ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોશી 7


૧.

લાગણી હદથી વધુ પંપાળવા જેવી નથી,
ચાંદની શુદ્ધ છે તારે ગાળવા જેવી નથી.

આજ તો ચિઠ્ઠી અમે જો એટલે ખોલી નહીં,
તેઁ કહી દીધું હતું કે ફાડવા જેવી નથી.

સાવ પાકું હસ્તરેખા વાંચતા ફાવી ગયું,
ને હવે કે’છે, એ વિદ્યા જાણવા જેવી નથી.

હા, તમે થોડું ઘણું ઈચ્છાને રોકી લો ભલે,
એક હદથી એ વધારે ટાળવા જેવી નથી.

કેટલાં યુગો થયા કોઈ અહલ્યા તપ કરે,
એમ કૈં ઠોકર આ સઘળી ખાળવા જેવી નથી.

આમ પણ શબ્દો રહ્યાં છે આ વિશાળ ઓરડે,
એટલે સાંકળ ડેલીએ વાખવા જેવી નથી.

૨.

તારી સાથે કરું હું, તારા વગરની વાતો,
છે કૈંક જૂની એવી, મારા નગરની વાતો.

કેડીથી રાજમાર્ગો બનતા ગયા જે અહીંયાં,
એમાંથી નિખરેલા નાના નગરની વાતો.

જૂની વિધાનસભા એ સચિવાલય જૂનું,
કોટેજ હોસ્પિટલની, પાંખા નગરની વાતો.

‘બાવીસ’માં બનતી’તી આખા નગરની લાદી,
ઈંટોના એ રસ્તાઓ પાકા નગરની વાતો.

અઢી કિલો બટાકા, અમદાવાદ જઈને લાવો,
પ્રાઈમસ ને કલાઈ વાળા નગરની વાતો.

રૂપરાજનું થિયેટર, ફિલ્લમ તો ચોકઠાંની,
નાટક છે રંગમંચે, રાધા નગરની વાતો.

વાવોલ રામમંદિર, ખેતરનું શિવમંદિર,
ઘરે ભજન કથાઓ, આવા નગરની વાતો.

રેશનથી ય લાંબી કેરોસીનની લાઈનો,
આખું ચોમાસું તરતા, ગારા નગરની વાતો.

વાડો એ મહેંદીની, ઘર-બાગની હરીફાઈ,
‘ઘ’ રોડ આજુબાજુ, આંબા નગરની વાતો.

ટ્રાફીક એ વળી શું? સુમસામ એ વસાહત,
સાઈકલ ઉપર ફરતાં, થાંથા નગરની વાતો.

ઘરે જ આવી માંગે, કોઈ રામરોટી વાળા,
ખવડાવી એને પોતે, ખાતાં નગરની વાતો.

ખુદ મુખ્યમંત્રી બેસે, એવી બસો ઉપડતી,
રિક્ષા ન એકે મળતી, સાદા નગરની વાતો.

આસનીયું લઈને જાતાં, નિશાળે તો ય શીખી,
ક્યાંથી જુઓને ખુરશી, રાજા નગરની વાતો.

વતન ક્યાં કોઈનું? ના લગાવ પણ કોઈને,
દોસ્તો ય જૂજ છે, જે ગાતા નગરની વાતો.

૩.

વ્યાકરણના ગ્રંથ વાંચી ગઝલ લખી નથી,
એક આખી રાત જાગી ગઝલ લખી નથી.

હોવું જળકમળવત એક ઓર વાત છે,
સંસાર અમે કંઈ ત્યાગી ગઝલ લખી નથી.

રાજીખુશીથી બેઠાં છે કેવા વટથી જુઓ,
શબ્દોને મેં ફસાવી ગઝલ લખી નથી.

અંદર જે આવશે તે કદી નીકળે નહીં,
ડેલી આ દિલની વાખી ગઝલ લખી નથી.

અધૂરી વાતમાંથી કંઈ તારવો નહીં,
હજુ સુધી મેં આખી ગઝલ લખી નથી.

– ડૉ. મુકેશ જોષી

ડૉ. મુકેશ જોષીની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની ત્રણેય ગઝલરચનાઓ સુંદર છે. પ્રથમ ગઝલમાં ન કરવા જેવી પ્રવૃત્તિઓની તેઓ વાત મૂકે છે. ‘ગાંધીનગર – ૧૯૭૦ના દાયકામાં’ જેવો આગવો વિષય ધરાવતી તેમની બીજી ગઝલ ગાંધીનગરની આગવી પ્રતિભા અને યાદો રજૂ કરે છે, તો ત્રીજી ગઝલમાં કવિ તેમની ગઝલરચનાની સાર્થકતા વિશે વાત મૂકે છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોશી

  • Uttam Gada

    Jigneshbhai, this is an amazing effort ! You deserve a great pat on the back.

    The podcasts are simply delightful and quite an achievement.

    I hope you get strength to keep it up !!

    Uttam Gada

  • Kalidas V. Patel {Vagosana}

    મુકેશભાઈ,
    સચોટ ગઝલો આપી. વતનની વાતને ગઝલમાં મમળાવી. આભાર.
    ભૂલસુધારઃ ટાઈપની ઘણી ભૂલો થઈ છેઃ — ગઝલ –૨ … લીટી નં – ૮ … રસ્તાઓમ … મ વધારાનો લાગે છે.
    ગઝલ — ૨ … છેલ્લી લીટી … દોસ્તોય જૂન છે … જૂના હોવું જોઈએ.
    અનુસ્વારની પણ ભૂલો ઘણી છે.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Mr.P.P.Shah

    I liked all the three Gazals from a Tech guy from irrigation side. Especially, narration of Gandhinagar revind my old memories of this growing city being in USA now but once resident of Gandhinagar quarters and also ex- GM in SSNNL in 1991-92-93, of course housed then on 7th floor during the time of Chairman Late Sanat Mehta and Shri P.A. Raj etc.I recollect me and my family happen to visit Rupraj theatre of Pethapur, routine visit to sector-22 vegetable Mkt., sector theatres and Vavol village, Sarita Udhyan, and a nearby sector-28’s famous more patronized Garden, Panch dev Temple, & my kids Swaminarayan School in sect-22 etc. I recollect picking up small mangoes (mrva) by my kids from the circle now near old Vidhan Sabha, and Udhyog Bhavan while going to Civil hospital. Today when remind these all i see my grand kids of that age here in USA which also tells how times are rolling like a film strips.