અક્ષરનાદનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ 13


પ્રિય મિત્રો,

અક્ષરનાદ.કોમ વેબસાઈટ આજે પાંચ વર્ષ પૂર્ણ કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ભાષા, સાહિત્ય અને પ્રેરણાદાયક તથા મનનીય વાંચન નિઃશુલ્ક, સરળતાથી અને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે શરૂ કરેલ આ સાહસ આપ સૌના આશિર્વાદ, શુભેચ્છાઓ અને સહકારથી સતત અને અવિરત આગળ વધી રહ્યું છે એ અમારા માટે એક ચમત્કારથી વિશેષ કાંઈ નથી.

ગત થોડાક મહીનાઓમાં વ્યવસાયિક વ્યસ્તતાઓ અતિશય વધી ગઈ છે, અને સતત વધતી જ રહેવાની છે, જવાબદારીઓ એક વખત ઉમેરાય પછી એ યાદીમાંથી કદી બાદ થતી નથી. વળી ટાઈપીઁગ માટે તથા પોસ્ટ ફોર્મેટીંગ માટે જવાબદાર મારી પત્ની બાળકો અને વ્યવહારમાંથી ભાગ્યે જ સમય કાઢી શક્તી હતી. જો કે હવે તેની એ તકલીફો અને વ્યસ્તતાઓ વેકેશનની સાથે પૂર્ણ થવામાં છે. એટલે આશા રાખીએ કે છેલ્લા બે મહીનાથી અનુભવાઈ રહેલી અનિયમિતતા ટૂંક સમયમાં જ દૂર થાય.

સમયના મહત્વને અવગણીને કોઈ જીવી શક્તું નથી. છ વર્ષ પહેલા જ્યારે વર્ડપ્રેસ.કોમ પર બ્લોગ શરૂ કરેલો ત્યારે સંજોગો અત્યારના બ્લોગજગતથી તદ્દન જુદા હતા. આંગળીના વેઢે ગણાય એટલા બ્લોગ્સની સામે આજે અધધધ થઈ જવાય એટલા બ્લોગ્સ / વેબસાઈટ ગુજરાતી વેબજગતની ભવિષ્યની સમૃદ્ધિના સૂચક છે. તો સામે પક્ષે વેબજગતને હજુ પ્રિન્ટ માધ્યમોમાં (એકલદોકલ કિસ્સાઓને બાદ કરતાં) જોઈએ એવી સ્વિકૃતિ મળી નથી.

હા, એક પ્રકારની સ્વિકૃતિ અવશ્ય મળી છે, સામયિકોના પ્રકાશકો અથવા સંપાદકો કૃતિ પ્રસિદ્ધ કરતા પહેલા કહે છે અને તેમના સામયિકોમાં સૂચનાઓમાં પણ લખે છે કે “બ્લોગ પર અપ્રસિદ્ધ કૃતિઓ જ પાઠવવી.” આમ એક પ્રકારનો અનાસક્તિયોગ જરૂર ઉભો કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે, અને સામયિકમાં પ્રસિદ્ધ થયા પછી જ કૃતિ બ્લોગ પર મૂકવાનું વલણ સર્જકો પણ અપનાવી રહ્યા છે, એટલે બ્લોગ મુખ્ય માધ્યમને બદલે વૈકલ્પિક માધ્યમ તરીકે વધુ ઉભરી રહ્યું હોવાનો ભાસ થાય.

પણ એ બધું ટૂંકા ગાળા માટે છે. પુસ્તક પ્રકાશકો હોય કે સામયિકોના સંપાદકો – બધાને બ્લોગજગતની અને ઈન્ટરનેટની મહત્તા તથા ક્ષમતાઓને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. આવતા વર્ષોમાં પ્રિન્ટજગતની સામે એક સજ્જડ વિકલ્પ તરીકે ઈન્ટરનેટ રહેવાનું જ છે.

આવા સમયમાં અક્ષરનાદ વિવાદોથી શક્ય એટલું દૂર રહી, સતત સહજ વાંચનનો સ્તોત્ર બનવાની મૂળ ઈચ્છાને આજે પણ જાળવીને આગળ વધવા માંગે છે. આપ સૌ મિત્રોનો સહકાર, આશિર્વાદ અને વાંચનભૂખ તેના માટે અમૃત સમાન છે.

ફરી એક વખત આ વીતી ગયેલ વર્ષોમાં આપ સૌના સહકાર બદલ આભાર.

ધન્યવાદ.

જીજ્ઞેશ અધ્યારૂ
અક્ષરનાદ.કોમ


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “અક્ષરનાદનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ

  • hardik

    જીગ્નેશભાઇ, આ અદ્દભુત કાર્ય કરવા બદલ આપને અને આપના ખ્ંતને સો સો સલામ સાહેબ્.. ખુબ ખુબ અભીન્ંદન્

  • Ashok Vaishnav

    અક્ષરનાદ અને સંપાદકગણને પાંચ વર્ષનો નિર્ણાયક મુકામ સર કરવા બદલ અભિનંદન તો ખરાં જ.
    તેઓએ આ પાંચ વર્ષ દરમ્યાન બાહ્ય અને આંતરિક સંજોગોના કેટલાય ફેરફારોને અતિક્રમીને તેમની મંઝિલના આ મુકામે પહોંચવામાં કરેલી તપસ્યાનો મજબુત પાયો તેમને હવે પછીની સફરમાટે એક અમૂલ્ય અનુભવનું ભાથું છે.અક્ષરનાદ ભવિષ્યમાં પણ તેના આદર્શો, તેની યોજનાઓ તેના ઉદ્દેશ્યોને આ જ ગૌરવભેર હાંસલ કરે તેવી શુભેચ્છાઓ

  • kirti vagher

    વ્યવસાયિક વ્યસ્તતામાં થી મળતો સમય અત્યાર ની પરિભાષામાં “Quality time” તરીકે ઓળખાય છે, અને તે મુખ્યત્વે કુટુંબના સભ્યો માટેનો અંગત સમય હોય છે. તમને એ માટે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે, કારણ કે તે સમય તમે અંગત કુટુંબ ની સાથે સાથે “અક્ષરનાદ” બહોળા કુટુંબ ને ફાળવ્યો ! તે માટે અક્ષરનાદના પ્રત્યેક મુલાકાતી તમારો અને તમારા પરિવાર નો અભાર માને છે ! સુંદર, સાત્વિક, સંસ્કારપોષક રચનાઓ, જેની ધીમે ધીમે અછત થતી જાય છે, તે તમે ની:શુલ્ક અને ખરેખર આંગળી ના ટેરવે, પોતાના સમયની અનુકુળતાએ, ક્ષેત્ર ના સીમાડા ના બંધન વગર ઉપલબ્ધ કરાવવા નુ સુંદર કાર્ય તમે કરો છો. દરેક અંક માં વિવિધતા અને વાનગી ની પસંદગીમાં સુંદરતા એ અક્ષરનાદે પાંચ વરસ ના ગાળામાં એક અલગ જ વ્યક્તિત્વ નુ સર્જન કર્યું છે. અક્ષરનાદ ઉતરોતર પ્રગતિ કરતુ રહે અને ગુજરાતી ભાષા ની અસ્મિતા જાળવતું રહે તેવી શુભકામના. Many Many Happy Returns of the Day !

    – કીર્તિ વાઘેર, દુબઈ

  • PRAFUL SHAH

    DEAR JIGNESHBHAI AND FAMILY, AND VERY DEAR AKSHARNAAD..HAPPY BIRTHDAY.
    GOD BLESS YOU ALL..HELPING TO ENJOY IN OUR MOTHER LANGAUGE -GUJARATI OVER THE GLOBE.,,WE ALL CONGRATULATE TO YOU
    .FOR BEST SELECTED ITEMS-DAILY*****

  • urvashi parekh

    શ્રી જિગ્નેશભાઈ,
    ખુબ ખુબ અભીનન્દન.
    ઘણી સારી મહેનત કરી રહ્યા છો.
    સારુ લગે છે.