અક્ષરનાદનો અગિયારમો જન્મદિવસ 47


અક્ષરનાદનો આજે અગિયારમો જન્મદિવસ છે. વર્ષોના વહાણાંં વાતા રહ્યાં અને સમય એની મેળે સરતો રહ્યો, જોતજોતામાંં એક દાયકો પસાર થઈ ગયો. વાચકોનો સતત પ્રેમ અને સાહિત્યના માધ્યમે કંઈક પામવાની, કંઈક મેળવવાની ઈચ્છા જ અક્ષરનાદના પાયામાં છે. સર્વે વડીલો, મિત્રો, વાંચનયજ્ઞમાં જોડાઈને અમારા ઉત્સાહમાંં સતત વધારો કરતા બધાંય સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર.

આજના દિવસે એક સુંદર યોગાનુયોગ પણ થયો છે. વિચારધારા સામયિકના શ્રી મૌલિકભાઈએ મારી મુલાકાત તેમના સામયિકમાં પ્રસ્તુત કરી છે. ગઈકાલે રાત્રે જ એ સામયિક જોયું. મારી આખીય વાત એમાં મેં મારી પૂરતી નિખાલસતાથી અને સત્યને વળગી રહીને કરી છે. મને આટલો સુંદર અવસર અને આટલા બધા પાનાં ફાળવવા બદલ શ્રી મૌલિકભાઈનો ખૂબ આભાર. આપ આ સામયિકને અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરી શક્શો.

ગત વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ રહી સર્જન વોટ્સએપ ગ્રૂપ. ‘સર્જન’ના પાયામાં પહેલેથી જ અમે વોટ્સએપના દૂષણો દૂર કરીને, સાહિત્યની ચર્ચા અને સર્જનનું ધ્યેય રાખેલું. આજે એ બોન્સાઈ વટવૃક્ષ પોતાની ઓળખ મેળવી ચૂક્યું છે. સર્જનની સમગ્ર યાત્રા એટલી તો હુંફાળી અને સ્નેહસભર રહી કે આજે સર્જનના મિત્રો પરિવારના સભ્યો જેવા છે. સર્જનની સિદ્ધિઓ અંગત સિદ્ધિઓ કરતા સૌને માટે વધી ગઈ છે. ‘સર્જન’ સામયિકના ચાર અંક પછી અમે સહેજ અટકી ગયેલા, પણ થોડાક જ દિવસ પહેલા અમે પ્રસ્તુત કરેલા અમારા પુસ્તક ‘માઈક્રોસર્જન’ અને હવે જૂનથી સતત પ્રસ્તુત થનાર અમારા સામયિક ‘સર્જન’ના અંકો સભ્યોના પોતાના લેખન અને સમજણને એક નવો વ્યાપ આપશે.

માઈક્રોસર્જન પુસ્તક હવે અમારી વેબસાઈટ પરથી અહીં ક્લિક કરીને તો ખરીદી શકાય છે જ! એ ઉપરાંત તેને બુકપબની વેબસાઈટ પરથી અહીં ક્લિક કરીને ખરીદી શક્શો.

આ સાથે અક્ષરનાદ તૃતિય માઈક્રોફિક્શન સ્પર્ધાની વિગતો પણ આજે એક અલગ પોસ્ટમાં મૂકી રહ્યો છું. દ્વિતિય સ્પર્ધા વખતે વ્યવસાયિક મુશ્કેલીઓને લઈને એના સંકલન અને વ્યવસ્થામાં અનેક મુશ્કેલીઓ થઈ હતી, વાર્તાઓ નિર્ણાયકો પાસે મોકલવાથી લઈને પરિણામ જાહેર કરવામાં અને ઈનામો મોકલવામાં પણ અનેક તકલીફો થઈ હતી. આ વખતે ‘સર્જન’ની એક ટીમ જ આ સ્પર્ધા સંકલનમાં મને સાથ આપશે એટલે એવી અવ્યવસ્થા થવાની શક્યતાઓ નહીવત છે. વળી આ વખતે માઈક્રોફિક્શનનું સબમિશન પોસ્ટ કે કૂરિયરને બદલે ફક્ત ઈ-મેલથી જ લેવાનું પણ નક્કી કર્યું છે જેથી સંકલનમાં સરળતા રહે.

અક્ષરનાદ નિયમિતપણે અનિયમિત હોવા છતાં એની ક્લિક્સમાં, ઈ-પુસ્તકોના ડાઊનલોડ્સમાં જરાય ઓટ આવતી નથી એ વાચકમિત્રોનો આ પ્રયત્ન પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ દર્શાવે છે. આવનારા વર્ષમાં એને વધુ ઉપયોગી અને નિયમિત બનાવી શકું એવો પ્રયત્ન અવશ્ય કરીશ.

અક્ષરનાદની આ એક દાયકાની સફરને અંતે જીવનને સાહિત્ય દ્વારા જે થોડુંઘણું હેમ મળ્યું છે, જે આશ્વાસન, પ્રેમ, સ્નેહ, આદર અને માન મળ્યું છે એ બધુંય મા સરસ્વતિના ચરણોમાં અર્પણ સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

47 thoughts on “અક્ષરનાદનો અગિયારમો જન્મદિવસ

  • Rajnikant Vyas

    અક્ષરનાદના અગિયારમા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

  • Dinesh Pandya

    જીજ્ઞેશભાઈ
    અગિયારમાં જન્મદિને ખૂબ ખૂબ (મોડા) અભિનંદન!
    ગુજરાતી સાહિત્યના યજ્ઞની ધૂણી લખતી અને ધબકતી
    રહે તેવી શુભેચ્છા !

    દિનેશ પંડ્યા

  • Meera Joshi

    Many many happy birthday to Aksharnaad..
    I remember my Last year, when i see this sight for the first time. It is very surprising that, just in a year i become one of the part of Aksharnaad and Aksharnaad family. Its only because the efforts of Jigneshbhai.. Wish Aksharnaad lives long life.

  • Vinod Patel

    અક્ષરનાદ એક દશકાની મંગલ યાત્રા પૂરી કરી ૧૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે એ પ્રસંગે આપને અભિનંદન અને અનેક શુભેચ્છાઓ પાઠવું છું.

  • Minaxi Patel

    Dear Jigneshbhai,
    Akshernaad brought many old and new, past and present, sentimental and intellectual literary connection
    To all its reader. Congratulations and all the best for
    Future.
    Minaxi Patel
    Phoenix

  • swati shah

    ઇન્ટરવ્યુ વાંચી બહુ આનંદ થયો. અવિરત પ્રગતિ કરતા અક્ષરનાદના અગિયારમાં જન્મદિન નિમિત્તે શુભકામના…

  • Gunvant vaidya

    Khub khub hardik abhinandan.
    Your contribution in promoting, sustaining Gujarati bhasha, culture is and will remain AKSHAR, AMAR historically. Jai Gujarat Jai Gujarati.

  • H S PAREKH

    જીગ્નેશભાઇઃ અક્ષરનાદનાં ૧૧માં જન્મદિને મારાં, અમારા સૌના અભિનંદન સ્વીકારશો. અક્ષરનાદ આગળ ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના.

    હિમત પારેખ, અમદાવાદ

  • GOPAL KHETANI

    અક્ષરનાદ એ છે સુર્ય
    જેના ન ડુબે કિરણો,
    સાંજ થતાં જ
    વિખેરાઈ છે ચાંદ-તારલાઓમાં ! (એક હિંદી કાવ્યનો ગુજરાતીમાં અનુવાદ.. કવિનું નામ યાદ નથી)
    અગાઊ પણ જણાવ્યું તેમ અક્ષરનાદ એક સેતુ છેે ગુજરાતથી દુર વસતાં ગુજરાતીઓ માટે. અફકોર્સ ગુજરાતમાં વસતાં ગુજરાતીઓ તો અક્ષરનાદને વધું ચાહે જ છે. પણ આ મારી અંગત લાગણી છે અક્ષરનાદ માટે! ચેન્નાઈમાં રહેલો ત્યારે અને અત્યારે નોઈડામાં શ્વાસ લઉં છું ત્યારે અક્ષરનાદની સુવાસ હૈયામાં પ્રસરે છે. જીગ્નેશભાઈ અને સમગ્ર અક્ષરનાદ ટિમને આ શુભદિવસે ખુબ ખુબ શુભકામનાઓ! બોન્સાઈ વટવૃક્ષ કબીરવડ સમાન બને એવી દિલથી શુભકામનાઓ!!!

  • Sarla Sutaria

    અવિરત પ્રગતિ કરતાં અક્ષરનાદના અગિયારમા જન્મદિવસની અઢળક વધાઈ.
    જીજ્ઞેશભાઈ… તમે ખરેખર અક્ષરનાદને વિસ્તારવા ખુદના અને પરિવારના સમયનો ભોગ આપ્યો છે. જેને કોઈ શબ્દોથી વખાણી શકાય નહીં.
    એક દાયકની સફરમાં મારો હિસ્સો તો હજુ એક જ વરસનો છે. પણ અઢળક પામી અક્ષરનાદ પાસેથી.
    અક્ષરનાદની પ્રગતિનો પંથ ઝળહળ રહે ને અમૂલ્ય ગુજરાતી સાહિત્યની રસલ્હાણ થતી રહે… એવી અભ્યર્થના.

  • Sushma k sheth.

    Congratulations to Sri. Jignesh bhai adhyaru and whole team. Keep it up. Wish you best luck and success. Come what may, we are with you.

  • Aarti Antrolia

    ખુબ ખૂબ વધામણાં! એક દાયકાની સફર પૂરી કરી નવા વર્ષમાં પગરણ માંડવા બદલ અક્ષરનાદને અને તેના જનક શ્રી જિગ્નેશભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ.
    આવી જ રીતે, બાર બાર દિન યહ આયે, બાર બાર દિલ યે ચાહે, હમ રહે હરદમ સાથ, હૈ હમ સબકી આરજુ, હેપી બર્થડે ટુ યુ!

  • Jignesh Vaghela

    જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અક્ષરનાદને

  • અનુજ સોલંકી

    અક્ષરનાદનો જન્મદિવસ છે. -વાયા સંજયભાઈ ખબર મળ્યા ને ગ્રૂપમાં એક વધામણીનો મેસેજ ઝબુક થયો; બીજો થયો; ત્રીજો થયો;……ને આ મારો થયો:

    જન્મદિવસની જોમભરી, જોશભરી ને જોરદાર શુભેચ્છાઓ…

    ]¦”””¦[,,,]¦”””¦[
    ]¦,,,,¦[””]¦,,,,¦[APPY

    ]¦”””””‘”‘”\
    ]¦ () /
    ]¦ () \
    ]¦,,,,,,,,,,,/IRTHDAY

    /””””””””””””\
    ¦ ¦””””’¦ ¦
    ¦ ””””””’ ¦
    ¦,,,,,¦””””’¦,,,,,¦KSHARNAAD

  • મેહુલ સુતરીયા

    ગુજરાતી ભાષા કે જેના શબ્દે શબ્દો હૃદય સુધી પહોંચે છે અને માતૃભાષાને ખોળે લઈ તેને ખીલવવાનો આપનો પ્રયત્ન પ્રશંસનીય છે. મારા જેવા નવા કઈંક લખવા મથતાં નવા લેખકો માટે આપ જે પ્રયત્ન કરો છો તેને માટે પુરા હૃદયથી આપનો આભાર વ્યક્ત કરું છું. સાથે અક્ષરનાદની અગિયારમી વર્ષગાંઠ નિમિત્તે આપને અને અક્ષરનાદ સાથે જોડાયેલ તમામને અભિનંદન….

  • નિમિષ વોરા

    જિજ્ઞેશભાઈ,
    ગુજરાતી ભાષા માટે તમે જે કરી રહ્યા છો એ કામ કરવું કોઈ નાનીમાંનો ખેલ નથી જ.. ગુજરાતી ભાષાને એક સ્તર વધુ આગળ પહોંચાડવા તમે રીતસરની ભેખ લીધી છે તેમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.
    અમારા જેવા નવશીખીયા માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડવું કે એકના એક પ્રશ્નોનો ખૂબ શાંતિથી જવાબ આપવો એ બધું તમે જ કરી શકો.
    તમારા સંપર્કમાં આવ્યો તે બાબતને મારું સદનસીબ ગણું છું.
    અક્ષરનાદ આમ જ દાયકો નહિ પણ બીજા સો વર્ષો કાર્યરત રહે તેવી શુભેચ્છા…

  • લતા

    વાહ…ખૂબ ખબ અભિનંદન અક્ષરનાદ અને જીજ્ઞેશભાઈ તમને. મને ગર્વ છે કે હું આવા સુંદર સાહિત્યિક ગ્રુપની સભ્ય છું.
    બસ આમ જ સહુ સાથે મળી સાહિત્યિક પ્રવૃતિ આગળ વધારીએ.
    અક્ષરનાદમાં જોડાઈ ને મારા જેવા ઘણા ને ઘણું શીખવા મળ્યું છે એ કેમ ભુલાય.

  • Hiren sorathiya

    અક્ષરનાદ હજી ભવિષ્યમાં નવા શિખરો સર કરે એવી આશા સહ શુભકામનાઓ

  • Hetal

    અક્ષરનાદને તેના અગિયારમા જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ..
    જેમનો હાથ પકડીને સીધા જ સાહિત્યના દરિયામાં ડૂબકી મારવાની જે ક્ષણો અને તક આપી છે એવા શ્રી જીગ્નેશભાઈને પણ અઢળક શૂભેચ્છઓ્

  • Hardik Pandya

    Many more happy returns of the day to aksharnaad… And many more congratulations for success of aksharnaad. May God Bless You… May The Writers belongs to aksharnaad get Success and aksharnaad get more and more popularity in gujarati literature world by it’s Writers.. as a small Part of aksharnaad i am thankful to jigneshbhai and aksharnaad for giving me platform for my creation.

    Heartly Regards,

    Hardik KalpDev Pandya

  • Dhaval Soni

    પ્રિય જિગ્નેશભાઈ,

    આજથી વર્ષો પહેલાં જ્યારે ઓનલાઈન સાહિત્યસામગ્રી પણ વાંચી શકાય અને જો વાંચી શકાય તો લોકો ઓનલાઈન વાંચવાનું પસંદ કરશે ખરાં તેવી આશંકાઓ વચ્ચે તમે હિમાલયની જેમ અડગ રહીને પરિવાર અને પોતાનો અંગત સમય કાઢીને પણ અક્ષરનાદનું નિર્માણ કર્યુ છે તે ખરેખર કાબિલેદાદ છે. અક્ષરનાદ જેવું વાચકો અને લેખકોને જોડતું આવું સરસ પ્લેટફોર્મ સાહિત્યજગતને આપવા બદલ આભાર.
    અક્ષરનાદ ઉત્તરોત્તર પ્રગતુ કરતું રહે તેવી અભ્યાર્થના.

  • મીતલ પટેલ

    અક્ષરનાદને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ અક્ષરનાદ પર ગુજરાતી સાહિત્યનો ખજાનો ક્યારેય નહીં ખૂટે અને ઉત્તરોત્તર એમાં ઉત્તમ સાહિત્ય ઊમેરાતુ રહે એવી શુભેચ્છા…

  • નરેન કે સોનાર ‘પંખી’ , ભરૂચ

    પ્રતિક્ષણ જન્મ લેતા વિચારો જયરે શબ્દદેહ ધારણ કરે છે ત્યારે તે વ્યક્તિત્વ જ્ઞાન કેહવાતું હોય છે અને એ જ્ઞાનને જયારે કોઈ સ્પર્શ કરે ત્યારે જ હર્ષ અનુભવાય છે તેનો રોમાંચ અલગ જ હોય છે અને એ રોમાંચની જ્ઞાનગંગાને આપણા સૌ સુધી પહોચાડનાર એ ભગીરથી શ્રી જીગ્નેશ અધ્યારુને વંદન ..અભિનંદન…અક્ષરનો નાદ સદાકાળ સૌ સુધી પહોંચતો રહે એવી અભિલાષી શુભકામના.
    નરેન કે સોનાર ‘પંખી’ , ભરૂચ

    • નરેન કે સોનાર ‘પંખી’ , ભરૂચ

      પ્રતિક્ષણ જન્મ લેતા વિચારો જયારે શબ્દદેહ ધારણ કરે છે ત્યારે તે વ્યક્તિત્વ જ્ઞાન કેહવાતું હોય છે અને એ જ્ઞાનને જયારે કોઈ સ્પર્શ કરે ત્યારે જ હર્ષ અનુભવાય છે તેનો રોમાંચ અલગ જ હોય છે અને એ રોમાંચની જ્ઞાનગંગાને આપણા સૌ સુધી પહોચાડનાર એ ભગીરથી શ્રી જીગ્નેશ અધ્યારુને વંદન ..અભિનંદન…અક્ષરનો નાદ સદાકાળ સૌ સુધી પહોંચતો રહે એવી અભિલાષી શુભકામના.
      નરેન કે સોનાર ‘પંખી’ , ભરૂચ

  • Hiral Vyas "Vasantiful"

    અક્ષરનાદને ૧૧ મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    અક્ષરનાદ ૧૧૧ વર્ષ ચાલે અને ગુજરાતી સાહિત્યનો રસથાળ પીરતું રહે તેવી સ-હ્રદયની શુભેચ્છાઓ.

  • મણિલાલ જે.વણકર

    જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અક્ષરનાદને !

  • પૂર્વી બાબરીયા

    જન્મદિવસ ખૂબ ખૂબ અભિનંદન અક્ષરનાદ…
    આવી જ અવિરત સફર ચાલુ રહે એ જ શુભકામના

  • Rekha solanki

    ૧૧મા જન્મદિવસનાં ખૂબ ખૂબ અભિનંદન *-અક્ષરનાદ*

  • Hetal

    Happy birthday Axarnad..
    Axarnad thaki amari olkhan thy chhe. Jemno hath pakdi ne sidha j sahitya na dariya ma dubki marvani j kshano mali chhe je chances malya chhe eva shree jignesh bhai ne lakh lakh abhinandan..

  • સંજય ગુંદલાવકર

    અક્ષરનાદના અગિયારમાં જન્મ દિવસ નિમિત્તે આપને હાર્દિક અભિનંદન..

    અક્ષરનાદે આ એક દાયકા દરમિયાન ગુજરાતી વાચકોનો જાયકો જાળવી રાખ્યો.. આપે નિસ્વાર્થ ભાવે જે રીતે પોતાના પરિવારથી દૂર રહીને પણ ગુજરાતી ભાષાના ધબકતી રાખવાનો ભેખ લીધો છે, એને શબ્દસ્થ કરવાને મારો શબ્દ ભંડોળ પણ વામણો પડે.

    સર્જન વોટ્સએપ ગ્રૂપે મારા જેવા અનેક મિત્રોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એ ઉપરાંત.. સોનિયા ઠક્કર, મિત્તલ પટેલ તેમજ મારા પર વિશ્વાસ મૂકી ‘માઇક્રોસર્જન’ પુસ્તકના સહ-સંપાદનની જવાબદારી સોંપી એ બદ્દ્લ અમે સદાય ગૌરવ અનુભવતાં રહીશું.

    આવનારા વર્ષોમાં અક્ષરનાદ તેમજ સર્જન ગ્રૂપ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે, નવતર પ્રયોગો કરતું રહે એવી મા સરસ્વતીના ચરણે અભ્યર્થના..

    અસ્તુ.. ..

    • નરેન કે સોનાર ‘પંખી’ , ભરૂચ

      અભિનંદન આપનારને પણ અભિનંદન
      નરેન કે સોનાર ‘પંખી’

  • Valibhai Musa

    ખોબલે ખોબલે અભિનંદન. ‘અક્ષરનાદ’ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે તેવેી દિલેી અભ્યર્થના.