ત્રણ અનોખી પદ્યરચનાઓ.. – સંજય થોરાત 12


૧. સ્વાઈન ફ્લ્યૂ

ફેલાય છે અલગથી, ફેલાય છે ઝડપથી
નથી આપતો કોઈને કોઈપણ Clue
Top Ten રોગોની રેસમાં
સૌથી આગળ છવાયો છે Swine flu, Swine flu…

લક્ષણો એના જરા ધ્યાનથી નોંધો,
આવશે તાવ ને સતત છીંકો,
ધીમે ધીમે તમારા હોઠ થશે Blue
થાય છે જ્યારે આ Swine flu, Swine flu.

શરીરની શક્તિનો થાય છે રકાસ,
શ્વાસ લેવામાં પણ થાય છે ત્રાસ
ગળામાંથી પછી નીકળે છે ચીકણો Glue
પ્રાણ હરનાર છે આ Swine flu, Swine flu.

કાબૂમાં આવી નથી રહી આ મહામારી,
ચીકન ગુનીયા – ડેન્ગ્યુ કરતા મોટી બિમારી
ઉભરાય છે હોસ્પિટલો કેટલાંયના રીપોર્ટ છે Due
કેટલાને ભરખી ગયો આ Swine flu, Swine flu.

Swine flu થી બચવાની સાદી કહાની,
નારંગ મોસંબી અને પીઓ પુષ્કળ પાણી
શક્ય ત્યાં સુધી ટાળો ભીડ અને Queue
દૂરથી સલામ કરશે આ Swine flu, Swine flu.

જનતા ગઈ ફફડી મનમાં ઘુસ્યો છે ડર
મામુલી Mask ના આસમાને પહોંચ્યા દર
આપના માટે એકમાત્ર છે દવા Tamiflu
સાવચેતીથી જ ટળશે આ Swine flu, Swine flu.

૨. બુરખો

પેલી મુસ્લિમ બાનુઓને
બુરખામાં જોઈ થયું આશ્ચર્ય!

પછી તો ધ્યાને આવ્યું..
અહીં દરેક જણ ફરે છે,
પોતપોતાનો બુરખો પહેરી..
મજાથી ફરે ને માણે નિરાંત..!!
બુરખો ઢાંક્યા ચહેરાની!!

કોઈ પહેરે પ્રામાણિકતાનો બુરખો,
કોઈ સત્યવાદીનો, સેવાનો,
કરુણાનો, સાધુ-સંતનો,
ભક્તિનો, પ્રેમનો..
મિત્રતાનો.. લાગણીનો..
દંભના બુરખાની ડિમાંડ તો
બારે માસ !!

સૌએ પોતાનો મનગમતો
સગવડ પ્રમાણે પહેરી લેવો..
કેટલું સારું! કેટલું સરળ!
આપણા અસ્સલ ચહેરાને
છુપાવવાની માયા અપરંપાર!
જેવા દેખાવું હોય
તેવા બુરખાઓ છે તૈયાર..

ક્યારેક ભૂલી જઈએ કે
આપણે બુરખો છીએ કે
છીએ કોઈ અસલ ચહેરો?

૩. ફેસબુક

Outdated થઈ જીંદગી
સ્વપ્ન પણ Download થતાં નથી
સંવેદનાઓને લાગ્યો Virus
દુઃખ Send કરાતું નથી..

જૂના ચોમાસાં બાષ્પીભવન થયાં
Delete થયેલી File જેવા
સંયુક્ત કુટુંબો હવે શાંત થયાં
Range વગરના Mobile જેવા…

Hang થયેલા PC જેવી
છે શહેરની જિંદગી Tight
લાગણીના સંબંધ જોડનાર હવે
દેખાતી નથી ક્યાંય Website

એકવીસમી સદીની આ મોડર્ન
પેઢી દેખાય ખૂબ જ Cute
Contact List ખૂબ વધ્યાં
અને સંવાદ થયા Mute

Computer ની Chip જેવા
માણસોના મન થયા ચીપ’
Mother નામનું Board
સૌની જિંદગીમાંથી થયું Hide

CDની Disk Drive માં
હવે સંસ્કાર થાય છે Fire
અને Internet ની Site માં
સભ્યતા ક્યાંય થઈ ગાયબ..

વિજ્ઞાનની આ શોધખોળમાં
ક્યાંક થઈ છે ભયંકર ભૂલ
લોહીના સંબંધો શોધવામાં
જોઈએ છે હવે facebook!

– સંજય થોરાત

કલ્પતરૂ પાવર ટ્રાન્ઝમિશન લિમિટેડ, ગાંધીનગરમાં મેનેજર તરીકે ફરજ નિભાવતા સંજયભાઈ થોરાત અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે અને વિશેષતઃ લેખન સાથે સંકળાયેલા છે. ગાંધીનગર સાહિત્ય સભાના મંત્રી, અનેક પ્રકાશનોમાં પોતાની કલમ ચલાવતા સંજયભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે, એ માટે તેમનું ઓનલાઈન વિશ્વમાં સ્વાગત છે. તેમની ત્રણેય રચનાઓ અનોખી છે, સ્વાઈન ફ્લ્યૂ, બુરખો અને ફેસબુક એ ત્રણેય સુંદર પદ્ય રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ સંજયભાઈનો આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “ત્રણ અનોખી પદ્યરચનાઓ.. – સંજય થોરાત