દેશી ઓસડિયાં…. – સંકલિત 12


આજના સમયમાં અન્ય વસ્તુઓની જેમ બીમારી અને ઈલાજ પણ ઈન્સ્ટન્ટ થઈ ગયા છે. ગઈ કાલે બીમાર પડ્યા, આજે દવા અને આવતી કાલે ફરીથી કામ પર મચી પડ્યા. પરંતુ આ ભાગદોડભરી, તણાવગ્રસ્ત જિંદગીમાં ક્યારેક સામાન્ય પણ મહદંશે અક્સીર ઈલાજ સૂચવી જાય છે આપણી પહેલાની અનુભવી પેઢી, વૃદ્ધો કે જેમના ઈલાજ, જેમનું વૈદું સમયની એરણે ચકાસાયેલું છે. આજે પ્રસ્તુત છે બા-બાપુજીના એવા જ કેટલાક ઓસડિયાં.

અનિંદ્રા – રાત્રે સૂવાના સમયથી એક કલાક પહેલા એક ગ્લાસ ગાયના દૂધમાં એક ચમચી ગંઠોડાનો પાવડર અને પા ચમચી જાયફળનો પાવડર નાખીને પીવું.

અશક્તિ – પાકા દાડમના દાણાનો રસ કાઢી એક કપ જેટલો રસ પીવાથી તરત શક્તિ આવે છે.

આંખ આવવી – ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખવું પછી સવારે ગાળીને તેનાથી આંખો ધોવી, એ રીતે સવારે પલાળી રાત્રે આંખ ધોવાથી રાહત મળે છે.

એસીડીટી – શતાવરીનો એક ચમચી પાવડર સવાર સાંજ બે વાર પાણી સાથે લેવો.

કાકડા (ટોન્સિલ) – અક્કલગરાનો પાવડર મોં માં રાખીને ચૂસવો. આ દિવસમાં બે થી ત્રણ વખત કરવું.

કાનમાં દુઃખાવો – તુલસીના પાનનો રસ કાઢી કાનમાં તેના ટીપાં નાંખવા.

કૂતરું કરડવું – વિલાયતી આમલી (ગોરસ આમલી – મીઠી) ના ૧૦ – ૧૫ પાન થોડી થોડી વારે ચાવીને રસ ઉતારવો, હડકવાના ઈન્જેક્શન માટે ચોક્કસ તજવીજ કરવી.

ગળું બેસી જવું – ચણોઠીના પાન મોં માં ચાવી તેનો રસ દિવસમાં ત્રણ ચાર વાર ગળામાં ઉતારવો

ઘા જખમ – એલચાના પાનનો રસ અથવા પાનને સૂકવી તેનો પાવડર બનાવીને ઘા ઉપર લગાવવો.

ચામડીની ક્રાંતિ વધારવા – તાજુ સફેદ માખણ ૧ ભાગ, કુંવારપાઠાનો રસ ૧ ભાગ, ગિલોડીના પાનનો રસ ૧ ભાગ, હળદર પાવડર ૧ ભાગ અને તલનું તેલ ૪ ભાગ, આ બધી વસ્તુઓઉં બરાબર મિશ્રણ કરી દરરોજ સવારે સ્નાન પહેલા ચામડી ઉપર ઘસવાથી તેની ક્રાંતિ વધે છે.

ડાયાબિટીસ – લીલા મામેજવાના છોડને કૂટી તેનો રસ કાઢી અડધા કપ જેટલો રસ સવાર-સાંજ બે વાર પીવો.

તાવ – આકડાના પાન ગરમ કરી કપાળ ઉપર મૂકવાથી પરસેવો થઈને તાવ ઉતરે છે.

દમ શ્વાસ – ભોંયરીંગણી (કાંટાવાળી) ના પંચાગને સૂકવી તેનો પાવડર બનાવી એક ચમચી પાવડર સવાર સાંજ મધ સાથે લેવો.

દાઝ્યા પર – કુંવારપાઠાના પાનનો રસ કાઢીને દાઝ્યા પર વારંવાર લગાવવો.

દાંતનો દુઃખાવો – અક્કલગરાના મૂળનો પાવડર તથા કાંટાશેરીયાના પાનનો રસ ભેગો કરી દુઃખતા દાંત ઉપર વારંવાર મૂકવો.

નસકોરી ફૂટવી – માથામાં દિવેલ લગાવી ઠંડા પાણીની ધાર કરવી.

પગના ચીરા – દિવેલ અને પાણી ભેગા કરી બરાબર ફીણવું, ચીરા પર દિવસમાં બે ત્રણ વાર લગાવવું.

મચકોડ – આવળનાં પાન, આમલીના પાન, હળદર તથા મીઠું સરખા ભાગે લઈ, પેસ્ટ બનાવી તેનો મચકોડ પર લેપ કરવો.

માથાનો દુઃખાવો – તુલસીના પાનનો રસ કાઢી કપાળ પર લગાવવો.

માથામાં ખોડો – સરગવાના પાંદડાનો રસ કાઢી માથામાં ઘસીને ચોપડવો, થોડી વાર રહેવા દઈ માથું ધોઈ નાંખવું.

મેલેરીયા – કાળા મરી ૧૧ નંગ તથા તુલસીના પાન ૧૧ લઈ પાણીમાં નાખી ઉકાળો કરવો અને દિવસમાં ત્રણ વખત આવો ઉકાળો પીવો.

મેદવૃદ્ધિ – અરણીના પાનનો રસ કાઢી અડધો કપ સવાર સાંજ બે વાર ચોખ્ખા મધ સાથે પીવો.

ખીલ – ગાયના દૂધ સાથે ચારોળીને લસોટીને ખીલ પર સવાર સાંજ લેપ કરવો.

મોંમાં ચાંદા – ચોખ્ખુ મધ અને કાથો સમાન ભાગે લઈ, બરોબર મિશ્ર કરી મોં માં દિવસમાં ત્રણ ચાર વખત ચોપડવો.

વાળ ખરવા – લીંબુનો રસ તથા થોડું દહીં અને થોડું મધ નાખી, બરાબર મિશ્રણ કરી તેનાથી વાળ ધોવાથી ખરતાં અટકે છે.

પેટમાં ગેસ – તુલસીના પાનનો રસ બે ચમચી તથા એક ચમચી આદુનો રસ મધ સાથે મિશ્ર કરી દિવસમાં બે ત્રણ વાર પીવો.

શરદી – તુલસીના ૮-૧૦ પાન, લીલી ચાનાં બે પાન, ફુદીનો અદધા રૂપિયા ભાર તથા આદુનો એક નાનો ટુકડો લઈ એક કપ જેટલા પાણીમાં ઉકાળી તેમાં અડધા રૂપિયાભાર જૂનો ગોળ નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી શરદી મટે છે.

સોજા – સાટોડીના મૂળનો ઉકાળો કરી એક કપ જેટલો ઉકાળો સવાર સાંજ પીવો.

– સંકલિત


Leave a Reply to hansa rathoreCancel reply

12 thoughts on “દેશી ઓસડિયાં…. – સંકલિત

 • keyur

  તમારો ઘણો આભાર….ઈન્ટરનેટ ની દુનિયા માં આપની આવી ગુજરતી વેબ સાઈટ જોઇને ઘણો આનંદ થયો. મને રજકણો થી એલરજી છે. એ વિષે દેશી દવા ની માહિતી આપશો જી.

  આભાર સહ.

 • ketan

  દેશિઓશડિયા તો હેલ્થ પાવર આપે છે
  Thathi best of DaDima Nu Vaidhu or In your house of Doctor is the khub Upyougi mahiti appvama avi 6a.

  Thanks

 • hansa rathore

  બહુ સરસ .. પણ અહિ દીલ્હીંમાં એના નામ ખબર નથી..કેવી રીતે મેળવવા..તો ય પ્રયત્ન કરાય.. ધન્યવાદ્

 • Harshad Dave

  દાદીમાનું વૈદું પહેલા જાણીતું હતું. આ યાદી સરસ છે. અન્ય વાચકો પણ તેમાં ઉમેરો કરી શકે. જે લોકોને તેનાથી લાભ થાય તેઓ પણ પોતાનાં અનુભવો દર્શાવી શકે તો વધારે સારું. હદ.

 • Pravin Barai

  ઉપાયો તો સરળ છે પણ આમાની ઘણી વસ્તુઓ મોટા શહેરોમાં કેમ મેળવવી? અમદાવાદ જેવા શહેરમાં પણ જો શોધવી પડે તો અહીં બેંગલોરમાં તો કોઇને સમજાવવી પણ મુશ્કેલ પડે.