હૉલકાસ્ટ : કત્લેઆમની લોહીયાળ તવારીખ – વિમળા હીરપરા 6
પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપ અને ખાસ તો જર્મની બેહાલ થઇ ગયુ ને એમાં આખી દુનિયા મંદીમાં સપડાઇ ગઇ. લોકો બેકાર થઇ ગયા. ભૂખમરો ને રોગચાળો ફાટી નીકળ્યો. એ સમયે જુઇસ લોકો યુરોપમાં જામી ગયા હતા. મૂળ તો વેપારી ને બુદ્ધિશાળી એટલે પૈસાપાત્ર હતાં. યુદ્ધના સમયમાં ને પછી ઉભી થયેલી હાલાકીમા મદદરુપ થવાને બદલે લોકોને શરાફી વ્યાજથી એક રીતે લૂંટવાનું શરુ કર્યુ. આવા કટોકટીના સમયે સમાજમાં પાસેથી મળેલુ પાછુ વાળવું જોઇએ એ વિવેક ચૂકાઇ ગયો. પછી તો નાઝી પાર્ટીની સ્થાપના થઇ. જુઇસ લોકો આવી રીતે અળખામણા થઇ ગયા. એમાં પણ એનો નેતા હિટલર પોતાને શુદ્ધ આર્યન માનતો ને ફરીથી એવી શુદ્ધ જાતિ પેદા કરવા જર્મન સિવાય બાકીની જાતિઓનું નિકંદન કાઢી નાખ્યું.