તમે,
અંતરથી હેત રેલાવતા રે’જો
ખોબે ખોબે ઉલેચીશું અમે
હોંશે હોંશે
આપણી નિશાનીને તમે,
હાલરડા ગાઇ ગાઇ ઊંઘાડતા રે’જો,
એ કંઠ-સુધાને અમે
ગટક ગટક ગટકાવતા રે’શું
હોંશે હોંશે
પોળીમાં તમે,
પ્રેમના પૂરણ પૂરતા રે’જો,
ભરેલ પેટ હશે તોય,
અમે આરોગતા રે’શું
હોંશે હોંશે.
અગાશી પર જઇ તમે
સવારના કૂણા તડકામાં,
વાળને લહેરાવતા રે’જો,
હ્રદય-કેનવાસ પર એ સીન,
પ્રાણની પીંછીથી ઉતારશું અમે,
હોંશે હોંશે.
જીવનની કાંટાળી કેડીએ ,
સદાય સાથ આપ્યો છે તમે,
તો હવે એકબીજાની આંગળી ઝાલીને
દોડીએ સંગાથે,
(તો હવે તમને તેડીને પણ
દોડતા રે’શું )
હોંશે હોંશે
– ગોપાલ પારેખ
લખ્યા તારીખ: 26/10/1981
અક્ષરનાદ ઇ પુસ્તક વિભાગના સંચાલક અને અદના ગુજરાતી બ્લોગર ગોપાલભાઈ પારેખ સ્વભાવે મોજીલા માણસ, મનમાં ઉગી જાય તો ક્યારેક સુંદર રચનાઓનું સર્જન પણ કરે છે, આજે પ્રસ્તુત છે તેમની જ એક રચના. પ્રેમ કોઈ એક વ્યાખ્યામાં બંધાતો નથી, કોઈ એક ક્ષેત્રમાં જકડાઇને રહેતો નથી. પ્રેમને મેળવવા હોંશે હોંશે અનેક કામો કરવાની તૈયારી દેખાડનાર એ પ્રેમાળ વ્યક્તિની વાત અહીં ખૂબ સરળ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.
ગોપાલ માસા
બહુ સુન્દેર્
લગે રહો
ખુબ શરશ અભિવ્યક્તિ .ધન્યવાદ
લખવાની બાબતમાઁ હુઁ બહુ જ કાચો છુઁ, રસોઇયાનુઁ કામ ન ફાવે, પિરસણીયા તરીકે કદાચ ચાલી જાઉઁઆભાર તમારો હોઁશથી વાચવા બદલ ,
ગોપાલ
મા ગુર્જરીના ચરણે….જે ધરો છો તે તો હોંશે-હોંશે વાંચીએ જ છીએ, આ રીતે રચી-રચીને મોકલતા રહેશો તો હોંશ અમારી અનેકગણી વધી જશે.
ગોપલ સાહેબ અને અક્ષરનાદનો ખુબ-ખુબ આભાર.
ગોપાલ ભૈ તમે લખ્તા રહેજો અમે વાન્ચિશઉ હોન્શે હોન્શે આભાર્