વેસ્ટવર્લ્ડ (ટી.વી. શ્રેણી) : કલ્પના અને હકીકત વચ્ચેનો પ્રદેશ – જીજ્ઞેશ અધ્યારૂ 2


“Everything in this world is magic, except to the magician”

* * *

“Mistakes” is the word you’re too embarrassed to use. You ought not to be. You’re a product of a trillion of them. Evolution forged the entirety of sentient life on this planet using only one tool: the mistake.

* * *

I’ve been pretending my whole life. Pretending I don’t mind, pretending I belong. My life’s built on it. And it’s a good life. It’s a life I’ve always wanted. But then I came here and I get a glimpse for a second of a life in which I don’t have to pretend. A life in which I can be truly alive. How can I go back to pretending when I know what this feels like?

The human intellect was like peacock feathers. It’s an extravagant display intended to attract a mate. All of art, literature, a bit of Mozart, William Shakespeare, Michaelangelo, and the Empire State building… just an elaborate mating ritual. Maybe it doesn’t matter that we have accomplished so much for the basest of reasons. The peacock can barely fly. It lives in the dirt, pecking insects out of the muck, consoling itself with its great beauty.

મજેદાર, વિચારપ્રેરક, અદ્રુત કહી ઉઠીએ એવા અનેક સંવાદોના અનોખા પટારા સાથે, પાત્રાલેખન અને અભિનયના સુંદર સંગમ સાથે, વાર્તાકથનની અનોખી રીત અને એકમેકમાં ગૂંથાયેલી, મગજને કસરત આપતી અને સમજમાં આવે ત્યારે ‘અહા!’ કહી ઉઠીએ એવી ક્ષમતા ધરાવતી વેસ્ટવર્લ્ડ અત્યાર સુધીની મને ગમતી શ્રેણીઓમાં મોખરે છે, ગેમ ઑફ થ્રોન્સથી પણ એક ડગલું આગળ..

માણસના મનમાં શું ભંડારાયેલું છે? જો સમાજના, સભ્યતાના, કાયદાના, સંબંધોના, જીવનનિર્વાહના કે એવા કોઈ પણ બંધન ન હોય તો માણસ કેવો હોય? એનો અસલી ચહેરો, એનું ખરું સ્વરૂપ કેવું હોય? એવું જ હોય જેવું અત્યારે છે? કદાચ અત્યારે પણ કામનાઓ, વિકૃતિઓ, ઈચ્છાઓ બળવો પોકારીને મનનો કબજો લઈ લે છે, અને કદાચ સંજોગો ઈચ્છાઓને કચડીને રોજીરોટી કમાવા કે કુટુંબના ભરણપોષણ માટે, કચડાયેલી ઈચ્છાઓ સાથેની જિંદગી જીવવા મજબૂર કરી દેતી હોય છે, અને એટલે જ રોજેરોજ છાપામાં આપણે નિતનવા સમાચારો જોઈએ છીએ.. પણ બંધનો વગરનું જીવન કેવું હોય? બંધનો વગરના માણસની જરૂરીયાતો શું હોય? ઈચ્છાઓની પૂર્તીનો? માણસની અંદરનો જાનવર જાગે અને સર્વાઈવલ ઑફ ધ ફિટેસ્ટના સિદ્ધાંત મુજબ બળિયાઓ રાજ કરે કે પછી માણસ વધુ સંતુષ્ટ, વધુ પરીપક્વ બનીને ઉભરે? આવા અને એથીય વધુ વિચારપ્રેરક તત્વોને પોતાનામાં સમાવીને એક અનોખા વિશ્વના દ્વાર આપણી સમક્ષ ખોલતી એક અદ્રુત ટેલિવિઝન શ્રેણી એટલે વેસ્ટવર્લ્ડ, ટી.વી. શ્રેણીઓમાં અનેક સાવ વાહિયાત, નકામી અને ખોટા સંદેશા આપી જતી હોય છે, તો કેટલીક તો એથીય ખરાબ, કોઈ મતલબ વગરની નકરો ટાઈમપાસ જ હોય છે, પણ વેસ્ટવર્લ્ડ એમાં ખૂબ મોટો અપવાદ છે.

માઈકલ ક્રિપ્ટને ૧૯૭૩માં લખેલી અને દિગ્દર્શિત કરેલી આ જ નામની ફિલ્મ દ્વારા આ ફ્રેન્ચાઈઝની શરૂઆત થયેલી. એનો જ એક નવો અવતાર એટલે એચબીઓ પર ઑક્ટોબર ૨૦૧૬માં પ્રસારિત થયેલી આ શ્રેણી ‘વેસ્ટવર્લ્ડ’ જેને જોનાથન નોલાન અને લીઝા જોય દ્વારા સંયુક્ત રીતે બનાવાઈ છે. એચબીઓની સૌથી વધારે જોવાયેલી ટેલિવિઝન શ્રેણીનો રેકોર્ડ તેના નામે છે, આશ્ચર્યકારક રીતે એ રેકોર્ડ ગેમ ઑફ થ્રોન્સના નામે નથી. વેસ્ટવર્લ્ડના વાર્તાકથનને, એની બનાવટને, એની કલ્પનાને અને એના નિર્માણને ખૂબ પ્રસંશા અને આવકાર મળ્યા છે.

વેસ્ટવર્લ્ડ ટેકનોલોજીકલી ખૂબ જ વિકસિત અને કાળજીથી વિકસાવાયેલો થીમપાર્ક છે – થીમપાર્કથી ક્યાંય વિશેષ વિસ્તાર છે. બે ઉત્સાહી વૈજ્ઞાનિકો નામે આર્નોલ્ડ અને ફોર્ડ (એન્થની હોપ્કિન્સ) સાથે મળીને એક એવા વિશ્વની કલ્પના અને નિર્માણ કરે છે જ્યાં માણસ પોતાની તમામ પ્રાકૃત – વિકૃત ઈચ્છાઓ સંતોષી શકે, અને બહાર જે શક્ય ન હોય એ અહીં કરવાની વિશેષ સગવડો છે, મન ફાવે તેમ કરવાનો એને પૂરેપૂરો અવસર મળે, અને એ બધુંય કાલ્પનિક છતાંય કલ્પના સત્યથી પણ વધુ વિશ્વસનીય થઈ જતી હોય એ પ્રકારનું અનોખું વિશ્વ.. એન્થની હોપ્કિન્સ ફોર્ડના પાત્રમાં જોરદાર અભિનય કરે છે, ફોર્ડ જાણે વેસ્ટવર્લ્ડનો ઈશ્વર છે, સર્જક છે, અને એ રીતે વેસ્ટવર્લ્ડના હોસ્ટ્સ તેના કાબૂમાંં રહેલા રમકડાં, સર્જકે ઈશ્વરને પણ અહીં પાત્ર બનાવીને સંંવાદો દ્વારા એની પળોજણ અને વિચારવિશ્વને પણ આપણી સમક્ષ મૂકી આપ્યુંં છે. ફોર્ડના સંવાદો અદ્રુત છે.

તમે એક મોટા પાર્કમાં એન્ટર થવા જઈ રહ્યાં છો, જેમાં ટ્રેન મારફત આવવું પડે, ટ્રેનમાંથી નીકળીને પાર્કની અંદર પ્રવેશો એટલે તમારું સ્વાગત કરવા એક ખૂબસૂરત યુવતિ ઉભી છે. વિલિયમ નામનું પાત્ર વેસ્ટવર્લ્ડમાં પ્રવેશે એટલે એને આવકારતી યુવતિને જોઈને એ અવાચક થઈ જાય છે.. એની ખૂબસૂરતી, એની આંખોનું કામણ.. એ બોલવા માંગે છે પણ દિગ્મૂઢ છે; પેલી યુવતિ તેને પૂછે છે,

Angela: You want to ask, so ask.
William: Are you real?
Angela: Well, if you can’t tell, does it matter?

તમારું મનપસંદ પાત્ર વેસ્ટવર્લ્ડ થીમ પાર્કમાં ભજવવા, એ તમને તમને ગમે તેવા વસ્ત્રો, હથિયારો, ટોપી સુદ્ધાં પસંદ કરવામાં મદદ કરે, અને તમારી ઈચ્છાઓની મોજણી ત્યારથી જ શરૂ થાય જ્યારે એ કહે કે આ પાર્કમાં મારા સહિતનું બધુંય તમારા સંતોષ માટે જ છે.. કેટલા ત્યાં જ, એની સાથે અટવાઈ પડે? જો એથી આગળ વધો તો એક રેસ્ટૉરન્ટ આવે, એમાં ડ્રિન્ક લેવાનું શરૂ કરો એટલે થોડી જ વાર્રમાં તમને અહેસાસ થાય કે એ આખું રેસ્ટૉરન્ટ એક ટ્રેનનો ડબ્બો છે, અને એ ટ્રેન લઈ જાય છે વેસ્ટવર્લ્ડ પાર્કમાં, સ્વપ્નોની, હકીકતોથી ક્યાંય દૂર, પૂર્ણ થવાથી સાવ પાતળી સંભાવનાવાળી ઈચ્છાઓ આળસ મરડીને બેઠી થાય, તમે તમારું ધાર્યું પરિણામની સહેજ પણ પરવા કર્યા વગર આચરી શકો એવો પ્રદેશ.

ટ્રેન ઉભી રહે અને તમે વેસ્ટવર્લ્ડમાં પ્રવેશો, જગ્યાનું નામ છે સ્વીટવૉટર. સ્વીટવૉટર સંપૂર્ણપણે હોસ્ટ્સના વસવાટવાળું ગામ છે, જેની આસપાસ ડુંગરાઓ અને જંગલો છે, વેરાન વિસ્તાર છે જેમાં અનેક ડાકુઓ અને બીજા નાના ગામ અને વસ્તીઓ છે. અહીં શરૂ થાય કલ્પનાનો પ્રદેશ. માણસની દબાઈને ઠુંગરાઈ ગયેલી ઈચ્છાઓ કઈ હોય? ગુસ્સો આવે તો કોઈકને મારી શકીએ અને એ સામે ન મારે એ, કોઈક મોટું ઈનામ જીતવાની કે કાંઈક પ્રાપ્ત કરવાની? કે પછી રમણીય લલનાઓને ભોગવવાની? કે એથીય આગળની અનેક જાતજાતની અતૃપ્ત ઈચ્છાઓને પૂરી કરવાનો અનોખો અવસર ટ્રેનમાંથી ઉતરતા વેંત તમને મળી જાય. કોઈ તમારી સાથે ચાલતા અથડાય તો એની સાથે લડી શકો, એને મારી શકો, અરે તમારી બંદૂક્નો ઉપયોગ કરી એનું ભેજું પણ ઉડાવી શકો. પાસે જ એક ઈનામી લૂંટારુંને પકડવા પર ઈનામની જાહેરાત થઈ રહી છે, તમે એ જોખમ ખેડવા માંગશો? ખાસ કરીને ત્યારે જ્યારે તમને ખબર છે કે એમ કરવામાં તમને સહેજ પણ જોખમ નથી, બીજાઓને મારી નાંખશો તોય તમને કોઈ અડવાનુંય નથી. જો એથી આગળ વધો તો આવે એક મેડમ અને એમની અનેક યુવતીઓ સાથેની નાનકડી રેસ્ટૉરાં, તમારે એમાંથી કોઈની સાથે સમય પસાર કરવો છે? એ તો તાકમાં જ છે તમારો હાથ પકડીને તમને ઉપરના એના ઓરડે લઈ જવા, કે તમારે પત્તા રમવા છે અને ભરપૂર છેતરપિંડી કરવી છે? કે એ રેસ્ટૉરન્ટની સામે તમારી રાહમાં ઉભેલી યુવતીને મદદ કરવાના બહાને એની સાથે ઘોડા પર સવારી કરીને થોડેક દૂર એના ઘરે જવું છે?, જ્યાં એના પિતા પર ડાકુઓ હુમલો કરી રહ્યાં છે; તમે તેને બચાવી શકો અને હીરો બની શકો એમ છો? કે પછી પાસે વેપાર કરી રહેલા વેપારીનો ચહેરો ન ગમવાથી તમારે તમારી ગનથી એને ઉડાવી દેવો છે? હા, એ બધુંય અને એથીય ક્યાંય વધુ વેસ્ટવર્લ્ડમાં શક્ય છે, કારણ કે તમે જે જોઈ રહ્યાં છો, તમે જેની સાથે છો એ બધાં જ મેન્યુફેક્ચર્ડ હોસ્ટ છે, કહો કે નકલી માણસો પણ અસલી સ્વભાવ. એમની બનાવટ અદ્દલ માણસ જેવી છે, એમની વાતો, વર્તન, અનુભવો પરથી શીખવાની રીત, બધુંય માણસ જેવું જ છે, પણ ‘માણસ જેવું’ છે, એ માણસ નથી. એ બધા રોબોટ્સ છે.

માનવોને જીવન જીવવાનો હેતુ કોણ આપે છે? એ હેતુ ખરેખર કોઈને ઉપયોગી છે કે પછી માણસના મનની જ પેદાશ છે? નાનકડા છરાને અવરોધો પસાર કરીને કેંદ્ર સુધી પહોંંચાડવાની રમત નાનપણમાં વોટરબેગના ઢાંકણા પર આપણે રમતા, છરો કેન્દ્રમાં પહોંંચી જાય પછી શુંં? ઈચ્છાઓનુંય કંઇક એવું જ નથી? ઈચ્છા પૂરી થયા પછીના શૂન્યાવકાશનો અર્થ શું?

The maze itself is the sum of a man’s life: choices he makes, dreams he hangs on to. And there at the center, there’s a legendary man who had been killed over and over again countless times, but always clawed his way back to life. The man returned for the last time and vanquished all his oppressors in a tireless fury. He built a house. Around that house he built a maze so complicated, only he could navigate through it. I reckon he’d seen enough of fighting.

શ્રેણીના મુખ્ય આકર્ષણ, વિચક્ષણ સંવાદો જેમને ભાગે આવ્યા છે એવા વાર્તામાં પણ અગત્યના પાત્રો છે ફોર્ડ અને બર્નાર્ડ. બર્નાર્ડ ફોર્ડની સતત મદદ કરે છે, એને પણ એક ઈતિહાસ છે, મૃત્યુ પામેલો પુત્ર છે, પ્રેમ કરે છે કે નહીં એ નક્કી ન કરી શકનારી એક પ્રેમિકા છે, અને એ બધા વચ્ચે ડૉલેરિસ માટે તેનો લાગણીશીલ વ્યવહાર એના પાત્રને અનોખી પરિપક્વતા બક્ષે છે, જેફ્રી રાઈટનું એ પાત્ર છેલ્લા ચારેક હપ્તાઓમાં સૌથી અગત્યનું બનીને ઉભરે છે, અને વેસ્ટવર્લ્ડના અંતે શ્રેણીના સૌથી મોટા ઘટસ્ફોટમાં એ મુખ્ય ભૂમિકા ભજવે છે, જેને લીધે પ્રેક્ષકો વાર્તાના ઘટનાક્રમને ફરીથી – પહેલા હપ્તાથી જોવા મજબૂર થઈ જાય એ પ્રકારની ગૂંથણી છે.

ફોર્ડને અપાયેલો એક સંવાદ છે..

A greyhound is a racing dog. Spends its life running in circles, chasing a bit of felt made up like a rabbit. One day, we took it to the park. Our dad had warned us how fast that dog was, but we couldn’t resist. So, my brother took off the leash, and in that instant, the dog spotted a cat. I imagine it must have looked just like that piece of felt. He ran. Never saw a thing as beautiful as that old dog running. Until, at last, he finally caught it. And to the horror of everyone, he killed that little cat. Tore it to pieces. Then he just sat there, confused. That dog had spent its whole life trying to catch that thing. Now it had no idea what to do.

આ આખા પાર્કની અને હોસ્ટ્સની દેખરેખ રાખવા અલાયદો સ્ટાફ છે, હોસ્ટસનું ધ્યાન રાખવા સિક્યોરિટી, પાર્કની વાર્તાઓ માટે રચનાકારો, પ્રોગ્રામરો, ઓપરેશન કરી હોસ્ટ્સને જાળવનારાઓ, નવા હોસ્ટ્સ બનાવનારાઓ વગેરેનો આખોય સ્ટાફ છે જે વેસ્ટવર્લ્ડના શેરહોલ્ડર્સ દ્વારા નિયંત્રિત છે. પણ જો બધું એટલું જ સરળ હોત તો? અમુક પાત્રો વિશેષ ધ્યાન ખેંચે છે. આખી શ્રેણીમાં બે પાત્રો મને ખૂબ ગમ્યા છે, ડૉલેરિસ અને મીવ.. પહેલું પાત્ર છે ડૉલેરિસ (ઈવાન રેચલ વુડ) – એ યુવતિ જે એના ગયેલા પ્રેમીની એટલે કે એક મુલાકાતી તરીકે તમારી રાહ જુએ છે. એ પાર્કની સૌથી પહેલી હોસ્ટ છે, પાર્કના ખૂબ જૂના ડેવલોપર અને હોસ્ટ્સના વર્તન માટે જવાબદાર બર્નાર્ડ સાથે તેના સંવાદો અદ્રુત છે, એ વાતોમાંથી ટપકતો અનુભવરસ અને ફિલસૂફી તમને વાહ કહેવા મજબૂર કરી દેશે.. ખાસ કરીને જ્યારે તમે એને એક રોબોટ અને એક માણસના સંવાદ તરીકે માણો.. વાંચો આ સંવાદ

Bernard : I brought you a gift. I used to read… this story to my son at night. I thought you might enjoy it. Try… Try… this passage.

Dolores :

“Dear, dear, how queer everything is today.
And yesterday, things went on just as usual.
I wonder if I’ve been changed in the night.”

Bernard : Does that passage make you think of anything?

Dolores : It’s like the other books we’ve read.

Bernard : How so?

Dolores : It’s about change. Seems to be a common theme. I guess people like to read about the things that they want the most and experience the least. Your son… where is he now?

Bernard : Nowhere that you would understand, Dolores. Perhaps that’s why I enjoy our conversations so much.

(page rustles)

“Was I the same when I got up this morning? I almost think I can remember feeling a little different. But if I’m not the same, the next question is… who in the world am I?”

માખી એની આંખની કીકી પર બેસે તો એને હઠાવવા જેટલી પણ એ સક્ષમ નથી કારણકે કોઈને હાની પહોંચાડવી એ હોસ્ટ્સના કોડમાં જ નથી. શ્રેણી શરૂ થાય ત્યારે ડૉલેરિસ સાવ નિર્દોષ, ભોળી અને સહજ હોસ્ટ છે, પણ એની સાથે થતી ઘટનાઓ અને એ અનુભવ દ્વારા સતત પોતાની જાતને સુધારતા રહીને છેલ્લા હપ્તામાં આવતી ડોલેરિસ, બે વચ્ચે જમીન આસમાનનો ફરક છે, પાત્રાલેખન તો અદ્રુત છે જ, અભિનય અને વેસ્ટવર્લ્ડનો આખો સેટઅપ પણ અદ્રુત છે.

બીજું મહત્વનું પાત્ર છે મીવ મિલે (થાન્ડી ન્યૂટન). આ બોન્ડગર્લનો હું અદનો ચાહક બન્યો તેની ટેડ ટૉકથી, મેડમ તરીકે એ પાત્રમાં જીવ રેડી દે છે. રોબોટ્સ સાથેના વેસ્ટવર્લ્ડમાં સૌથી મોટો નિરસ મુદ્દો છે એકની એક વાત પુનરાવર્તન થતી રહે તેનો, એક પછી એક ગેસ્ટ આવતા રહે પણ હોસ્ટ બદલાતા નથી, એમનું કામ, સંવાદો અને અભિનય એક જેવો જ હોય તો જ તમે વિશ્વાસ કરો કે એ રોબોટ્સ છે, વેસ્ટવર્લ્ડમાં રોબોટ્સને ઓળખવાનો પ્રેક્ષક માટે એ સૌથી મોટો સંકેત છે. મીવનો અભિનય એ નિરસતાને પણ પોતાની સબળ બાજુ બનાવી પ્રસ્તુત કરે છે. ઝીણા ઝીણા બદલાવ અને અનુભવે દરવખતે વર્તનમાં થતો ફેરફાર એટલા તો સરસ અભિનય દ્વારા તાદ્દશ કર્યો છે કે જો તમે ધ્યાનથી ન જુઓ તો એ ચૂકી જ જાવ. મીવ મેડમના પાત્રમાં આવી એ પહેલા તેની પુત્રી સાથે હોસ્ટ તરીકે હતી, તેની પુત્રીને મારી નંખાઈ અને નવી વાર્તાની જરૂરત મુજબ તેને મેડમ બનાવીને મૂકી દેવાઈ. પણ સંજોગોવશાત તેના સોફ્ટવેરની ખામીને લીધે તેની એ યાદનો અંશ રહી જાય છે, પોતે રોબોટ છે એનો અહેસાસ મેળવવાવાળી એ પ્રથમ હોસ્ટ છે અને એ બીજા હોસ્ટની સાથે શું કરશે?, માણસો સાથે શું કરશે? એ સવાલો મીવ વિશેની પ્રેક્ષકોની ઈંતેઝારી વધારવા પૂરતા છે.

રોજેરોજના પ્રસંગો અને જૂના રેકોર્ડ ભૂંસાયા પછી રોજ સવારે જ્યારે આ હોસ્ટ્સ જાગે છે, ત્યારે ક્યાંક એમના કોડમાં પણ કોઈ પરિવર્તન થઈ રહ્યૂં છે? શું એમને પોતાની પહેલા થયેલી હત્યા, કે બળાત્કાર, માથામાં કોઈએ મારેલી ગોળી કે એથીય વધુ ઘૃણાસ્પદ બનાવો યાદ રહી શકે? જો યાદ રહી શકે તો શું થાય? જો તેમને ખબર હોય કે એ મરી જશે તો ફરી જીવતા થઈ શકે છે, પણ માણસોમાં એ ક્ષમતા નથી તો? આ રોબોટ્સ થોડેઘણે અંશે પોતાની જાતને, અને પોતાના પાત્રને જરૂરિયાત અને મહેમાનોને યોગ્ય પ્રતિભાવ આપવા અનુભવ મુજબ સુધારો કરી શકે એવી વ્યવસ્થા એમના કોડમાં છે, પણ શું એ કોઈ નબળી કડી છે? શું રોબોટ્સ માણસોની સામે, માણસોની પોતાના મનોરંજન માટે તેમનો ઉપયોગ કરવાની વ્યવસ્થા સામે બળવો પોકારી શકે? જો એ માણસોની ભીડમાં ભળી જાય તો તેમને અલગ પાડવા મુશ્કેલ છે, એ મરે તો ફરી જીવતા થઈ શકે છે, આ અને આવા અનેક જોખમોનો સામનો કરવા આ પાર્ક તૈયાર છે?

તો, જેની તમે બંદૂકથી ખોપડી ઉડાડી દેશો એને પાર્કનો સ્ટાફ લેબમાં લઈ જઈ, ગોળી કાઢી, ફરી રીપ્રોગ્રામ કરી, જાણે કદી ગોળી વાગી જ નથી એમ રિપેર કરી બીજે દિવસે ફરી પાર્કમાં ફરતો કરી દેશે. પાર્કમાં માણસના મનની દરેક ઈચ્છાને પૂરી કરવાની પૂરી સગવડ છે, એ માટે અહીં અનેક ‘નેરેટિવ્સ’ એટલે કે વાર્તાઓ એકસાથે ચાલી રહી છે, વળી એ બધી એકબીજામાં ગૂંથાયેલી છે. શ્રેણીના પહેલા અને મહદંશે બીજા હપ્તામાં તો તમે ખોવાયેલા જ રહેશો, તમને ખ્યાલ પણ નહીં આવે કે આ બધું શું ચાલે છે, કારણકે ત્યાં સુધી તમને ખબર નથી કે એમાંના કેટલા લોકો નકલી છે અને કેટલા ખરેખર માણસ છે. આ નકલી માણસો એટલે કે હોસ્ટ્સ આવનારા મહેમાનોને કોઈ પણ રીતે હાનિ ન પહોંચાડે એ તેમના મૂળ કોડમાં લખેલું છે, એટલે એમના તરફથી કોઈ ભય નથી, અને તો જ તમારી ઈચ્છાઓ, વિકૃતિઓ ખુલીને બહાર આવશે ને! પણ શું ખરેખર એમ છે? આ પ્રશ્નો જ વેસ્ટવર્લ્ડનું જમાપાસું છે.

શ્રેણીના સંવાદો, હુંં અગાઉ કહી ગયો તેમ, અદ્રુત છે,

There is no threshold that makes us greater than the sum of our parts, no inflection point at which we become fully alive. We can’t define consciousness because consciousness does not exist. Humans fancy that there’s something special about the way we perceive the world, and yet we live in loops as tight and as closed as the hosts do, seldom questioning our choices, content, for the most part, to be told what to do next. No, my friend, you’re not missing anything at all.

રોબોટ્સના સંવાદો દ્વારા માણસના જીવનની, એની વિચારશક્તિની અને એની ઈચ્છાઓની સીમાઓ બતાવાઈ છે. તમારે જે મેળવવું છે એ એટલું ક્ષુલ્લક છે કે રોબોટ્સ માટે એનું કોઈ મહત્વ નથી. અને રોબોટ્સની ઈચ્છાઓ જ્યારે જાગૃત થશે ત્યારે શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવા પણ વેસ્ટવર્લ્ડ જોવું રહ્યું. આપણા અસ્તિત્વના કારણ અને શ્રેષ્ઠ હોવાની આપણી ક્ષુલ્લક લાગણી વિશે ડૉલેરિસ એક રોબોટ તરીકે માણસને કહે છે..

I’m not crying for myself. I’m crying for you. They say that great beasts once roamed this world. As big as mountains. Yet all that’s left of them is bone and amber. Time undoes even the mightiest of creatures. Just look at what it’s done to you. One day you will perish. You will lie with the rest of your kind in the dirt. Your dreams forgotten, your horrors effaced. Your bones will turn to sand. And upon that sand a new god will walk. One that will never die. Because this world doesn’t belong to you or the people who came before. It belongs to someone who has yet to come.

આવી સરસ શ્રેણી વિશે લખવાની ક્યારનીય ઈચ્છા હતી, પણ આખરે આ ટ્રેનની મુસાફરી દરમ્યાન જ લખી શકાયું. વેસ્ટવર્લ્ડ શ્રેણીના બીજા તબક્કાની રાહ કરોડો પ્રેક્ષકોની જેમ હું પણ ખૂબ આતુરતાપૂર્વક જોઈ રહ્યો છું જે ૨૦૧૮ના શરૂઆતના જ મહીનાઓમાં આવશે..

અને લેખ પૂર્ણ કરુંં એ પહેલા વાર્તા વિશેનો ફોર્ડનો મત, વેસ્ટવર્લ્ડ આખુંં અનેક વાર્તાઓનુંં વિશ્વ છે, આજે અમારી માઈક્રોફિક્શનની બીજી કડી માઈક્રોસર્જન – ૨ રજૂ થઈ રહી છે ત્યારે વાર્તા વિશે ફોર્ડ કહે છે એ કેટલું ઉચિત છે..

Since I was a child I’ve always loved a good story. I believed that stories helped us to ennoble ourselves, to fix what was broken in us, and to help us become the people we dreamed of being. Lies that told a deeper truth. I always thought I could play some small part in that grand tradition. And for my pains I got this: a prison of our own sins. ‘Cause you don’t want to change. Or cannot change. Because you’re only human, after all. But then I realized someone was paying attention, someone who could change. So I began to compose a new story for them. It begins with the birth of a new people and the choices they will have to make and the people they will decide to become. And we’ll have all those things that you have always enjoyed… Surprises and violence. It begins in a time of war with a villain named Wyatt and a killing. This time by choice. I’m sad to say this will be my final story. An old friend once told me something that gave me great comfort. Something he had read. He said that Mozart, Beethoven, and Chopin never died. They simply became music. So, I hope you will enjoy this last piece very much.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “વેસ્ટવર્લ્ડ (ટી.વી. શ્રેણી) : કલ્પના અને હકીકત વચ્ચેનો પ્રદેશ – જીજ્ઞેશ અધ્યારૂ

  • ગોપાલ ખેતાણી

    સૌ પ્રથમ તો માઈક્રોસર્જન – ૨ના સૌ સજકોને અભિનંદન. માઈક્રોસર્જન – ૧ના વાચકો અને ચાહકોને પણ અભિનંદન કે જેના કારણે માઈક્રોસર્જન – ૨ જેવું સરસ પુસ્તક વાંચવા મળ્યું.
    વેસ્ટવર્લ્ડ વિષે સાંભળ્યું હતું પણ આટલું સરસ વિષ્લેષણ વાંચવા મળ્યું કે હવે આ શ્રેણીને જોવી જ પડશે. એક પછી એક ઉત્તમ શ્રેણીઓ આવી રહી છે. તેના માટે સમય ફાળવવો જ રહ્યો જીગ્નેશભાઈ, આવી જ રીતે અન્ય શ્રેણીઓ, પુસ્તક અને ફિલ્મોના પણ વિષ્લેષણ અહીં મૂકતા રહેજો. આભાર દિલ સે.

  • Dr.satish prajapati

    બહુજ સરસ જીગ્નેશ ભાઈ,મેં આ શ્રેણી જોઈ છે અને ખૂબ જ મઝા આવી છે, હું પણ એના બીજા ભાગ ની રાહ જોઇ રહ્યો છું,અક્ષરનાદ ના કન્ટેન્ટ માટે હું તમને ધન્યવાદ આપું છું,