ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોશી 7
ડૉ. જોષીની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની ત્રણેય ગઝલરચનાઓ સુંદર છે. પ્રથમ ગઝલમાં ન કરવા જેવી પ્રવૃત્તિઓની તેઓ વાત મૂકે છે. ‘ગાંધીનગર – ૧૯૪૦ના દાયકામાં’ જેવો આગવો વિષય ધરાવતી તેમની બીજી ગઝલ ગાંધીનગરની આગવી પ્રતિભા અને યાદો રજૂ કરે છે, તો ત્રીજી ગઝલમાં કવિ તેમની ગઝલરચનાની સાર્થકતા વિશે વાત મૂકે છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.