(આમ જુઓ તો…) દુર્યોધન સત્ય છે….. શીર્ષક વાંચીને નવાઈ લાગી?
जहास भीमास तं दृष्ट्वा स्त्रीयोनृपत्यो परे
निवार्यमाणाप्यंग राज्ञा कृष्णानुमोदिताः //
( હે પરિક્ષીત, ભીમ તે જોઈ હસી પડ્યો અને તેની સ્ત્રી(દ્રૌપદી) અને બીજા પણ. રાજાએ(યુધિષ્ઠીરે) તે જોઇ રોકવાનો પ્રયત્ન કર્યો પણ શ્રી કૃષ્ણે તેની અનુમતી આપી.)
SB 10.75.38 MAHABHARAT
દુર્યોધનને સાર્વત્રીક રીતે દુષ્ટ ગણવામાં આવે છે, એ માન્યતાને અનુસરીને રૂઢ થઈ ગયેલી વિભાવના છે, પરંતુ શું તે ઘણી બધી જગ્યાએ સાચો નહોતો? બધી પૂર્વધારણાઓને એક તરફ મૂકીને વિચારીએ તો? ચાલો જયસંહિતા એટલે કે મહાભારત મહાકાવ્યના જ એક પ્રસંગનો દાખલો લઈએ. પ્રસંગ છે મયદાનવે બનાવેલા મહેલની ઈન્દ્રજાળમાં ભોળવાઈને જ્યારે દુર્યોધન પાણીમાં પડે છે ત્યારે યજમાન એવા દ્રૌપદી અને ભીમ મહેમાન પર હસે છે, અને આપણા સૌના ઈશ્વર કૃષ્ણ પણ તેમાં મૂક અનુમતિ આપે છે.
આપણી પરંપરાગત સંસ્કૃતિ અને વર્ષોથી આપણને શીખવવામાં આવેલ સંસ્કારને બાજુ પર મૂકીને બે ઘડી સહેજ તટસ્થતાથી વિચારીએ તો કદાચ આપણને થશે કે જે ન્યાયિક રીતે સમજાવવામાં આવ્યું છે તે અન્યાયયુક્ત છે. દુર્યોધન, નાનપણથી આપણને મહાભારતની વાર્તા શીખવવામાં આવે ત્યારથી તેને વિલન ચીતરવામાં આવ્યો છે, આપણા મનમાં ઠસી જાય છે કે તે વિલન હતો પરંતુ આપણે અજાણતાથી જેને વિલન માની લઈએ છીએ એ દુર્યોધન શું ખરેખર વિલન હતો?
આપણા મનમાં બંધાયેલ દુર્યોધનનું ચિત્ર એટલે કે મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો પ્રોડક્ટ પ્રત્યેની હૅલો ઈફેક્ટને બાજુ પર મૂકીને બે ઘડી દુર્યોધનને માનવીય રીતે, લાગણીની રીતે અને કાયદાકીય દ્રષ્ટિએ વિચારીએ.
મહાભારતનો ગહન અને સાચો અભ્યાસ કરનારે ન છૂટકે પણ એમ કહેવું જ પડે કે રાવણની જેમ દુર્યોધનમાં પણ ઘણાખરા ગુણો એવા હતા જે તેના વ્યક્તિત્વને અદભુત બનાવે છે, એ વાત તો સત્ય જ છે કે દુર્યોધન જીવનભર પોતાના હકને મેળવવા એકનિષ્ઠ બનીને લડતો અનુપમ યોદ્ધો હતો, એ પોતે કોઈ કુટિલ રાજનીતિજ્ઞ કે જુગારી નહોતો.
વાતના મૂળમાં જઈએ તો સત્યવતી અને પરાશરમુનિના ઔરસ પુત્ર વ્યાસમુનિ દ્વારા ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની પત્નિઓ અંબા અને અંબિકાને જે પુત્રો થયા એમાં ધૃતરાષ્ટ્ર ઉંમરમાં પાંડુ કરતા મોટા હતા એટલે ગાદીના સાચા હકદાર તેઓ હતા. તેમના અંધત્વને કારણે પાંડુને રાજ મળ્યું. દુર્યોધન ગાંધારી અને ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર હતો. સામે પક્ષે કાયદાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ કે સહદેવમાંથી કોઈ પાંડુના પુત્રો હતા જ નહીં. તેઓ અનુક્રમે યમ, વાયુ, ઇન્દ્ર અને બે અશ્વિનિકુમારોના પુત્રો હતા જે દુર્વાસામુનિના કુંતિને મળેલા મંત્રફળ સ્વરૂપે ઉત્પન્ન થયા હતા. જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ પાંડુનો એક પિતા તરીકે કોઈ ફાળો છે જ નહીં. આમ સાવ સાચી રીતે જોવા જઈએ તો તેઓ પાંડવ કહેવાય જ નહીં, છતાંય જો તેમને પાંડુના જ પુત્રો ગણીએ તો પણ કાયદાકીય રીતે હકની વાત આવે ત્યારે દુર્યોધનનો હક એ રાજગાદી પર પહેલો થાય. અને હક માતે લડવું તે તો ધર્મ છે તો દુર્યોધન પોતાના હક માતે લડતો હોય તો તેને અધાર્મિક કેમ કરીને કહેવાય?
નાનપણથી જ પાંડવોને (ખરા અર્થમાં કૌંતવોને) નબાપા જાણીને ભીષ્મ પિતામહથી માંદીને અનેક કુટુંબીજનોની લાગણીઓ મળતી રહી અને ડગલે ને પગલે નાનપણથી જ દુર્યોધનના તોફાની પણાને ખરાબ સમજી કુટુંબના કોઈ સભ્યોએ એને મદદ નહોતી કરી. મહાભારતના દરેક ઉલ્લેખમાં એ લોકો દુર્યોધન ખોટો છે હવે આવી પરિસ્થિતિમાં કોઈ પણ મનોચિકિત્સક તો ઠીક સામાન્ય માણસ પણ સમજી શકે કે અકળાયેલ દુર્યોધન આખરે શકુનિના શરણે ન જાય તો શું કરે?
મહાભારતની પાંડવોની પ્રખ્યાત વાતો સિવાય કેટલીક વાતો આજ સુધી આપણા સુધી પહોંચી જ નથી કે દુર્યોધન એક ખૂબ જ નિડર સેનાધ્યક્ષ અને ઉત્તમ વ્યવસ્થાપક હતો. ભારતમાં આજે પણ ઉત્તરાંચલના કેટલાક ગામો જેવા કે રેક્ચા, રાલા સ્કારી, સૌની, સતૂરી અને પનવારીમાં ત્રણ પરસાળના લાકડાનાં દુર્યોધનના મંદિરો છે. કુમાઉ ક્ષેત્રની આ ટોળીઓના પૂર્વજો મહાભારતમાં દુર્યોધનની સેનામાં લડ્યા હતા. તેઓ દુર્યોધનને એક લાયક અને સારા વ્યવસ્થાપક તરફ તરીકે જોતા હતા. આ ક્ષેત્રના કેટલાય લોકો સ્પષ્ટ રીતે માને છે કે આપણા પૂર્વજોના એ માલિક પોતાના હકની લડાઈ લડ્યા હતા અને તેમને હાર મળી હતી. આજે પણ પ્રેમાળ રાજા તરીકે દુર્યોધનના માનમાં તેના મંદિરોમાં ત્રણ સમયની નોબત વાગે છે. ભારતીય ઇતિહાસમાં કેટલાય રાજાઓ થઈ ગયા પણ પ્રજા પર આટલી ઉંડી છાપ કોણ છોડી શક્યું છે?
દુર્યોધન એક કુશળ રાજનીતિજ્ઞ હતો એ વાતની પુષ્ટી મહાભારત પોતે જ કરે છે, સમાજજીવન અને વ્યવસ્થાની નાનામા નાની વાતને આલેખતા મહાભારતમાં ક્યાંય પ્રજાએ દુર્યોધન પ્રત્યે વ્યક્ત કરેલી અસંતોષ કે વિરોધની લાગણી દેખાતી નથી. પાંડવોને પાંડુના મૃત્યુને લીધે સમગ્ર જનસમાજ કે કુટુંબ તરફથી સદાય જે “ઈમોશનલ અફેક્શન” મળ્યું છે એ દુર્યોધનને ફક્ત ધૃતરાષ્ટ્ર તરફથી મળ્યું છે, બીજા બધાએ તેને નકારાત્મક જ લેખ્યો છે.
માણસમાત્ર સરખા એમ બોલનારા આપણે આજે પણ અંદરખાને ઉંચનીચના ભેદ રાખીએ છીએ. એ જમાનામાં જ્યારે વર્ણવ્યવસ્થા સમાજનો સૌથી મોટો આધારસ્તંભ ગણાતો ત્યારે નીચવર્ણમાંથી આવતા કર્ણને આવડત પારખીને તેને પોતાનો મિત્ર બનાવી બાજુમાં બેસાડવાની હિંમત કરનાર દુર્યોધન હતો. એટલે રાજા રામમોહન રાય અથવા ગાંધીજીથી પહેલા આ વર્ણપ્રથાને તોડીને, જન્મગત ઉંચ નીચના ભેદ ભૂલીને સામાન્ય માણસને ગળે લગાડવાનો સંદેશ આપ્યો હતો.
મહાભારતના એક પણ શ્લોકમાં દુર્યોધન માટે ક્રૂર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ એ કાચા કાનનો હતો. જે દુષ્કૃત્યો દુર્યોધનના નામે ચડાવવામાં આવ્યા છે તે મોટેભાગે એની આજુબાજુના લોકો – શકુની, દુઃશાસન કે અન્યો દ્વારા કરવામાં આવ્યા હતા.
બે ઘડી આંખ મીંચીને વિચારી જુઓ કે ‘આંધળાનો પુત્ર આંધળો…’ – પોતાના અને પોતાના પિતા વિશેના આવા વચન એક સ્ત્રીને મોઢેથી કટાક્ષમાં સાંભળીને કયો પુરુષ ચીડાઈ ન જાય? અને સામે પક્ષે પોતાના કાકાજી સસરા અને એમના પુત્રો વિશે આવા વિધાનો અને એ પણ તેમને પોતાના ઘરે બોલાવીને સંભળાવવા – એ સંસ્કાર કહેવાય?
કદાચ દુર્યોધન રાજ મેળવવાના ધ્યેયમાં ક્યાંક ધર્મ ચૂક્યો હશે નહીંતો કૃષ્ણ જેવા વ્યક્તિએ તેને મદદ ન કરી હોય એ કેમ બને?
મહાભારતમાં એક પ્રસંગ છે, યુદ્ધ દરમ્યાન અંતના સમયે ગાંધારી દુર્યોધનને વજ્ર કવચ આપવા સંપૂર્ણ નગ્ન થઈ પોતાની પાસે આવવા કહે છે. શ્રીકૃષ્ણને ચિંતા થાય છે એટલે એ પોતાની વાચાળતા વાપરી દુર્યોધનને ફોસલાવે છે અને એથી દુર્યોધન ગુપ્તાંગ પર કપડું વીંટીને જાય છે અને એનું આખું શરીર વજ્ર બનવા છતાં સાથળનો ભાગ રહી જાય છે જે આખરે તેના મૃત્યુનું કારણ બને છે.
આ આખીય ઘટનાને સમજણપૂર્વક નિહાળીએ તો એ વાત તદ્દન સાબિત થઈ જાય કે દુર્યોધન ભોળો હતો, અથવા કાચા કાનનો હતો. ભાનુમતિનો પતિ જાણતો હતો કે જો બધા મારા માટે સાચા મનથી યુદ્ધ કરે તો જીતી જવાય. પરંતુ અફસોસ એ વાતનો હતો કે તેના તરફથી યુદ્ધ કરતા બધા તેના માટે યુદ્ધ કરતા નહોતા. એ લોકોમાં ન તો એટલી હિંમત હતી કે દુર્યોધનને છોડીને પાંડવો પાસે જતા રહે, ન તો એટલી નિષ્ઠા કે દુર્યોધનને સમર્પિત થઈને યુદ્ધ કરે.
આ જ હતાશામાં જ્યારે એ દ્વૈપાયન તળાવમાં પોતાના શ્વાસ રોકીને મનોમંથન કરતો હતો ત્યારે પાંડવોએ તેને પડકાર્યો અને શરત મૂકી કે પાંચમાંથી કોઈ પણ એક પાંડવને પસંદ કરી દુર્યોધન યુદ્ધ કરે અને એ યુદ્ધના પરિણામ પરથી સમગ્ર કુરુક્ષેત્રના યુદ્ધનું પરિણામ નક્કી થાય/
અહીં એ વાત પણ સિદ્ધ થાય છે કે દુર્યોધન ખરેખર હિંમતવાન અને શક્તિશાળી યોદ્ધો હતો કારણકે યુદ્ધ કરવા એણે સમોવડીયા ભીમને પસંદ કર્યો. ધારત તો નકુલ કે સહદેવને પસંદ કરી ચપટીમાં ચોળી શક્યો હોત, પણ બલરામનો આ શિષ્ય એવું કરી શક્યો નહોતો. એક લોકવાયકા મુજબ આખાય યુદ્ધમાં બલરામજી ક્યાંય નહોતા પણ દુર્યોધન ભીમના આ યુદ્ધ વખતે તેઓ હાજર હતાં. નાનપણથી જ જેમ દ્રોણને અર્જુન પ્રત્યે મમતા હતી તેમ બલરામજીને દુર્યોધન પ્રત્યે મમતા હતી. તેમના મતે દુર્યોધન ભીમ કરતા પણ વધુ આવડતવાળો હતો. ભીમમાં હજાર હાથીઓની શક્તિ હતી, પરંતુ આવડતનો અભાવ હતો.
ભીમ અને દુર્યોધનની આ લડાઈમાં પણ એ વજ્રદેહધારીએ ભીમને હંફાવી જ દીધો હતો પરંતુ કૃષ્ણએ ભીમને ઈશારો કરી દુર્યોધનના સાથળના ભાગમાં મારવા સૂચન કર્યું અને એમ કરતા એ મહાન યોદ્ધો પરાસ્ત થયો હતો. ગદાયુદ્ધના નિયમ મુજબ કમરની નીચે પ્રહાર ન થઈ શકે એટલે એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે પોતાના હક માટે સતત લડતા એ યોદ્ધાનું મૃત્યુ પણ એમ જ અનૈતિક રીતે થયું હતું. બલરામજીએ આ જ કારણથી પાંડવોનો બહિષ્કાર કર્યો હતો.
આ લેખ પાંડવો પ્રત્યેની કોઈ દ્વેષભાવનાથી કે પછી કૌરવો પ્રત્યે ઉમડી આવેલા પ્રેમને લીધે લખ્યો નથી. એક સામાન્ય માણસ તરીકે એમ પણ વિચાર આવે કે જેના અનેક દુર્ગુણો સાંભળવામાં આવેલા તેની સાથે પણ અન્યાય તો થયો જ છે. દરેક વ્યક્તિમાં સદગુણો અને દુર્ગુણો અમુક અંશે હોય જ છે, વ્યક્તિના સ્વભાવ અને સંસ્કાર મુજબ તે વધુ ઓછા હોઈ શકે છે, અને દુર્યોધન પણ આખરે તો એક મનુષ્ય જ છે – તો પછી તેના દુર્ગુણોને વિશેષ ગણીને તેને ખલનાયક તરીકે શા માટે ચીતરવો જોઈએ.
દુર્યોધનનું જીવન અસંતોષનું પ્રમાણ છે. મહાભારતના એક શ્લોકમાં દુર્યોધન કહે છે
અસંતોષઃ શ્રિયોમૂલં તસ્માત્તં કામ્યામ્યહમ.
અર્થાત અસંતોષ એ જ શ્રી નું મૂળ છે એટલે જ હું અસંતોષની કામના કરું છું.
શ્રી એટલે કે ધનની કામનામાં આપણે પણ જીવનમાં ડગલે ને પગલે અસંતોષનો અનુભવા કરતા હોઈએ છીએ. ઝંઝોળીને જોઈએ તો આપણામાંય કશુંક ને કશુંક મેળવવા માટે સતત ધમપછાડા કરતો દુર્યોધન અસંતોષ રૂપે જીવે જ છે તો પછી શા માટે પોતાના હકને પામવા લડતા પેલા લડવૈયાને દોષ દેવો?
– હાર્દિક યાજ્ઞિક
વાર્તા હોય, પદ્યરચના હોય કે ચિંતનલેખ – દર વખતે કાંઈક નવું પીરસવાની ટેવવાળા હાર્દિકભાઈ આ વખતે દુર્યોધનનો પક્ષ આપણી સમક્ષ મૂકે છે અને એક નકારાત્મક પ્રતિભા સ્વરૂપે ચીતરાયેલા માણસમાં ભંડારાયેલી હકારાત્મકતાને અને તેની સાથે થયેલ અન્યાનને આલેખવાનો સહજ પ્રયત્ન તેઓ કરે છે. આ પ્રયત્ન આજના વકીલો જેવો – ફક્ત દલીલ કરવા કે કેસ જીતવા પૂરતો નથી, પરંતુ લેખની સાથે સાથે એ વાતો ગળે ઉતરે એ રીતે સમજાવવાનો તેમનો યત્ન પણ અનોખો થઈ રહે છે. આવા સુંદર વૃતાંત અને વિચાર બદલ હાર્દિકભાઈને અભિનંદન.
Dear,
please sent me a MAHABHARATA ebook in gujarati pdf.
Thanks,
Awosome hardik bhai aaj sudhi Hu dhuryodhan jewa patro khoti drasti Thi joto pan ur right a kharekhar ek mahan yodhaa che thanks hardik
Each of these vedas had 18 chapters.
Veda Vyasa also wrote 18 puranas and 18 upa-puranas.
The number 18 predominates the Mahabharatha Epic.
It is written in 18 parvas or books.
The Bhagavad Gita has 18 chapters and the Kurukshetra war lasted 18 days.
18 groups of soldiers were involved – 11 in the Kouravas side and 7 in the Pandavas.
The War lasted 18 days.
What is the spritualy meaning of 18 ?
18 का रहस्य : कहते हैं कि महाभारत युद्ध में 18 संख्या का बहुत महत्व है। महाभारत की पुस्तक में 18 अध्याय हैं। कृष्ण ने कुल 18 दिन तक अर्जुन को ज्ञान दिया। 18 दिन तक ही युद्ध चला। गीता में भी 18 अध्याय हैं। कौरवों और पांडवों की सेना भी कुल 18 अक्षोहिनी सेना थी जिनमें कौरवों की 11 और पांडवों की 7 अक्षोहिनी सेना थी। इस युद्ध के प्रमुख सूत्रधार भी 18 थे। इस युद्ध में कुल 18 योद्धा ही जीवित बचे थे।
सवाल यह उठता है कि सब कुछ 18 की संख्या में ही क्यों होता गया? क्या यह संयोग है या इसमें कोई रहस्य छिपा है?
Dear : Sir this is good thanks your so much i am red to this artcales reall i am very happy..
Take care your self…….
Dharmendra shah
Baroad.
M- 092283 82546
very good article on life of duryodhan.
Superb attempt Sir!
Once upon a time my Dadaji had told me ‘as you sow so you reap’ and he had given me the example of Droupadi’s behaviour with Duryodhan, thats why perhaps she was destined to be insulted in front of so many..’
My father tells us: દરે વ્ય્ક્તિને નવેસરથિ માપવિ..(sorry for the spelling mistake, don’t know how to type dirgha eee!)
THE JUDGEMENT YOU MAKE ABOUT ANYONE SHOULD BE STARTED ANEW EACH TIME YOU MEET THAT PERSON..BECAUSE WITH TIME A PERSON CHANGES AND IT SHOULD NOT BE AT ALL AFFECTED BY OTHER’S OPINIONS OR BELIEFS!
Thats what you’ve done…
Indeed very bold and concise…. my knowledge is still poor regarding the epics, THANK YOU for highlighting the brighter side of Duryodhan.
This ATTITUDE can be applied also in our day to day life which can definitely lead to healthier and stronger realtionships thus reducing tension in the society to almost nil.
Your articles always leaves an impact on the mind of the readers so it has this time too… I’m lucky to have you as my Guru!
Thank you again!
ખુબ સરસ લેખ બદલ આભાર.
THANKS AND CONGRATULATIONS. GOOD AND BAD..COMPARISIONS AND THERE BY DRAWING SOME ONE BAD IS A WAY OUR SCRIPTURES ALWAYS TRY TO BRING, TO JUDGE AND TO HAVE COURAGE TO SHOW IS PRAISE WORTHY
હાર્દિકભાઈ,
દુર્યોધનના પાત્રને પોઝીટીવ ઓપ આપી સારુ કર્યું. મને એક જ મુદ્દો સમજાય, કોઈ ગ્રંથ લખાય ત્યારે મહદ અંશે તેમાં લખનારના વિચારોનું પ્રતિબિંબ પડે. આવું મહાભારત લખાયું હોય ત્યારે પણ બન્યું હોય. અને સૌ પોત પોતાની સમજણ પ્રમાણે સમજે. હું પણ તમારી વાત સાથે સંમત થઊં છું, દુર્યોધન એક વીર યોધ્ધો હતો, અને જે એક બાબતમાં પ્રવીણતા મેળવે તે અન્યમાં થોડા ઉણા ઉત્તરે તે સ્વભાવિક છે.
Jivan ni anant yatra na nami-anami Duryodhan ni yathartata ane prasangik parichay apavto lekh…
Aksharnad ne Abhinandan….
जानामि धर्मं न च मे प्रवृत्तिः
जानाम्यधर्मं न च मे निवृत्तिः।
મારામાં દુર્યોધન સંતાઈને બેઠો છે. હું તેને બહુ સારી રીતે જાણું છું.
હું એને હણી શકતો નથી.
પણ કથાના અર્જુન જરૂર બનવું છે.
એવો દિવસ કદી આવતો નથી.
ખુબ સરસ
Hardikbhai
Its a very well written and thought provoking Article. All I would say is ultimately in life what we perceive is what we see..DRISHTI EVI SHRISHTI…
All have positives and negatives, we choose what is convenient to us. Akhare to aa zindagi ni majal kaapvaani che…aapde ahiyan kyan koi pariksha aapvani che???
And if we believe our shashtra.s vidhi na lekh to cchhathi thi lakhaya hoy…ema duryodhan ke yudhisthir bichara shun kare?? But ya I believe in karma. Karma pays.
Thanks for a thought provoking article..
શ્રી. હાર્દીકભાઈને દુર્યોધનનો પક્ષ રજુ કરવા માટે ધન્યવાદ..
I am preschool teacher in public school in US. I really agree that Home environment and family member’s comments make great influence on child’s personality. Always be careful with your words to use in front of your young children.
હાર્દિક ભાઈ,
દુર્યોધન ની બાજુ સ્પષ્ટ કરવા માટે આભાર.
હું અહી મારા વિચારો રજુ કરવા માંગું છુ.
દુર્યોધન ની જેમ બધા માણસો માં સારી અને ખરાબ બાજુ હોય છે. એ તો આપણા પર નિર્ભર છે કે આપણે કઈ બાજુ લઈએ છીએ. દુર્યોધન પ્રજા નું પાલન કરતો હતો પણ એમાં પણ એ યુધિષ્ઠિર થી સારા દેખાવા નો પ્રયત્ન કરતો હતો. ઈર્ષા એ જ તેના પતન નું મુખ્ય કારણ છે.
જ્યાં સુધી રાજગાદી ના વારસ નો પ્રશ્ન છે. કોઈ વ્યક્તિ એટલે તો રાજા ના બની શકે કે તે એક રાજા નો પુત્ર છે. મહારાજા ભરત ના હસ્તિનાપુર માં કાયદો હતોકે રાજા ની પસંદગી તેના ગુણો થી થાય નહિ કે એના રાજવી કુટુંબ ના સભ્ય હોવાથી. તે માટે મહારાજા ભરત એ પોતાના સાત પુત્રો માંથી કોઈ ને પણ રાજગાદી એ ના બેસાડ્યા પણ સેનાપતિ ના પુત્ર માં રાજા ના લક્ષણ દેખાતા તેને રાજગાદી આપી. હસ્તિનાપુર ની આ પરંપરા મહારાજા શાન્તનું ના સમય માં પડી ભાંગી જયારે મહારાજા શાન્તનું એ સત્યવતી માટે લાયક પુત્ર દેવવ્રત ને ભીષ્મ બનવા માટે ફરજ પાડી. ખુદ યુધિષ્ઠિર પણ ત્યાં સુધી રાજ્ય હાથ માં નાં લીધું જ્યાં સુધી પોતાને તે રાજગાદી ને લાયક નાં કરી દે.
દુર્યોધન ના ઉછેર માં મોટી ખામી રહી ગઈ હતી. તેના જીવન પર થી ખબરપડે છે કે ખરા અર્થ માં માતા પિતા બનવું એ ઘણું અઘરું છે. ગાંધારી એ યુદ્ધ પછી કૃષ્ણ ને પ્રશ્ન કર્યો હતો કે હું શિવભક્ત અને સતી છુ. તેણે કુંતી પર ઉપરોક્ત લેખ માં કરેલા આક્ષેપો પણ કર્યા. ગાંધારી પૂછે છે કે તો પણ મારા પુત્રો દુષ્ટ કાર્યો કરવા વાળા કેમ પાક્યા ? જયારે કુંતી પુત્રો બધા ધર્મ અને સરળ માર્ગ વાળા થયા. અહી કૃષ્ણ એ બહુ સુંદર જવાબ આપ્યો છે કે કોઈ પણ માતા ને બે આંખો હોય છે. એક જ્ઞાન ની અને બીજી સંસ્કાર ની. જયારે જયારે કોઈ પણ મા પોતાનો પતિધર્મ કે બીજો કોઈ પણ ધર્મ નિભાવવા આ બે આંખો પર પટ્ટી બાંધશે પછી એ કેટલી પણ મોટી ભક્ત હોય કે સતી હોય તેના પુત્રો કૌરવ જેવા દુષ્ટો જ પાકશે. કુંતી એ ભલે દેવો સાથે નીયોગદ્વારા સંતાન પ્રાપ્તિ કરી હોય પણ એમાં નિહિત વાસના ની પુરતી ના હતી.પોતાના પતિ ની સંમતિ થી અને સમાજ ને નેતૃત્વ વાળા પુરુષો આપવાના આશય થી તેણે દેવો નું આવાહન કર્યું હતું. કુંતી ને ભલે કોઈ સતી નાં કહે પણ એક માતા તરીકે તેનું સ્થાન હમેશા ઊંચું જ રહેશે.
પોતે ધર્મ અને અધર્મ શું છે તે જાણું છુ એટલું કહેવાથી દુર્યોધન પોતે કરેલા અન્યાયો માંથી છૂટી શકતો નથી. કૃષ્ણ પણ એ વાત સમજતા હતા એટલે તેમણે પાંડવ પક્ષ પસંદ કર્યો. અને હા એમને પાંડુ પક્ષ માં ધકેલવા વાળો પણ દુર્યોધન હતો જે સેના ના બદલા માં કૃષ્ણ ને અર્જુન ને સોંપી દીધા હતા.
મહાભારત તો માનવીય સંબંધો ની કથા છે. એટલે દુર્યોધન દ્વારા વેદ વ્યાસ એ માનવ ની નકારાત્મક બાજુ ને સ્પષ્ટ કરી અને ચેતવ્યા કે જો ઈર્ષા નો આખરી અંજામ કેવો આવી શકે તો જુઓ સુયોધન ને જે પોતાના કર્મ થી દુર્યોધન બન્યો.
GREAT
તમારા રિપ્લાય થી આ લેખ સંપૂર્ણ બની ગયો.
ખૂબ જ સરસ રીતે તમે પણ તમારી વાત રજૂ કરી.
અને અંત માં ખરેખર શું કામ દુર્યોધને આવું કર્યું અને શું કામ ક્રુષ્ણ ભગવાને પાંડવો નો સાથ આપ્યો તે પણ સ્પ્ષટ થઈ ગયું.
આભાર..
ઘણો ઘણો આભાર્ હાર્દિક ભાઈનો કે આવી સુંદર રજુઆત બદલ. ઘણી વખત એવું થતું કે કયાંક તો અન્યાય થયો છે. તમારા લેખ પરથી એ સરળ રીતે સમજાય છે.
આવી બીજી ઘણી વાતો તમારા ધ્યાનમાં હોય તો જણાવવા વિનંતી.
HARDIKBHAI NO LEKH KHAREKHAR KHUB SARAS CHHE , PARANTU AHI APADE A PAN YAAD RAKHAVU JOIA KE SHRI KRUSHNA NU SAMAGRA JIVAN ADHARMA NA NAAS MATE SAMARPIT HATU, TETHI KADACH YUDHISTHIR KE KAURAVO NE THODO ANYAY THAYO HOY TO A KSHMYA GANAVU JOYIE TEM HU MANU CHHU. JOVA JAYIE TO kARNA NE PAN THODO ANYAY THAYOJ CHHE, PARANTU MAHABHARATKARE TENE DHARMA NA RAKSHAN MATE KSHMYA GANYU CHHE.
ખુબ જ સરસ્.
ધન્યવાદ્
સાચી વાત ………
સાચા વ્યક્તિયો ને દુનિયા જલ્દી જાણી શકતી નથી………
આભાર
Very fine Hardikbhai ! It’s Unique !! it gives NEW ANGLE to see the DURYODHAN ! As per my Knowledge so many times Duryodhan was Called as “SUYODHAN” by GOD KRUSHNA !!
Very fine hardikbhai !! It’s Unique !! it gives NEW ANGLE to see the DURYODHAN !! As per my Knowledge Duryodhan was called as “SUYODHAN” by GOD KRUSHNA !!
વિચારતા કરી મુકે એવી વાત લખી હાર્દિક. આ જગત માં મહાભારત જેવું મહાન અને મહાભારત જેટલું સુંદર સાહિત્ય મેં કડી વાંચ્યું નથી…
દુર્યોધન ના શબ્દ માં જ કહું… “જમામી ધર્મમ ન્ચ્મે પ્રવૃત્તિ , જમામી અધર્મામ ન્ચ્મે નિવૃત્તિ. ”
હું જાણું છું ધર્મ શું છે પણ હું તેમાં પ્રવૃત નથી થઇ શકતો, હું જાણું છું કે અધર્મ શું છે પણ તેને છોડી નથી શકતો.
આ નિખાલસ શુરવીર દુર્યોધન આવું કહે છે પણ વ્યક્તિ તેથી મહાન ના બની જાય. વ્યક્તિ મહાન બને તેના કર્મ થી..
તિલક મહારાજ નું ” કર્મ્યોગ્શાસ્ત્ર ” ઘણા પ્રશ્નો નો ઉત્તર આપે છે… તે માત્ર વાંચન – સાહિત્ય નથી, મનન – સાહિત્ય છે…
સર, ખુબ જ સરસ ,,, A great article frm u n heartly congrats for this….. જય સોમનાથ
One of the great root cause analysis on story of THE MAHABHARATA, i suppose nobody has done this before like this to show the real picture and emotional mindset of DURYODHAN. Moreover LORD KRISHNA also knew that he was the great warrior in the battle and nobody could defeat him with right way even BHEEM also not.
Moral of the whole story to right here i think is to give judgement on the right and wrong to other would required the total cause analysis from all the sides of the object without any bias, then and then it would become true.
Thanks Hardikbhai for such a great story…
દરેક ઘટના સકારણ તો હોય છે જ. માત્ર આપણે તે કારણથી અધૂરાં અથવા પૂરેપૂરાં અજાણ હોઇએ છીએ. તેથી આપણે તે ઘટનાનું આલોકન ક્યાં તો આપણા ખુદના સભાન કે અર્ધભાન મનોવિચારો કે તે વિષે કોઇ અન્યના અભિપ્રાયોને આધારે કરતાં હોઇએ છીએ. આ મુજબ બંધાયેલા આપણા ‘નવા’ અભિપ્રાયનું એક વધારે પડ આપણા અત્યાર સુધીનાં ચડેલાં પડ પર ચડાવીએ છીએ.
આ ઘટમાળને Rule of Life તરીકે પણ ઓળખવામાં આવે છે.
આમ મહાભારતનાં ઘણાં ‘વિલન’ પાત્રોને જો તેમની દ્રષ્ટિએથી જોયા પછી આપણે આપણો દ્રષ્ટિકોણ લાગૂ પાડીએ તો મહાભારતનું ઘણું વિશદ અર્તઘટન જોવા મળશે, જે આજના આપણા સમાજ્ને પણ એટલું જ લાગૂ પડતું જણાશે.
દુર્યોધનની હકારાત્મક બાજુનુઁ સુઁદર ચિત્ર તમે રજુ કર્યુઁ, કોઇએ રાવણનુઁ પણ આવુઁ જ ચિત્ર રજુ કરવુઁ જોઇએ, ચાલુચીલાથી અલગ ચાલવુઁ એ પણ મર્દાનગીનુઁ કામ છે.
ગોપાલ
Great Khub anand Thayo. Waiting for next. Thanks a lot. Hari om.