પ્રથમ ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૧૧ – સાક્ષર ઠક્કર 18


૧. મજા

“આ લીસ્ટ જોઈ લે તો બરાબર છે ને. “નિસર્ગે એની પત્નીને લીસ્ટ આપતા કહ્યું.

“સ્ટોવ, ચા નો મસાલો, ખાંડ, ચા ની તપેલી, પેપર પ્લેટસ, પેપર સ્પુન, બ્રેડ, બટર, ચીસ, બ્રશ, ટુથપેસ્ટ, ઉલ્યું, ફ્લેશ લાઈટ, ચપ્પુ, મચ્છર માટેની ક્રીમ, બેન્ડએઇડ, સ્લીપિંગ બેગ, ઓશિકા, બ્લેન્કેટ”
“અરે main વસ્તુ તો તું ભૂલી ગયો. Portable Charger. એના વગર ગયા વખતે યાદ છે કેમ્પીંગમાં આઈફોનની બેટરી ખાલી થઇ ગઈ હતી અને પછી કેમ્પીંગમાં મજા નહોતી આવી”

૨. તફાવત

એણે કોકાકોલાની ખાલી પડેલી ભૂરા રંગની ક્રેટ ઉંધી કરી, એની ઉપર ચડી અને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીની ઉંચાઈ સુધી પહોચી, ટીવીની જમણી બાજુમાં જોરથી બે વાર ઠપકાર્યું. હવે ટીવી પરનું દ્રશ્ય ચોખ્ખું દેખાતું હતું. એણે જોયું કે એની જ ઉંમરનો એક છોકરો સ્ટેજ ઉપર અમિતાભ બચ્ચન પાસેથી એક ટ્રોફી લઇ રહ્યો હતો. સ્ટેજ પર ઉભેલા એન્કરએ કહ્યું, ” ફિર એક બાર ઝોર સે તાલિયા હો જાયે, તારે ઝમીન પે ઔર દર્શિલ સફારી કે લિયે” અને ઓડીયન્સમાં બેઠેલા હજારો લોકોની તાળીઓ નો ગડગડાટ છવાઈ ગયો.

…એટલામાં એનું ધ્યાન તોડતા એના માલિકનો અવાજ આવ્યો, “ઓયે છોટુ, ટીવી સરખું કરવા મોકલ્યો’તો, જોવા નહિ, આ ચા બની ગઈ છે આપી આવ તો”

૩. બાળઉછેર

“જો બેટા આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની:

ખૂણો પકડીને બધા જતા હોય ને એમની સાથે સાથે ચાલ્યા કરવાનું, બહુ વચ્ચે નહિ જવાનું, એ લોકોની નજરમાં નહિ આવાનું. ખાવાનું લઇ ને જેટલું જલ્દી બને એટલુ ઘરમાં આવી જવાનું.
આપણે કોઈને કંઈ કરી એ નહિ તો કોઈ આપણને કંઈ ના કરે, એટલે બચકું નહિ ભરવાનું એ લોકોને”

શિખામણ આપતી કીડી અને એની બાળ કીડી બંને પર અચાનક જોરથી એક ચપ્પલ આવ્યું… અને તડપતા તડપતા કીડીઓએ એ એટલું સાંભળ્યું, “આલુલુલુ, કીડીએ આવું કર્યું મારા બેટાને, જો કશું નથી વાગ્યું, જો બેટા કીડી મરી ગઈ, જો.”

૪. મૃત્યુનો પ્રકાર

“હા બોલો યમરાજ, આ જે સ્ત્રીને લઇ આવ્યા છો, એનું મૃત્યુ કેવી રીતે થયું હતું?” ચિત્રગુપ્તે પૂછ્યું.

“એના ૫ વર્ષના છોકરાને લીધે. એના છોકરાએ સમ ખાધા હતા અને…”

“અરે યાર, મજાક ના કર ને, એવો કેસ જોયો છે તે એક પણ વાર!”

યમરાજે હસીને કહ્યું, “સાચે… તમારા સમ”

– સાક્ષર ઠક્કર

તો આજે આ આખીય સ્પર્ધા અને પરિણામોની ચરમસીમા સ્વરૂપે પ્રથમ ઈનામ વિજેતા સાક્ષરભાઈ ઠક્કરની સુંદર વાર્તાઓ આજે પ્રસ્તુત છે. ખરેખર માઈક્રો કહી શકાય એવી અને હાડોહાડ ફિક્શન આ વાર્તાઓ અક્ષરનાદને સ્પર્ધા માટે પાઠવવા બદલ સાક્ષરભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ. માઈક્રોફિક્શન વાર્તાઓને ગુજરાતી ભાષા માટે એક આદરણીય સ્થાન અને આ સ્વરૂપને એક ઓળખ આપવા સર્જાયેલી આ બધા સ્પર્ધકોની વાર્તાઓ અક્ષરનાદને અનોખી મહત્તા પૂરી પાડી છે. આશા છે આવા વધુ આયોજનો કરવા માટે સમય, શક્તિ અને હિંમત ઈશ્વર આપતા રહેશે.


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “પ્રથમ ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૧૧ – સાક્ષર ઠક્કર

 • sameera patrawala

  ખુબ ખુબ અભિનંદન સાક્ષરભાઈ. બધેી વાર્તા સરસ. પણ આપનેી ત્રેીજેી વાર્તા અતિ ઉત્તમ લાગેી. અને ૪ ન્ંબર પણ વિશેષ.

 • Dr.Hardik Yagnik

  મારી પ્રસન્નતાતો મે રિઝલ્ટ્સમાં જ દર્શાવી છે… માઇક્રો ફિકશન જેવા ખુબ ગમતા માધ્યમમાં આ રીતની ધારદાર વાર્તાઓ વાંચી એક નિર્ણાયક તરીકેતો ખુશી થઇ જ પણ એક લેખક તરિકે કહું તો મઝા પડી ગઇ….

 • Nirav

  ત્રીજી વાર્તા ખુબ જ ગમી . . . સાક્ષર’ભાઈને ફરીથી ખુબ જ ધન્યવાદ અને અન્ય સર્વે સર્જક’મિત્રોને પણ .

  મને એ પૌરાણિક કથા યાદ આવી ગઈ કે જ્યાં ભરત [ રામ’નાં ભાઈ , નહિ ] પાલખી ઉપાડીને જતા હતા અને પાલખી વારેવારે તે જ ખૂણેથી ઉંચી’નીચી થતી હતી ત્યારે ઠપકો મળતા તેઓએ કહ્યું હતું કે હું નીચે જોઇને ચાલી રહ્યો છું કે જેથી કરીને કોઈ જીવ કચડાઈ ન જાય ! અને માટે તે લોકો તેમને ‘જડભરત’ કહેવા લાગ્યા !!

  મેં ઘણા પરિવારોમાં એવું જોયું છે કે બાળકો કીડી’મંકોડા’ને રમતા રમતા મસળી નાખતા હોય ત્યારે તેમનું ઘડતર કરવા’વાળાઓનું રૂંવાડું પણ ફરકતું નથી હોતું !! કદાચ તેમનું ઘડતર પણ એમ જ થયું હશે .

 • Hemal Vaishnav

  # ૩ તો “જાનલેવા ” ..બોસ ….#૨ પણ બહુ ગમી … મને તો તમારી પેલી છ શબ્દોની વાર્તા પણ ખુબ ગમી હતી ….દિલથી અભિનંદન …

 • Jayshree

  અભિનંદન સાક્ષર…. ત્રીજી વાર્તા વાંચીને લાગી આવ્યું…!!! હવે મારાથી ‘કીડી મરી ગઇ’ એવું નહીં બોલાય…