સંસ્થાએ આખી દુનિયામાથી જુઇસલોકો પર અત્યાચાર ગુજારીને નાઝીઓના પતન પછી પલાયન થઇ ગયેલા હિટલરના સાથીઓને વીણી વીણીને અદાલત સામે ખડા કર્યા ને સજા અપાવી. ‘ભગવાન એના લેખા લેશે’ એવી આપણી ફીલસૂફી કરતા બિલકુલ વિરુધ્ધ! એ જ એમના અસ્તિત્વની બલિહારી છે.

– વિમળા હીરપરા

The Holocaust was the systematic annihilation of six million Jews during the Nazi genocide – in 1933 nine million Jews lived in the 21 countries of Europe that would be occupied by Nazi Germany during World War 2. By 1945 two out of every three European Jews had been killed.

The number of children killed by the Nazis is not fathomable, estimates range as high as 1.5 million murdered children during the Holocaust. This figure includes more than 1.2 million Jewish children, tens of thousands of Gypsy children and thousands of institutionalised handicapped children.

Plucked from their homes and stripped of their childhoods, the children had witnessed the murder of parents, siblings, and relatives. They faced starvation, illness and brutal labour, until they were consigned to the gas chambers.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “હૉલકાસ્ટ : કત્લેઆમની લોહીયાળ તવારીખ – વિમળા હીરપરા

  • Aruna Parekh

    Vimlaben ? Such a nice article,
    Yes —that is so true that as a people
    We are money minded & do not contribute
    To the society —we are living

  • હર્ષદ દવે

    વિમળાબેન, તમે ઐતિહાસિક માહિતી સારી રીતે દર્શાવી. આભાર. અમદાવાદ, છારોડી, ગુરુકુળ ના સ્વામી શ્રી માધવપ્રિયદાસજી એ લખેલું પુસ્તક ‘ઇઝરાયલ ની ધર્મયાત્રા’ અવશ્ય વાંચવા જેવું છે. તેમાં યહૂદીઓ અને હોલોકાસ્ટ વિશે ઘણી વિગત છે.

  • ગોપાલ ખેતાણી

    વિમળાબહેન ખૂબ સરસ માહિતી આપી. હવે અક્ષરનાદ પર શિન્ડલર્સ લિસ્ટ નવલકથા વાંચવાની વધુ મજા પડશે. તમે કહ્યું એ સાચું છે. આમ તો તમે ગમે ત્યાં રહેતા હો.. દેશમાં કે પરદેશમાં… તમારી કમાણીનો થોડો ભાગ સારા કાર્યોમાં વાપરવો જોઈએ. મતલબ કે (ધાર્મિક સંસ્થાઓમાં નહીં.. એ તો તમે પોતે જ પુણ્ય કમાવવાની કે ઉપરવાળાના ડરને લીધે વાપરો છો પણ) લોકક્લ્યાણમાં સીધી કે આડ કતરી રીતે વાપરવો. ખૂબ સરસ લેખ.

  • Suresh Jani

    subject on which many books are written. Vimalaben is doing excellent service by rating on this MUST read subject, in Gujarati. Though it is highly pathetic, its reading will foster human values much densely in the mind of readers.
    I request her to write on Hanna’s suitcase, as also on Nobel prize winning true story
    ‘Night’
    Once again… salute to Vimala bahen .
    Sorry, I can’t type in Gujarsti from my iPad.